વડોદરા : ઝૂંપડાઓ તોડ્યા બાદ આવાસો ન બનતા બેઘર લોકો શેડ બાંધીને રહેવા લાગતા પાલિકાએ જગ્યા ખાલી કરાવી,

0
13

વડોદરા: વડોદરા શહેરના હરણી-વારસીયા રિંગ રોડ ઉપર સંજયનગરમાં ઝૂંપડાઓ દૂર કરાયા બાદ આવાસો ન બનતા બેઘર લોકોએ પોતાની જૂની જગ્યા ઉપર પુનઃ પતરાંના શેડ બાંધીને રહેવાની શરૂઆત કરતા પાલિકા તંત્ર દોડતું થયું હતું. પાલિકાની દબાણ શાખાએ આજે પતરાના શેડ બાંધીને રહેતા પરિવારોને જબરજસ્તી દૂર કરી જગ્યા ખાલી કરાવી હતી. એક તબક્કે દબાણ શાખા અને બેઘર લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

સ્લમ મુક્ત વડોદરા બનાવવા માટે ઝૂંપડાઓ દૂર કરાયા હતા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્લમ મુક્ત વડોદરા બનાવવા માટે વિવિધ વિસ્તારોમાં ઝૂંપડાઓ દૂર કરવામાં આવ્યા હતા. જે પૈકી હરણી-વારસીયા રિંગ રોડ ઉપર સંજયનગરના પણ ઝૂંપડાઓ દૂર કરવામાં આવ્યા હતા. જ્યાં પી.પી.પી. ધોરણે આવાસો બનાવવાનું કામ ઇજારદારોને આપવામાં આવ્યું હતું. પરંતુ, ઇજારદારો દ્વારા સમય મર્યાદા પૂરી થવા આવી છતાં આવાસો બનાવવાની શરૂઆત કરવામાં આવી નથી. એતો ઠીક નિયમ પ્રમાણે બેઘર બનાવી દેવાયેલા ઝૂંપડાવાસીઓને જ્યાં સુધી આવાસો તૈયાર ન થાય ત્યાં સુધી ભાડુ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે ભાડુ પણ આપવામાં ન આવતા બેઘર ઝૂંપડાવાસીઓની હાલત કફોડી બની ગઇ હતી.

8 બેઘર પરિવારોએ પતરાના શેડ બનાવીને રહેવાનું શરૂ કર્યું

બેઘર બનાવાયેલા સંજયનગરના ઝૂંપડાવાસીઓએ આવાસો આપવા માટે અનેક વખત પાલિકામાં રજૂઆતો કરી હતી. અને આંદોલન પણ કર્યું હતું. તેમ છતાં ઇજારદારોના હાથા બની ગયેલી પાલિકાના પેટનું પાણી હાલ્યું નથી. દરમિયાન 8 બેઘર પરિવારો પોતાની જૂની જગ્યામાં પતરાના શેડ બનાવીને રહેવાનું શરૂ કર્યું હતું. જે અંગેની જાણ પાલિકાને થતાં તંત્ર દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે તમામ લોકોને દૂર કરી જગ્યા ખાલી કરાવી હતી. એક તબક્કે લાભાર્થીઓ અને પાલિકાની ટીમ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here