Friday, April 26, 2024
Homeજીવનશૈલીચહેરાની ડેડ સ્કીન હટાવી ચમક આપશે Homemade Scrub, કરો ટ્રાય

ચહેરાની ડેડ સ્કીન હટાવી ચમક આપશે Homemade Scrub, કરો ટ્રાય

- Advertisement -

સ્કીનને એક્સફોલિએટ કરવાની પ્રક્રિયાને સ્ક્રબ કહેવામાં આવી છે. તેનાથી સ્કીનને અનેક ફાયદા મળે છે. ચહેરા પર ડેડ સ્તીન સેલ્સ જમા થાય છે જેને હટાવવા માટે સ્ક્રબ કરાય છે. તે ન કરાય તો ડેડ સ્કીન ચહેરા પરના ડાઘ ધબ્બાને દૂર કરશે અને સાથે ચહેરો મૂરઝાયેલો દેખાશે. કોઈ પ્રોડક્ટને સ્કીન પર શોષી શકશે નહીં. આ કારણોને લીધે સ્કીન પર સ્ક્રબ કરાય છે. તો જાણો કઈ ક્રિયાથી સ્ક્રબ તૈયાર કરાય છે. આ માટે સ્કીનને અઠવાડિયામાં એક વાર સ્ક્રબ કરાય છે. સ્ક્રબને ચહેરા પર ઘસવાનું નથી. તેનાથી હળવા હાથે સ્કીનને મસાજ આપવાનું છે. સ્ક્રબને ફક્ત 1 મિનિટ સુધી સ્ક્રબ કરવાથી લાભ મળે છે.

કોફી સ્ક્રબ

ચહેરો બનાવવામાં વપરાતા સ્ક્રબમાં આ સરળતાથી બની જનારું સ્ક્રબ અસરકારક છે. આ કોફી સ્ક્રબને બનાવવા માટે સૌથી પહેલા એક ચમચી ભરીને કોફી પાવડર લો. આ પછી તેમાં અડધી ચમચીથી ઓછું નારિયેળ તેલ મિક્સ કરો અને જરૂરિયાતના સમયે થોડું ગરમ પાણી મિક્સ કરો. જેની પેસ્ટ બનશે. આ સ્ક્રબને ચહેરા પર ઘસો અને ચહેરો ધોઈ લો.

સી સોલ્ટ સ્ક્રબ

આ સ્ક્રબ બનાવવા માટે તમે તમારી મરજીથી કોઈ પણ તેલ યૂઝ કરી શકો છો. તમે ઈચ્છો તો તેમાં એસેન્શિયલ ઓઈલ મિક્સ કરો. સ્ક્રબ તૈયાર કરવા એક વાટકીમાં જરૂરિયાત અનુસાર સી સોલ્ટ લઈને તેમાં તેલ ઉમેરી તેની પેસ્ટ બનાવો. તમારું સ્ક્રબ તૈયાર છે. તેને હાથથી ચહેરા પર ઘસો.

શુગર સ્ક્રબ

તમે આ સ્ક્રબને માટે સાદી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે બ્રાઉન શુગર વાપરો. ધ્યાન રાખો કે તમે ખાંડને ઓગળવા દો અને નાના ટુકડા વાળી ખાંડને ફેસ પર લગાવો. મોટા ટુકડા સ્કીનને નુકસાન કરશે. ખાંડ લઈને નારિયેળ તેલ કે ઓલિવ ઓઈલ મિક્સ કરો. તેનાથી ચહેરાને સ્ક્રબ કરો. તમે ઈચ્છો તો તેમાં લીંબુંનો રસ મિક્સ કરી શકો છો.

ગ્રીન ટી સ્ક્રબ

ગ્રીન ટીથી તૈયાર કરેલું સ્ક્રબ ચહેરાની ગંદગી દૂર કરવાની સાથે સન ડેમેજથી પણ બચાવે છે, સ્ક્રબ માટે એક ગ્રીન ટી બેગ લો અને સાથે તેને ગરમ પાણી ઉમેરી રંગ કાઢી લો. હવે તેમાં એક ચમચી નારિયેળ તેલ મિક્સ કરો અને ફેસને સ્ક્રબ કરો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular