સુવિધા : હવે ઘેરબેઠાં હોન્ડાની બાઇક-સ્કૂટર્સ ખરીદી શકાશે, હોમ ડિલિવરીનો ઓપ્શન પણ મળશે

0
23

દિલ્હી. ટૂ-વ્હીલર બનાવતી ઓટોબાઇલ કંપની હોન્ડાએ ગ્રાહકોમાટે ઓનલાઇન સર્વિસ શરૂ કરી દીધી છે. હવે ગ્રાહક કંપનીની તમામ બાઇક્સ અને સ્કૂટર્સ ઓનલાઇન ખરીદી શકશે. આટલું જ નહીં, જો બુકિંગ કેન્સલ કરવામાં આવે તો પણ ગ્રાહકોને સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે. છેલ્લા થોડા સમયથી હીરોમોટોકોર્પથી લઇને સુઝુકી અને રોયલ એન્ફિલ્ડ જેવી દરેક કંપનીઓએ ઓનલાઇન બુકિંગ સર્વિસ શરૂ કરી ચૂકી છે. હોન્ડાની ઓનલાઇન સર્વિસ હેઠળ ગ્રાહક તમામ મોડેલ્સ જોઈ શકે છે અને પોતાની પસંદગીનો કલર, વેરિઅન્ટ અને હોન્ડા ડીલર સિલેટ કરી શકે છે. બાઇક અથવા સ્કૂટર ખરીદવાની સંપૂર્ણ પ્રોસેસ ફક્ત 6 સ્ટેપ પૂરી થઈ જાય છે. આ એકદમ ઈઝી અને ટ્રાન્સપરન્ટ છે.

આ રીતે ઘેરબેઠાં હોન્ડાની બાઇક ખરીદો
ગ્રાહક કંપનીનું સૌથી વધારે વેચાનારું Activa 6G સ્કૂટરથી લઇને કંપનીની બેસ્ટ સેલિંગ બાઇક CB Shine સુધી તમામ વ્હીકલ્સ ઘેરબેઠાં ખરીદી શકે છે. કંપનીએ થોડા સમય પહેલા BS6 ગ્રાઝિયાથી લઇને Livo, X-Blade જેવાં મોડેલ્સ પણ માર્કેટમાં ઉતાર્યાં છે.

ઓનલાઇન વ્હીકલ લેવાની પ્રોસેસ

  • આ માટે ગ્રાહકોએ સૌપ્રથમ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.
  • ગ્રાહક ઇચ્છે તો આ લિંક પર (https://www.honda2wheelersindia.com/BookNow) ક્લિક કરીને પણ વેબસાઇટ વિઝઇટ કરી શકે છે.
  • જરૂરી જાણકારી ભરીને 1,999 રૂપિયા આપતાં ટૂ-વ્હીલર બુક થઈ જશે.
  • ગ્રાહક ડેબિટ/ક્રેડિટ કાર્ડ, પેટીએમ, નેટ બેંકિંગ અથવા UPI દ્વારા પેમેન્ટ કરી શકે છે.
  • જો ગ્રાહક બુકિંગ કેન્સલ પણ કરશે તો ગ્રાહકને ફુલ બુકિંગ અમાઉન્ટ પરત કરી દેવામાં આવશે.
  • પેમેન્ટની પ્રોસેસ પૂરી થયા બાદ SMS દ્વારા યૂનિક બુકિંગ નંબર મળી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here