Honda લાવી જોરદાર ઓફર, આ બે વ્હીકલ પર 11000 સુધીનો ફાયદો

0
14

હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઈન્ડિયાએ ફેસ્ટિલ સીઝનની શરૂઆતની સાથે ઘણી ઓફરોની જાહેરાત કરી છે. હવે કંપની ગ્રાહકો માટે હોન્ડા સુપર 6 સ્કીમ લઇને આવી છે. આ ઓફર હેઠળ ગ્રાહક હોન્ડાની બાઈક કે સ્કૂટરની ખરીદી પર 11000 રૂપિયા સુધીની બચત કરી શકે છે. એટલે કે જો તમે હોન્ડા એક્ટિવા કે હોન્ડા શાઇન બાઈક ખરીદો છો તો તમે ખાસ્સી બચત કરી શકો છો.

100 ટકાનું ફાયનાન્સ

આ ઓફર હેઠળ હોન્ડા ટુ વ્હીલર ખરીદવા પર તમને કંપની 100 ટકા ફાયનાન્સની સુવિધા આપી રહી છે. આ ઉપરાંત શરૂઆતી 3 મહિનામાં 50 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે. ગ્રાહકો 7.99 ટકાના વ્યાજ પર વ્હીકલ ખરીદી શકે છે.

એક્ટિવા ભારતમાં સૌથી પોપ્યુલર ટુ વ્હીલર છે. હાલના સમયમાં આ વ્હીકલનું સીક્સ જનરેશન મોડલ એટલે કે 6G મોડલ વેચાઇ રહ્યું છે. આમાં એચઇટી એન્જિન, એન્હાન્સ્ડ સ્માર્ટ પાવર (eSP) ટેક્નોલોજી અને એક ઈકો-ફ્રેન્ડલી એન્જિન જેવા નવા ફીચર્સ છે. હોન્ડાનું આ વ્હીકલ પોતાના ધાંસૂ ફીચર્સ અને લુક માટે ખાસ્સું પસંદ કરવામાં આવે છે. લુકની વાત કરીએ તો એક્ટિવા 6જીમાં LED DRL, નવી ડિઝાઈનવાળી એલઈડી હેડલેમ્પ, નવા સાઈડ ટર્ન ઈંડિકેટર્સ, નવા બોડી ગ્રાફિક્સ, નવી સ્ટાઈલવાળા ફ્રન્ટ એપ્રન, સાઈડ બોડી પેનલ્સ પર ક્રોમ, 12 ઈંચના વ્હીલ આપવામાં આવ્યા છે.

આ સ્કૂટરને કંપનીએ થોડા સમય પહેલા જ બીએસ6 એન્જિનની સાથે અપગ્રેડ કર્યું હતું. સ્કૂટરમાં નવી સ્ટોપ સિસ્ટમ, ફ્યૂઅલ ઈંજેક્શન ટેક્નોલોજી, બ્લૂટૂથે સ્માર્ટફોન કનેક્ટિવિટી ફિચર, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કંસોલ છે. આ સ્કૂટરમાં બીએસ6 માપદંડનું 109સીસી એન્જિન આપવામાં આવ્યું છે. આમાં કાર્બ્યુરેટરના સ્થાને ફ્યૂલ ઈન્જેક્શન સિસ્ટમ સામેલ કરવામાં આવ્યું છે. આ એન્જિન 8000 આરપીએમ પર 7.68 બીએચપી નો પાવર અને 5250 આરપીએમ પર 8.79 એનએમ ટોર્ક જનરેટ કરે છે.

હોન્ડા શાઈનના ફીચર્સ

કંપનીએ થોડા સમય પહેલા જ આ બાઈકની BS6 માપદંડની સાથે લોન્ચ કરી હતી. નવું ફ્યૂસ ઈન્જેક્ટેડ 125cc એન્જિન, જૂની Honda CB Shineથી ખૂબ વધારે પાવર અને ટોર્ક જનરેટ કરે છે. નવું એન્જિન 7500 rpm પર 10.72 bhp નો પાવર અને 6,000 rpm પર 10.9Nm ટોર્ક જનરેટ કરે છે. નવું BS6 કમ્પ્લાયન્ટ 125સીસી અન્જિનમાં સાઈલેંટ સ્ટાર્ટરની સાથે એન્હેસ્ડ સ્માર્ટ પાવર આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here