Monday, January 24, 2022
Homeએડવાન્સ ફીચર્સથી સજ્જ હોન્ડા CB350 RS મોટરસાયકલ લોન્ચ : કિંમતથી લઈને ફીચર્સ...
Array

એડવાન્સ ફીચર્સથી સજ્જ હોન્ડા CB350 RS મોટરસાયકલ લોન્ચ : કિંમતથી લઈને ફીચર્સ સુધી બધું જાણો.

હોન્ડા મોટરસાયકલ ઈન્ડિયાએ ભારતમાં CB350 RS મોટરસાયકલને લોન્ચ કરવાની સાથે પોતાની CB રેન્જ વધારી દીધી છે. નવી મોટરસાયકલને સ્ક્રેમ્બલર લુક આપવામાં આવ્યો છે. તેની એક્સ-શોરૂમ કિંમત 1.96 લાખ રૂપિયા છે. તેનું વેચાણ હોન્ડાના બિગવિંગ શોરૂમથી કરવામાં આવશે, ડિલિવરી માર્ચથી શરૂ થશે.

CB350 RS પહેલાથી માર્કેટમાં હાજર હાઈનેસ CB350ના પ્લેટફોર્મ પર જ બેસ્ડ છે. બંને એકબીજામાં ફ્રેમ, એન્જિન સહિત અન્ય કમ્પોનન્ટ શેર કરે છે. કિંમતની વાત કરીએ તો CB350 RS, પહેલાથી લોન્ચ થયેલી CB350 DLC પ્રો કરતા 3 હજાર રૂપિયા વધુ મોંઘી છે.

હોન્ડા CB350 RS:બેઝિક ડિટેઈલ

લંબાઈ 2,163 મિમી
પહોંળાઈ 800 મિમી
ઉંચાઈ 1,107 મિમી
વ્હીલબેસ 1,441 મિમી
ગ્રાઉન્ડ ક્લિયરન્સ 166 મિમી
કર્બ વેટ 181 કિલો
સીટ હાઈટ 800 મિમી
ફ્યુઅલ ટેંક કેપેસિટી 15 લિટર
ફ્રંટ ટાયર 100/90 R19
રિઅર ટાયર 150/70 R17

 

હોન્ડા CB350 RS: તેમાં હાઈનેસ CB350 જેવું જ એન્જિન છે

નવી CB350 RSના એન્જિનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. તેમાં CB350ની જેમ જ 348.36 સીસીનું સિંગલ સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન છે, જે 5,500RPM પર 21 હોર્સપાવરનો મહત્તમ પાવર આઉટપુટ અને 3,000RPM પર 30NMનો પીક ટોર્ક આપે છે. પાવરટ્રેન એક સ્લિપર ક્લચની સાથે પાંચ-સ્પીડ ટ્રાન્સમિશન સાથે જોડાયેલ છે અને અસિસ્ટ કલ્ચ હાઈનેસની જેમ જ સ્ટાન્ડર્ડ છે.

હોન્ડા CB350 RS: ડિઝાઈન અને ફીચર્સ

  • બાઈક રેગ્યુલર CB350નું એક સ્પોર્ટિયર વર્ઝન છે. તેમાં ડ્યુઅલ ટોન ફ્યુઅલ ટેંક, ફોરવર્ડ પોઝિશન રાઈડિંગ, સીટ્સ, અન્ડરસીટ, LED ટેલ લેમ્પ, ફ્રન્ટ ફોર્ક બૂટ, સ્પોર્ટી ગ્રેબ રેલ, સ્કિડ પ્લેટ, વાઈડ પેટર્ન ટાયર અને એક યુનિક હેડલેમ્પ રિંગ સામેલ છે.
  • તે ઉપરાંત તેમાં શાર્પ LED ટર્ન ઈન્ડિકેટર્સ, બેટરી વાલ્ટમીટર રીડિંગ, ગિયર પોઝિશન ઈન્ડિકેટર, માઈલેજ ઈન્ડિકેટર્સ, હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ (HSTC), હીટ શીલ્ડની સાથે બ્લેક ફિનિશ્ડ એક્ઝોસ્ટ સિસ્ટમ જેવા એલિમેન્ટ્સ પણ જોવા મળે છે.
  • CB350 RS અત્યારે પોતાના માટે જગ્યા બનાવી રહી છે કેમ કે ભારતમાં આ કિંમતમાં કોઈ સ્ક્રેમ્બલર નથી. તેમાં સાત-સ્પોક વાઈ-આકારના અલોય વ્હીલ, અપસ્વેપ્ટ એક્ઝોસ્ટ સિસ્ટમ, બ્લેક ફ્રન્ટ અને રિઅર ફેન્ડર, 15-લિટરનું ફ્યુઅલ ટેંક, 310 મિમી ફ્રંટ અને 240 મિમી રિઅર ડિસ્ક બ્રેકની સાથે ડ્યુઅલ ચેનલ ABS સિસ્ટમ મળે છે.
  • હાઈનેસની જેમ તેમાં પણ હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ (HSTC),બ્લૂટૂથ કનેક્ટિવિટીની સાથે એક સેમી-ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, હેઝર્ડ લેમ્પ, ટેલિસ્કોપિક ફ્રંટ ફોર્ક્સ, ટ્વિન રિઅર શોક ઓબ્ઝર્વર પણ પેકેજનો ભાગ છે. CB350 RSનો પર્લ સ્પોર્ટ્સ યેલોની સાથે બે કલર સ્કીમ જેવા રેડિઅન્ટ રેડ મેટાલિક અને બ્લેકમાં લોન્ચ કરવામાં આવી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular