Friday, March 29, 2024
Homeન્યૂ લોન્ચ : Honda CITYનો નવો સેક્સી લુક આવ્યો સામે, માઈલેજ પણ...
Array

ન્યૂ લોન્ચ : Honda CITYનો નવો સેક્સી લુક આવ્યો સામે, માઈલેજ પણ વધી અને મોટી સાઈઝમાં દેખાઈ છે આવી

- Advertisement -

હોન્ડા સિટીની નવી કારને થાઈલેન્ડમાં વર્લ્ડ પ્રીમિયરમાં રજૂ કરવામાં આવી છે. ભારતમાં આવતા વર્ષે આ કાર લોન્ચ થઈ શકે છે. કંપનીએ દાવો કર્યો છે કે, નવી કારની સાઈઝ વર્તમાન મોડલ કરતા મોટી છે અને તે માઈલેજ પણ વધુ આપશે. હોન્ડાએ પાંચમી જનરેશનની સિડેન કાર હોન્ડા સિટી કારને કંપનીના લક્ઝરી મોડલ એકોર્ડ અને સિવિકથી ઈન્સ્પાયર થઈને તૈયાર કરવામાં આવી છે.

  • નવી હોન્ડા સિટીમાં 23.8 પ્રતિ લીટર માઈલેજ મળશે
  • નવી હોન્ડા સિટીના એક્સટિરિયરથી લઇને ઇન્ટિરિયર સુધી ઘણા ફેરફાર કર્યા છે
  • નવી કારની સાઈઝ વર્તમાન મોડલ કરતા મોટી છે

કારના વેચાણને વધારવા કંપનીએ નવી હોન્ડા સિટીના એક્સટિરિયરથી લઈને ઈન્ટિરિયર સુધી ઘણાં ફેરફાર કર્યા છે. નવી હોન્ડા સિટીનું કેબિન વર્તમાન કરતાં વધુ સ્પેસિયસ હશે. કારનું ઈન્ટિરિયર ડ્યુઅલ ટોન કલરમાં હશે. સાથે જ કારમાં લેધરની સીટ પણ મળશે.

નવી હોન્ડા સિટી કારને ઈગ્નાઈટ રેડ મેટાલિક, પ્લેટિનમ વ્હાઈટ પર્લ, ક્રિસ્ટલ બ્લેક પર્લ, લુનાર સિલ્વર મેટાલિક, મોડર્ન સ્ટીલ મેટાલિક અને વ્હાઈટ એમ 6 કલરમાં લોન્ચ કરવામાં આવી છે. સાથે જ કારના ફ્રંટમાં મોટી અને પહોળી ક્રોમ ગ્રિલ, ડેટાઈમ રનિંગ લાઈટ્સ (DRL)ની સાથે રિવાઈઝ્ડ રેપરાઉન્ડ એલઈડી હેડલેમ્પ્સ અને નવી ડિઝાઈનના ફોગ લેમ્પ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. ઉપરાંત કારની પાછળની તરફ C- શેપમાં એલઈડી ટેલલેમ્પ્સ અને વર્ટિકલ પોઝિશનમાં રિફ્લેક્ટર્સ લાગેલા છે. સાથે જ નવી ડિઝાઈનનો રિયર બંપર પણ આપવામાં આવ્યું છે. કારમાં મલ્ટી સ્પોક ડાયમંડ કટ અલોય વીલ્ઝ છે.

સાઈઝમાં પણ ફેરફાર

નવી હોન્ડા સિટી 100mm વધુ લાંબી અને 53mm વધુ પહોળી છે. જોકે, તેની ઊંચાઈ 53mm અને વીલબેસ 11mm ઓછું છે. સેફ્ટી મામલે નવી કારમાં 6 એયરબેગ્સ, મલ્ટી-એન્ગલ રિયર વ્યૂ કેમરા, એબીએસ, ઈબીડી, વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ અને હિલ સ્ટાર્ટ અસિસ્ટ જેવા ફીચર્ચ આપવામાં આવ્યા છે.

નવી હોન્ડા સિટીમાં 23.8 પ્રતિ લીટર માઈલેજ મળશે

નવી હોન્ડા સિટી ડેશબોર્ડ અને માઉન્ટેન ઓડિયો, બ્લૂટૂથ તથા ક્રૂઝ કંટ્રોલની સાથે નવી ડિઝાઈનની મલ્ટી ફંક્શન સ્ટીયરિંગ વીલ જેવા ફીચર્સથી સજ્જ છે. આ સિવાય તેમાં એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લેની સાથે 8 ઈંચની નવી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. ભારતીય બજારમાં આવનારી નવી હોન્ડા સિટીમાં બીએસ6 કમ્પ્લાયંટ 1.5 લીટર iDTEC ડીઝલ અને 1.5 લીટર પેટ્રોલ એન્જિન હશે. કંપનીએ દાવો કર્યો છે કે નવી હોન્ડા સિટીમાં 23.8 પ્રતિ લીટર માઈલેજ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular