લોકડાઉનમાં હોન્ડાએ Activa 125ની કિંમત વધારી, હવે ગ્રાહકે સ્કૂટર ખરીદવા 552 રૂપિયા વધારે ચૂકવવા પડશે

0
15

દિલ્હી. દેશભરમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિ સર્જાઈ છે. સરકારના આદેશ પ્રમાણે આ લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. આ પિરિઅડ દરમિયાન ઓટોમોબાઇલ કંપની હોન્ડાએ તેના બેસ્ટ સેલિંગ સ્કૂટર Activa 125ની કિંમત વધારી દીધી છે. ગ્રાહકે હવે આ સ્કૂટર ખરીદવા 552 રૂપિયા વધારે આપવા પડશે.

હવે નવા હોન્ડા Activa 125 સ્કૂટરની કિંમત 68,042 રૂપિયાથી લઇને 75,042 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ કંપનીનું ફર્સ્ટ BS6 વ્હીકલ હતું, જેને કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કર્યું હતું. કંપનીએ આ સ્કૂટરમાંએન્જિન અપગ્રેડ કરવાની સાથે તેની ડિઝાઇન અને ફીચર્સમાં પણ ફેરફાર કર્યા છે.

નવા Activa 125માં કંપનીએ મોટી ફ્રેમ નાખી છે, જેનાથી તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધી ગયું છે. તેમાં કંપનીએ 124ccનુંસિંગલ સિલિન્ડરયુક્ત એન્જિન નાખ્યું છે, જે ફ્યુલ ઇન્જેક્શન ટેક્નોલોજીથી સજ્જ છે. આ એન્જિન 8bhp પાવર અને 10.3 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરમાં ફ્રિક્શન રિડ્યૂસ અને હોન્ડા સ્માર્ટ પાવર ટેક્નોલોજીનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે તેની એવરેજ વધારે છે.

આ ઉપરાંત, આ સ્કૂટરમાં સાઇલન્ટ સ્ટાર્ટ ACG ટેક્નોલોજી પણ આપવામાં આવી છે, જે અવાજ કર્યા વગર જ સ્કૂટર સ્ટાર્ટ કે છે. આ સ્કૂટરમાં કંપનીએ LED હેડટલેમ્પ, સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, મેટલ બોડી વગેરે જેવાં ફીચર્સ આપ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here