હોન્ડાએ વોરંટી એક્સટેન્ડ પ્રોગ્રામ રજૂ કર્યો, 550 દિવસ પહેલા વ્હીકલ ખરીદ્યું હશે તો પણ તેની વોરંટી 3 વર્ષ વધી જશે

0
8

દિલ્હી. લોકડાઉન દરમિયાન ઘણી ઓટોમોબાઇલ કંપનીઓએ ગ્રાહકોને રાહત આપવા વ્હીકલનો  સર્વિસ અને વોરંટી પિરિઅડ વધાર્યો હતો. પરંતુ હવે જ્યારે દેશભરમાં લોકડાઉનમાં છૂટ આપવામાં આવી છે અને લોકો પોતાનું રાબેતા મુજબ જીવન જીવવાનું શરૂ કરી ચૂક્યા છે તેમ છતાં હોન્ડા તેના ગ્રાહકો ફાયદો કરાવી રહી છે. હોન્ડાએ તેના તમામ ટૂ વ્હીલર્સની વોરંટી એનરોલમેન્ટ પિરિઅડ વધારવાની જાહેરાત કરી છે. આ સુવિધા ઓપ્શનલ છે. ઇચ્છુક ગ્રાહક 550 દિવસ પહેલા ખરીદેલા નવા વાહનોની વોરંટી પણ 3 વર્ષ માટે વધારી શકશે. તેનો અર્થ એ કે જો વાહન 1.5 વર્ષ જૂનું હોય તો પણ તેની વોરંટી વધારી શકાશે.

BS6 મોડેલ કુલ 6 વર્ષની વોરંટી મળશે

હોન્ડા મોટરસાઇકલની એક્સટેન્ડેડ વોરંટી સ્કીમ એ લોકો માટે ફાયદાકારક સાબિત થશે જેમના વાહનો 1 વર્ષ કરતાં વધારે જૂનાં છે. એક્સટેન્શન પછી ગ્રાહકોને કુલ 5 વર્ષની વોરંટી મળશે (2 વર્ષ સ્ટાન્ડર્ડ + 3 વર્ષ એક્સટેન્ડેડ) જ્યારે BS6 મોડેલ પર કુલ 6 વર્ષની વોરંટી મળશે (3 વર્ષ સ્ટાન્ડર્ડ + 3 વર્ષ એક્સટેન્ડેડ).

હાઇ કોસ્ટ પાર્ટ પણ કવર થશે

હોન્ડાએ જણાવ્યું કે, એક્સટેન્ડેડ વોરંટીની કન્ડિશન સ્ટાન્ડર્ડ વોરંટી જેવી જ રહેશે. કંપનીએ એમ પણ જણાવ્યું કે, વોરંટીમાં હાઇ કોસ્ટ પાર્ટ્સ પણ કવર થશે અને આ દેશભરમાં લાગુ થશે.