ટીઝર : હોન્ડા Livo બાઇકનું BS6 મોડેલ લાવી રહી છે, કિંમત ₹2 હજારથી ₹4 હજાર વધવાની શક્યતા

0
0

દિલ્હી. હોન્ડા Grazia BS6 સ્કૂટરના લોન્ચિંગ પછી હોન્ડા હવે એક નવી બાઇક લાવવાની તૈયારી કરી રહી છે. હોન્ડાએ આ નવાં મોડેલનો ટીઝર વીડિયો પણ રિલીઝ કરી દીધો છે. જો કે, કંપનીએ હજી આ બાઇકનું નામ અને તેની ડિટેલ્સ શેર નથી કરી. પરંતુ ટીઝરમાં જોવા મળી રહ્યું છે કે બાઇક એકદમ સ્ટાઇલિશ છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બાઇક 2020 Honda Livo BS6 છે. ટીઝર વીડિયોમાં હોન્ડાની આ નવી બાઇકની કેટલીક ડિટેલ્સ પણ સામે આવી છે. નવી હોન્ડા લિવો માર્કેટમાં હીરોની સ્પ્લેન્ડર iSmart બાઇક સાથે સ્પર્ધા કરશે, જેની કિંમત 67,100 રૂપિયા છે. અપડેટેડ હોન્ડા લિવોની કિંમત જૂનાં મોડેલ કરતાં 2 હજારથી 4 હજાર રૂપિયા વધારે રહેવાની શક્યતા છે. BS4 લિવોની કિંમત 56,664 રૂપિયા હતી.

લેટેસ્ટ ફીચર્સ

ટીઝર વીડિયોમાં બાઇક V-શેપ હેડલેમ્પ અને મસ્ક્યુલર ફ્યુલ ટેંક સાથે જોવા મળી રહી છે. રિઅરમાં આ બાઇકમાં ફેમિલિયર ટેલલેમ્પ આપવામાં આવ્યો છે. આ અપડેટેડ બાઇકમાં નવા હેલોઝન હેડલેમ્પ, સિંગલ સીટ, એન્જિન કિલ સ્વીચ અને નવું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોવા મળશે.

બ્રેકિંગ અને સસ્પેન્શન

હોન્ડા લિવો BS6ના ડિજિટલ એનાલોગ ક્લસ્ટરને પણ રિવાઇઝ્ડ કરવામાં આવ્યું છે. અપડેટેડ રિઅર ડ્રમ બ્રેક સાથે ફ્રંટ ડિસ્ક બ્રેકથી સજ્જ હશે. સસ્પેન્શન સેટઅપ BS4માંથી લેવામાં આવી શકે છે, જેમાં ફ્રંટમાં ટેલિસ્કોપિક અને અરમાં ટ્વીન સસ્પેન્શન શોક અબ્ઝોર્બર્સ છે.

એન્જિન ડિટેલ્સ

અપડેટેડ હોન્ડા લિવોમાં કરન્ટ મોડેલનું 109cc, સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન મળશે, જે BS6 કમ્પ્લાયન્ટ હશે. અપડેટેડ એન્જિનના પાવર અને ટોર્ક વિશે હજી કોઈ જાણકારી સામે નથી આવી. પરંતુ આ BS4 મોડેલ જેટલું જ હશે એવી અપેક્ષા છે. BS4માં આ એન્જિન 8bhp પાવર અને 9Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here