Friday, August 6, 2021
Homeડિસ્કાઉન્ટ : હોન્ડા તેની લક્ઝરી સિવિક પર 2.50 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ...
Array

ડિસ્કાઉન્ટ : હોન્ડા તેની લક્ઝરી સિવિક પર 2.50 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે, અમેઝ અને WR-V પર પણ બમ્પર છૂટ

આ ફેસ્ટિવ સિઝનમાં તમે હોન્ડા કંપનીની કાર ખરીદવાનું વિચારી રહ્યા હો, તો આ મહિનો તમારા માટે બેસ્ટ રહેશે. હકીકતમાં કંપની સિલેક્ટેડ મોડેલ પર 2.50 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપનીના આ ડિસ્કાઉન્ટ લિસ્ટમાં હોન્ડા સિવિક, અમેઝ, અને WR-V મોડેલ સામેલ છે. તેના પર મિનિમમ 20,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ તો મળશે જ. ડિસ્કાઉન્ટ પર એક નજર કરીએ …

હોન્ડા સિવિક
2.50 લાખ રૂપિયા સુધીનો ફાયદો

કંપનીએ તેની ફ્લેગશિપ સિડેન સિવિક પર સૌથી વધારે 2.50 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. ડીલર્સ તેના પેટ્રોલ વેરિઅન્ટ પર 1 લાખ રૂપિયા અને ડીઝલ વેરિઅન્ટ પર 2.50 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. કંપનીએ તેનું BS6 મોડેલ પણ લોન્ચ કર્યું છે. આ કાર 1597ccથી લઈને 1799cc સુધી એન્જિન વેરિઅન્ટમાં આવે છે. તમે તેને મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશનની સાથે ખરીદી શકો છો.

હોન્ડા સિવિકની એક્સ-શોરૂમ કિંમત

વેરિઅન્ટ કિંમત
V CVT પેટ્રોલ 17,93,900 રૂપિયા
VX CVT પેટ્રોલ 19,44,900 રૂપિયા
ZX CVT પેટ્રોલ 21,24,900 રૂપિયા

હોન્ડા અમેઝ
27,000 રૂપિયા સુધીનો ફાયદો

કંપની બીજું મોટું ડિસ્કાઉન્ટ હોન્ડા અમેઝ પર આપી રહી છે. આ કાર પર 27 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ છે. 2018માં કંપનીએ તેની આ કારના મોડેલને સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. ત્યારબાદ તે લક્ઝરી કાર જેવી દેખાવા લાગી. તેનું ઇન્ટિરીયર પણ બદલવામાં આવ્યું છે. આ કારમાં 1.2 લીટર પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. કાર પર 12 હજાર રૂપિયાની એક્સિડન્ટ વોરંટી ઓફર અને 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બેનિફિટ મળી રહ્યું છે. ​​​​​​​

હોન્ડા અમેઝની એક્સ-શોરૂમ કિંમત

વેરિઅન્ટ કિંમત
E MT પેટ્રોલ 6,17,000 રૂપિયા
S MT પેટ્રોલ 6,88,000 રૂપિયા
V MT પેટ્રોલ 7,48,000 રૂપિયા
S CVT પેટ્રોલ 7,78,000 રૂપિયા
VX MT પેટ્રોલ 7,96,000 રૂપિયા
V CVT પેટ્રોલ 8,38,000 રૂપિયા
VX CVT પેટ્રોલ 8,79000 રૂપિયા

હોન્ડા WR-V
20,000 રૂપિયા સુધીનો ફાયદો

હોન્ડા તેની આ કાર પર 20 હજાર રૂપિયાનો ફાયદો આપી રહી છે. આ કારમાં 1.2 લીટર પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. તેને ઓટોમેટિક ગિયરબોક્સની સાથે પણ ખરીદી શકાય છે. તે ભારતીય માર્કેટમાં તેના સેગમેન્ટમાં હ્યુન્ડાઈ વેન્યૂ, મહિન્દ્રા XUV300 અને ફોર્ડ ઇકોસ્પોર્ટને ટક્કર આપે છે. કંપની કારના તમામ વેરિઅન્ટ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.

હોન્ડા WR-Vની એક્સ-શોરૂમ કિંમત

વેરિઅન્ટ કિંમત
SV MT પેટ્રોલ 8,49,900 રૂપિયા
VX MT પેટ્રોલ 9,69,900 રૂપિયા
SV MT ડીઝલ 9,79,900 રૂપિયા
VX MT ડીઝલ 10,99,900 રૂપિયા

નોંધઃ તમારા ડીલર તમને વધારાનું ડિસ્કાઉન્ટ આપી શકે છે. આ ઓફર વિવિધ ડીલર્સની પાસે બદલાઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments