Honda 2020માં આપી રહી છે લાખો રૂપીયાનું ડિસ્કાઉન્ટ, જાણો ક્યાં મૉડલ પર કેટલી છુટ

0
45

વર્ષ 2019 ઓટો સૅક્ટર માટે ડિસ્કાઉન્ટ યુક્ત રહ્યું છે. કારણ કે, કાર કંપનીઓએ પોતાનો સ્ટોક ખતમ કરવા માટે ખૂબ જ ઓફર આપી હતી. કંપનીઓએ એપ્રિસ 2020 પહેલા પોતાનો જૂનો બીસ-4 વાળો સ્ટૉક ખતમ કરવો છે, તો ઘણી કંપનીઓને આ મૉડલનું પ્રોડક્શન પણ બંધ કરી દીધું છે. તેથી હોન્ડા પોતાની કારને 5 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, ત્રણ વર્ષની અનલિનિટેડ KM વોરંટી અને લૉયલ્ટી બૉનસ ઓફર પણ આફી રહી છે. તો ચાલો જાણીએ હોન્ડાની ગાડીઓ પર કેટલી છુટ.

Honda BR-V(1,10,000 લાખ રૂપીયા)

હોન્ડા કાર ક્રોસઓવર એસયુવી BR-V પર 1,10,000 લાખ રૂપીયા સુધીની છુટ મળી રહી છે. જેમાં કેશ ડિસ્કાઉન્ટ અને એક્સટેન્જ બૉનસનો પણ સમાવેશ થાય છે. BR-Vમાં 1.5 લીટર ડીઝલનું ઈંધણ મળે છે અને તેના પેટ્રોલ વૅરિયન્ટમાં સીવીટી ઓપ્શન આવે છે. Honda BR-Vની એક્સ શોરૂમની કીમત 9.53 લાખથી 13.83 લાખ રૂપીયા સુધી છે.

Honda City (62 હજાર રૂપીયા)

હોન્ડા પોતાના પોપ્યુલર મૉડલ સૅડાન કાર સિટી પર કંપની જોરદાર ડિસ્કાઉન્ટ આપી રહી છે. સિટી કંપની 62 હજાર રૂપીયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપનીએ હોન્ડા સિટીને નવા BS-6 એન્જીન સાથે પણ લૉન્ચ કરી દીધીછએ. જો કે, કંપનીએ આ મૉડલ પર કોઈપણ પ્રકારની છુટ આપી નથી. સિટીની એક્સ શૉ રૂમ કિંમત 9.91 લાખ રૂપીયયાથી 14.31 લાખ રૂપીયા સુધી છે.

Honda WR-V (45 હજાર રૂપીયા)

હોન્ડા પોતાની કૉમ્પૈક્ટ SUV WR-V પર પ 45 હજાર રૂપીયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. WR-V ની સ્પર્ધા Maruti Suzuki Vitara Brezza, Hyundai Venue, Mahindra XUV300, Tata Nexon અને Ford EcoSport સાથે છે. જેમાં 1.2 લીટર પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલનું એન્જીન સામેલ છે. આ મૉડલની એક્સ શૉ રૂમ કિંમત 8.08 રૂપીયાથી લઈને 10.48 લાખ રૂપીયા સુધીની છે.

Honda CR-V (5 લાખ રૂપીયા)

હોન્ડા પોતાની SUV સેગમેન્ટની ગાડી CR-V પર સૌથી વધારે 5 લાખ રૂપીયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. હોન્ડા CR-Vના પેટ્રોલ અને ડીઝલ બંને વૈરિયન્ટ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Honda CR-V ની એક્સ શૉ રૂમ કિમત 28.27 લાખ થી 32.77 લાખ સુધીનું છે.

Honda Civic (2.5 લાખ રૂપીયા)

હોન્ડા 2019ના વર્ષમાં લૉન્ચ કરેલી સૅડાન કાર હોન્ડા સિવિકના ડીઝલ વેરિયન્ટ પર 2.5 લાખ રૂપીયા અને પેટ્રોલ વેરિયેન્ટ પર 2 લાખ રૂપીયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. સિવિક લગ્ઝરી સૅડાન કારની કિંમત 17.94 લાખ રૂપીયાથી 22.35 લાખ રૂપીયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here