ન્યૂ લોન્ચ:હોન્ડાએ CB500X બાઈક લોન્ચ કરી, કાવાસાકી વર્સિસ 650ને ટક્કર મળશે; જાણો કિંમત અને ફીચર્સ

0
5

હોન્ડાએ સોમવારે લોકલ માર્કેટમાં CB500X લોન્ચ કરી છે. તેની કિંમત 6.87 લાખ રૂપિયા છે. બાઈક ગ્રેન્ડ પિક્સ રેડ અને મેટ ગનપાવડર બ્લેક મેટાલિક કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે. કંપનીએ બાઈકનું બુકિંગ્સ પણ શરૂ કર્યું છે. અને દેશભરમાં તે બિગવિંગ ટોપલાઈન અને રેગ્યુલર બિગવિંગ પ્રીમિયમ ડીલરશિપ પર વેચાણ માટે તે અવેલેબલ છે.

હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા પ્રાઈવેટ મેનેજિંગ ડાયરેક્ટર અત્સુશી ઓગાટાએ કહ્યું કે, પેરેલલ ટ્વિન એડવેન્ચર બાઈક હોન્ડા CB500Xને CBD રૂટનાં માધ્યમથી દેશમાં લાવવામાં આવશે. હોન્ડા ભારતમાં ફન કલ્ચરના એક્સપાન્ડેશનનો વાયદો પૂરો કરે છે. આજે અમે પોતાની પ્રીમિયમ લાઈન CB500X બાઈક રજૂ કરી ખુશ છીએ. ખાડાવાળા રસ્તા હોય કે પછી હાઈવે CB500X હંમેશાં એક અવિસ્મરણીય ડ્રાઈવ માટે તૈયાર છે.

હોન્ડા CB500X એડવેન્ચર બાઈકની ડિઝાઈન

CB500Xની ડિઝાઈન આફ્રિકા ટ્વિનથી ઈન્સ્પાયર્ડ છે. તે ફુલ LED લાઈટિંગ સિસ્ટમથી સજ્જ છે. અર્થાત તેના હેડલેમ્પ, ક્લીયર લેન્સ ટેલ લેમ્પ અને ઈન્ડિકેટર LED લાઈટ્સથી સજ્જ છે. તેને ડાયમંડ શેપ સ્ટીલ ટ્યુબ ચેસિસ પર ડેવલપ કરવામાં આવી છે. મેનફ્રેમ 4 માઉન્ટ્સ એન્જિન સાથે કનેક્ટેડ છે અને 181mmનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ પ્રદાન કરે છે.

સસ્પેન્શન માટે તેમાં 41mm ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોકર્સ અને 9 સ્ટેજ સ્પ્રિંગ પ્રીલોડેડ એડ્જસ્ટમેન્ટ સાથે હોન્ડા પ્રો લિંક રિયર સસ્પેન્શન છે. ઈક્વિપમેન્ટ લિસ્ટમાં એક ટોલ વિન્ડસ્ક્રીન, લાઈટવેટ મલ્ટિ સ્પોક કાસ્ટ એલ્યુમિનિયમ વ્હીલ્સ 19 ઈંચનું ફ્રન્ટ અને 17 ઈંચનું રિઅર ESS (ઈમર્જન્સી સ્ટોપ સિગ્નલ) ટેક્નોલોજી સામેલ છે.

હોન્ડા CB500X એડવેન્ચર બાઈક: ફીચર્સ

હોન્ડા CB500Xની સીટ હાઈટ 830mm અને હોન્ડા ડ્યુઅલ પર્પઝ એડવેન્ચર ટૂટર સાથે હોન્ડા HISS (હોન્ડા ઈગ્નિશન સિક્યોરિટી સિસ્ટમ) પ્રદાન કરે છે. આ ગિયર પોઝિશન ઈન્ડિકેટર, એન્જિન ટેમ્પરેચર ઈન્ડિકેટર, ABS ઈન્ડિકેટર વગેરે સાથે એક નેગેટિવ ડિસ્પ્લે LCD મીટર સાથે આવે છે. તેમાં 310mm ફ્રન્ટ ડિસ્ક અને 240mm રિયર પેટલ ડિસ્ક બ્રેક છે, જે ડ્યુઅલ સિસ્ટમ સાથે કનેક્ટેડ છે.

હોન્ડા CB500X એડવેન્ચર બાઈક: એન્જિન પાવર

બાઈકની કિંમત TRK 502 (કિંમત 4.8 લાખ રૂપિયા) અને કાવાસાકી વર્સિસ 650 (કિંમત 8.84 લાખ રૂપિયા)ની વચ્ચે છે. તેને 8 વૉલ્વ, લિક્વિડ કૂલ્ડ, પેરેલલ ટ્વિન એન્જિનથી પાવર મળે છે. તે 850 rpm પર 47.5 hpનો મેક્સિમમ પાવર અને 6500 rpm પર 43.2 Nmનું પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 6 સ્પીડ ટ્રાન્સમિનશન સાથે અટેચ કરવામાં આવ્યું છે. તેમાં સ્લિપ અને અસિસ્ટ ક્લચ સ્ટાન્ડર્ડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here