દમદાર ફિચર્સ સાથે Hondaએ નવા અવતારમાં લૉન્ચ કરી આ ધાકડ બાઇક! પહેલાં કરતાં આપશે વધુ માઇલેજ

0
69

1 એપ્રિલથી દેશભરમાં BS6 સ્ટાન્ડર્ડ લાગુ થઇ રહ્યુ છે જેના કારણે વાહન નિર્માતા કંપનીઓ પોતાના BS 4 મોડેલને નવા BS6 વેરિએન્ટ સાથે લૉન્ચ કરી રહી છે. તેવામાં Hondaએ પોતાના સસ્તા બાઇક Honda Shineનું નવુ BS6 વેરિએન્ટ લૉન્ચ કર્યુ છે. હોન્ડાની આ બાઇકની કિંમત 67,857 રૂપિયા છે. ચાલો તમને આ બાઇકના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે જણાવીએ…

એન્જિન અને પાવર

એન્જિન અને પાવરની વાત કરવામા આવે તો Honda Shine BS6માં 124cc 4 સ્ટ્રોક એસઆઇ BS6 એન્જિન આપવામાં આવ્યું છે જે 7500 Rpm પર 10.59 Hpનો પાવર અને 6000 Rpm પર Nmનો ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશનની વાત કરીએ તો એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. આ બાઇક સેલ્સ સ્ટાર્ટ અને કિક સ્ટાર્ટ સિસ્ટમ આપવામાં આવી છે. જે 14 ટકા વધુ ફ્યૂલ ઇકોનોમી આપે છે અને અગાઉના વર્ઝનના મુકાબલે વધુ ફ્યૂલ એફિશિએન્ટ છે.

HMSIના પ્રેસિડેંટે જણાવ્યું કે, Shine BS6 દ્વારા 125cc સેગમેન્ટ વાળી બાઇકમાં નવા રિવોલ્યુશન તરફ આગળ વધી રહ્યાં છીએ અને તેનાથી બિઝનેસમાં વધુ મજબૂતી મળશે. તેમણે કહ્યું કે કંપનીએ અત્યાર સુધી BS6 એન્જિન વાળા ટુવ્હીલરના 2.5 લાખ યુનિટ્સ વેચ્યા છે.

HMSIના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું કે Shine મોડેલ્સના 8 મિલિયનથી વધુ યુનિટ્સ વેચાઇ ચુક્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે હોન્ડાની ઉમદા ટેક્નોલોજી, 5-સ્પીડ ટ્રાન્સમિશન અને નવા ફીચર્સથી સજજ Shine BS6માં 14 ટકા વધુ ફ્યૂલ એફિસિએન્સી છે. Shine BS6 ફેબ્રુઆરી 2020ના અંત સુધી પહોંચવાની શરૂ થશે.

બ્રેકિંગ સિસ્ટમ

બ્રેકિંગ સિસ્ટમના મામલે Honda Shine BS6ના ફ્રન્ટમાં 240mm ડિસ્ક બ્રેક 130mm ડ્રમ બ્રેક ઓપ્શન અને રિયરમાં 130mm ડ્રમ બ્રેક આપવામાં આવી છે. ડાયમેંશનના મામલે Honda Shine BS6ની લંબાઇ 20146mm, પહોળાઇ 737 mm, ઉંચાઇ 1116 mm, વ્હીલબેસ 1285 mm, ગ્રાઉન્ડ ક્લીયરન્સ 162 , વજન ડિસ્ક 115 કિલો, ડ્રમ 114 કિલો, સીટની લંબાઇ 651mm, સીટની ઉંચાઇ 791 mm.

નવા ફિચર્સ

નવી શાઇન બાઇકમાં બીએસ -6 અપગ્રેડેશન ઉપરાંત કેટલાક નવા ફિચર્સ પણ ઉમેરવામાં આવ્યાં છે. બાઇકનું એન્જિન હોન્ડાની એસીજી સ્ટાર્ટર સાથે આવે છે, જે સાઇલેન્ટ સ્ટાર્ટ આપે છે. આ સિવાય ફ્યુઅલ ઇન્જેક્ટેડ ટેકનોલોજી અને ઓટોમેટિક ચોક સિસ્ટમ પણ આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે શાઇન 125 માં નવી 5 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન, ડાયરેક્ટ કરન્ટ હેડલેમ્પ, પાસબાય સ્વીચ અને કોમ્બી બ્રેક સિસ્ટમ છે. અન્ય ફિચર્સમાં ક્રોમ ગાર્નિશ સાથે ફ્રન્ટ વાઇઝર, સાઇડ કવર પર ક્રોમ સ્ટ્રોક, બોડી ગ્રાફિક્સ અને ક્રોમ મફલર કવર શામેલ છે.

6 વર્ષની વોરંટી

નવા BS-VI હોન્ડા શાઇન 125 પર હવે 162 mm નુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે જે 5 mm વધુ છે. આ સિવાય વ્હીલબેસને 19 mm વધુ એટલે કે 1285 mm અને 27 મીમી લાંબી સીટ મળશે. હોન્ડા આ બાઇક પર 6 વર્ષ (3 વર્ષ સ્ટાન્ડર્ડ + 3 વર્ષ વૈકલ્પિક એક્સટેંડેડ વોરંટી) નું વિશેષ વોરંટી પેકેજ આપી રહ્યું છે. હોન્ડા શાઇન 125 બીએસ-VI બે વેરિએન્ટ ડ્રમ અને ડિસ્કમાં ઉપલબ્ધ છે. તે 4  કલર ઓપ્શન બ્લેક, જેની ગ્રે મેટાલિક, રિબલ રેડ મેટાલિક અને એથલેટિક બ્લુ મેટાલિકમાં ઉપલબ્ધ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here