ન્યૂ SUV : હોન્ડા નવી સબ-કોમ્પેક્ટ ‘ZR-V SUV’ 2021માં લોન્ચ કરશે, બ્રેઝા-વેન્યુ અને નેક્સાનને ટક્કર આપશે

0
22

હોન્ડા એક નવી સબ-કોમ્પેક્ટ SUV પર કામ કરી રહી છે. તેને Honda ZR-V નામથી માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં હોન્ડા કારે આ નામ રજિસ્ટર્ડ કરાવ્યું છે. તેનાથી ખબર પડે છે કે હોન્ડા પોતાની આ નવી  SUVને એશિયન માર્કેટમાં પણ લોન્ચ કરશે.

હોન્ડા  ZR-V કંપનીનાં હાલનાં SUV લાઇનઅપમાં સામેલ થશે, જેમાં HR-V, CR-V, XR-V, UR-V, BR-V અને WR-V સામેલ છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ નવી SUV અમુક માર્કેટમાં Honda WR-Vને રિપ્લેસ કરશે. જો કે, કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કંપની નવી ZR-Vની સાથે WR-Vને પણ વેચશે. આવું એટલા માટે કારણે કે, WR-V મૂળભૂત રીતે કંપનીના પ્રીમિયમ હેચબેક Jazz નું ક્રોસઓવર વર્ઝન છે, જ્યારે ZR-Vને રગ્ડ SUV ડિઝાઈન મળે તેવી અપેક્ષા છે.

હોન્ડાની આ નવી સબ-કોમ્પેક્ટ SUV ન્યૂ જનરેશન હોન્ડા સિટીવાળા પ્લેટફોર્મ પર આધારિત હોવાનું માનવામાં આવે છે. કંપની આ SUV માટે હોન્ડા અમેઝવાળા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરી શકે છે. આ પ્લેટફોર્મના ઘણા બોડી સ્ટાઈલ અને ઘણા પ્રકારના એન્જિન સાથે સુસંગત હોવાનો દાવો કરવામાં આવે છે.

ભારતીય માર્કેટમાં નવી હોન્ડા ZR-Vની ટક્કર મારુતિ બ્રેઝા, ટાટા નેક્સન, હ્યુન્ડાઇ વેન્યુ, ફોર્ડ ઇકોસ્પોર્ટ, મહિન્દ્રા XUV300 અને કિઆ સોનેટ જેવી SUV સાથે થશે. તે ઉપરાંત જાપાનમાં તેની સીધી ટક્કર Toyota Raize સાથે થશે.

એન્જિન

હોન્ડા ઝેડઆર-વીમાં 1.5 લીટર i-VTEC પેટ્રોલ અને 1.5 લીટર i-DTEC ડીઝલ એન્જિન આપવામાં આવે તેવી સંભાવના છે. ગ્લોબલ મોડેલમાં 1.0 લીટર, 3 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે, જે 122bhp પાવર અને 200Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં મેન્યુઅલ અને CVT, બંને ગિયરબોક્સનો ઓપ્શન મળશે. હોન્ડાની આ નવી સબ-કોમ્પેક્ટ  SUVને વર્ષ 2021માં લોન્ચ કરવામાં આવી શકે છે.

નવી HR-V લાવશે હોન્ડા

હોન્ડા ન્યૂ જનરેશન HR-V SUV પણ લાવશે, જેને વર્ષ 2020ના અંતમાં અથવા 2021ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. નવું મોડેલ હોન્ડાના નવા પ્લેટફોર્મ પર આધારિત હશે. હાલના મોડેલની સરખામણીમાં નવી  HR-V થોડી મોટી હશે, જેનાથી કંપનીને એક નાની અને સસ્તી SUV લાવવા માટે સારી સ્પેસ મળશે. નવી હોન્ડા એચઆર-વી માર્કેટમાં કિઆ સેલ્ટોસ, હ્યુન્ડાઈ ક્રેટા, અને નિસાન કિક્સ જેવી  SUVને ટક્કર આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here