Tuesday, December 7, 2021
Homeન્યૂ લોન્ચ : હોન્ડા WR-V ફેસલિફ્ટ લોન્ચ થઈ, ગ્રાહકે ખરીદવા ₹8.50 લાખથી...
Array

ન્યૂ લોન્ચ : હોન્ડા WR-V ફેસલિફ્ટ લોન્ચ થઈ, ગ્રાહકે ખરીદવા ₹8.50 લાખથી ₹10.99 લાખ ચૂકવવા પડશે

દિલ્હી. હોન્ડાએ WR-V ફેસલિફ્ટ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. તેની દિલ્હી એક્સ શો રૂમ કિંમત 8.50 લાખ રૂપિયાથી લઇને 10.99 લાખ રૂપિયા સુધી છે. જૂનાં વેરિઅન્ટની જેમ અપડેટેડ WR-V પણ પેટ્રોલ અને ડીઝલ એન્જિન ઓપ્શનમાં અવેલેબલ છે. પરંતુ પ્રિ-ફેસલિફ્ટ મોડેલથી વિપરિત આ ફક્ત બે એન્જિન ઓપ્શન SV અને VXમાં જ અવેલેબલ છે.

વેરિઅન્ટ પ્રમાણે કિંમત

વેરિઅન્ટ પેટ્રોલ ડીઝલ
SV 8.50 લાખ રૂપિયા 9.80 લાખ રૂપિયા
VX 9.70 લાખ રૂપિયા 10.99 લાખ રૂપિયા

 

2020 WR-V કેટલી અલગ છે?

હોન્ડાએ આ કારમાં કેટલાક વિઝ્યુઅલ ફેરફાર કર્યા છે, જે તેને ફ્રેશ લુક આપે છે. તેમાં હોરિઝોન્ટલ સ્લેટ્સ સાથે નવી ગ્રિલ, LED ટેલલાઇટ્સ સાથે નવા LED પ્રોજેક્ટર હેડલાઇટ્સ આપવામાં આવી છે. તેમાં 16 ઇંચના એલોય વ્હીલ્સ પણ છે. પેટ્રોલ વર્ઝનમાં 4 હોલ બર્લીના બ્લેક વ્હીલ્સ મળે છે, જ્યારે ડીઝલ મોડેલમાં 5 હોલ શાર્ક ગ્રે યૂનિટ આપવામાં આવ્યું છે. પ્રિ-ફેસલિફ્ટ મોડેલ કરતાં આમાં રૂફ રેલ્સ અને LED DRLs આપવામાં નથી આવ્યા.

અપડેટેડ હોન્ડા WR-V 6 કલર ઓપ્શન પ્રીમિયમ એમ્બર મેટાલિક, લુનાર સિલ્વર મેટાલિક, મોડર્ન સ્ટિલ મેટાલિક, ગોલ્ડન બ્રાઉન મેટાલિક, પ્લેટિનમ વ્હીઇટ પર્લ અને રેડિઅન્ટ રેડ મેટાલિકમાં અવેલેબલ છે. વ્હાઇટ ફિનિશ માટે ગ્રાહકે 4,000 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડશે.

ફીચર્સ

  • ફેસલિફ્ટ વર્ઝનના ફીચર્સમાં બહુ વધારે ફેરફાર જોવા નહીં મળે. તેમાંઅપડેટેડ કેબિન ફેબ્રિક પેટર્ન અને કેબિન અપહોલ્સ્ટ્રી જોવા મળશે.
  • એન્ટ્રી-લેવલ WR-V SV ડ્યુઅલ ફ્રંટ એરબેગ્, રિઅર ડિફોગર, રિઅર પાર્કિંગ કેમેરા, 16 ઇંચના એલોય વ્હીલ્સ, પ્રોજેક્ટર હેડલાઇટ્સ, LED, DRls, ડ્રાઇવર સીટ હાઇટ અડજસ્ટમેન્ટ, પાવર ફોલ્ડિંગ અને અડજસ્ટેબલ ORVMs, પાવર વિન્ડો, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, 7.0 ઇંચની ડિજિપેડ 2.0 ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ ઇન્ટરફેસ, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે કમ્પેટિબલ અને SD કાર્ડ બેઝ્ડ નેવિગેશન આપવામાં આવ્યું છે.
  • જ્યારે ટોપ VX વેરિઅન્ટ રિઅર વાઇપર, LED હેડલાઇટ્સ, ટેલલાઇટ્સ અને ફોગ લાઇટ્સ, ફ્રંટ આર્મરેસ્ટ સેન્ટર, ક્રૂઝ કન્ટ્રોલ, કી-લેસ એન્ટ્રી એન્ડ ગો, લેધર રેપિડ સ્ટિયરિંગ વ્હીલ અને પાવર્ડ સનરૂફ સાથે આવે છે.

એન્જિન ડિટેલ્સ

  • એન્જિન ઓપ્શન પ્રિ-ફેસલિફ્ટ મોડેલ જેવું જ છે. પરંતુ તેનું એન્જિન BS6 કમ્પ્લાયન્ટ છે. તેમાં 1.2 લિટરનું પેટ્રોલ એન્જિન મળશે, જે 90hp અને 110Nm ટોર્ક જનરેટ કરે છે અને 1.5 લિટરનું ડીઝલ એન્જિન મળશે, જે 100hp અને 200Nm ટોર્ક જનરેટ કરે છે.
  • કારમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સ સાથે આવેછે, જ્યારે 1.5 લિટર ડીઝલ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. ફેસલિફ્ટ વર્ઝનમાં ટોમેટિક ટ્રાન્સમિશન નહીં મળશે. ડીઝલ-મેન્યુઅલની ARAI સર્ટિફાઇડ એવરેજ 23.7kpl છે, જ્યારે પેટ્રોલ-મેન્યુઅલની ARAI સર્ટિફાઇડ એવરેજ 16.5kpl છે.
  • WR-V કોમ્પેક્ટ SUV સેગમેન્ટની છે. તેથી, આ કાર ટાટા નેક્સન, હ્યુન્ડાઇ વેન્યૂ, મહિન્દ્રા XUV300 અને ફોર્ડ ઇકોસ્પોર્ટને ટક્કર આપશે. આ ઉપરાંત, હોન્ડા તેના ગ્રાહકોને 3 વર્ષ/અનલિમિટેડ કિલોમીટરની વોરંટી પણ ઓફર કરી રહી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments