હોન્ડાની CB650R અને CBR650R ભારતમાં લોન્ચ થઈ

0
11

હોન્ડાએ ભારતમાં પોતાની નવી બાઈક CB650R અને CBR650Rને લોન્ચ કરી. CBR650Rની એક્સ-શોરૂમ કિંમત 8.88 લાખ રૂપિયા અને CB650Rની એક્સ-શોરૂમ કિંમત 8.67 લાખ રૂપિયા છે. હોન્ડા CBR650Rમાં નવા બોડી ગ્રાફિક્સ અને સાઈડ પેનલ પર કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. તે આ સ્પોર્ટ્સ બાઈકને વધારે એટ્રેક્ટિવ બનાવે છે. તેમાં ફૂલ LED ટ્વિન હેડલાઈટ, LED ટેલ લાઈટ્સ અને LED વિંકર પણ આપવામાં આવી છે.

બાઈકનું એન્જિન અને સ્પેસિફિકેશન

હોન્ડાની આ બાઈક 649cc, DOHC 16-વાલ્વ એન્જિનથી સજ્જ છે. જે 12,000 RPM પર 64 kW પાવર આપે છે. 8,500 RPM પર 57.5NMનો ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 6 સ્પીડ ગિયરબોક્સથી જોડવામાં આવ્યું છે.

CBR650R જૂના મોડેલની તુલનામાં ફ્યુઅલ ટેંક, સાઈડ ફેયરિંગ અને ચાર એક્ઝોસ્ટ પાઈપથી સજ્જ છે. CBR650Rને ગ્રાન્ડ પ્રિક્સ રેડ અને મેટ ગનપાઉડર બ્લેક મેટાલિક કલર્સમાં ખરીદી શકાશે. તેમજ CB650R કેન્ડી ક્રોમોસ્ફીયર રેડ અને મેટ ગનપાઉડર બ્લેક મેટાલિક કલરમાં મળશે.

બંને બાઈક્સમાં ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ મળશે. તેમં સ્પીડ, ટેકોમીટર, ટ્રિપ મીટર, ગિયર પોઝિશન-ઈન્ડિકેટર, ગિયર શિફ્ટ ઈન્ટિકેટક, વોટર ટેમ્પરેચર ગેજ જેવી ડિટેઈલ મળશે.​​​​​​​

સેફ્ટી માટે તેમાં ઈમર્જન્સી સ્ટોપ સિગ્નલ, HISS (હોન્ડા ઈગ્નિશન સિક્યોરિટી સિસ્ટમ) અને HSTC (હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ) પણ છે. તે રિઅર-વ્હીલને સ્લિપ થવાથી અટકાવે છે અને રિઅર વ્હીલ પર ટોર્કને ઓપ્ટિમાઈઝ કરે છે.

કંપની આ બંને બાઈકનું વેચાણ પોતાના બિગ વિંગ ડીલરશીપ દ્વારા કરશે. લોન્ચિંગની સાથે તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. બંને બાઈક્સ ઈન્ડિયન માર્કેટમાં કમ્પલીટ નોક ડાઉન (CKD) રૂટ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે, તેથી તેની કિંમત થોડી વધારે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here