માત્ર સ્વાસ્થ્ય જ નહી સ્કીન માટે પણ ઉપયોગી છે મધનો રસ, ચેહરા પર આ રીતે લગાવશો તો જળવાઈ રહેશે ગ્લો

0
4

મધનો ઉપયોગ કરીને તમે ન માત્ર કેટલીય બીમારીઓથી છૂટકારો મેળવી શકો છો પરંતુ આ સ્કિનને પણ સુંદર બનાવવાના કામમાં આવે છે. મધમાં કેટલાય પોષક તત્ત્વ મળી આવે છે, જે ડાઘ-ધબ્બા, ખીલ અને કરચલીઓ સાથે મુકાબલો કરવામાં મદદ કરે છે. તેને ચહેરા પર નિયમિત લગાવવાથી ચહેરાની ચમક વધે છે. આ સ્કિન પોર્સમાં જમા અશુદ્ધિઓને બહાર કાઢે છે. તમે તેને પોતાની સ્કિન કેર રૂટીનમાં સામેલ કરી શકો છો. થોડાક દિવસ સુધી તેનો ઉપયોગ કરવાથી તમને પોતાના ચહેરા પર સ્પષ્ટ ફરક જોવા મળશે. જાણો, ચહેરા પર તેનો ઉપયોગ કેવી રીતે કરવો?

  • પોતાના હાથમાં એક ચમચી મધ લો અને તેને આખા ચહેરા પર લગાઓ. 5-30 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ ગરમ પાણીથી ધોઇ નાંખો. આ ઉપરાંત તમે ઇચ્છો તો 1 મોટી ચમચી છાશ, 1 ચમચી મધ અને 1 ઈંડાંની જરદી મિક્સ કરીને સ્કિન પર લગાઓ. 20 મિનિટ બાદ તેને ધોઇ નાંખો.
  • ચહેરા પર લગાવવામાં આવેલ મેકઅપને મધથી સાફ કરી શકાય છે. તેનો ઉપયોગ કરવા માટે મધ અને ઑલિવ ઑઇલ મિક્સ કરો અને ચહેરા પર લગાઓ. ત્યારબાદ તેને કોટનથી સાફ લૂછીને ગરમ પાણીથી ધોઇ નાંખો. તેને લગાવવાથી ચહેરા પરના બધા ખીલ દૂર થઇ જાય છે અને ચહેરા પર ચમક જળવાઇ રહે છે.
  • સ્કિનમાંથી ડેડ સેલ્સ હટાવવા માટે બદામ પાઉડર અને મધની 2 ચમચી મિક્સ કરો. ત્યારબાદ તેનાથી પોતાની સ્કિનને સ્ક્રબ કરો અને ફ્રેશ વૉટરથી ધોઇ નાંખો. બદામ સ્કિનને એક્સફૉલિયેટ કરવામાં મદદ કરે છે જ્યારે મધ મૉઇશ્વચરાઇઝ કરવાનું કામ કરે છે.
  • જો આ દિવસોમાં તમારી સ્કિન ડ્રાય થઇ રહી છે તો એક ચમચી મધમાં એક ચમચી જૈતૂનનું તેલ અને લીંબૂનો રસ નિચોવીને મિક્સ કરી લો. આ લોશનને 20 મિનિટ માટે ડ્રાયનેસ ધરાવતાં એરિયા પર લગાવો. ત્યારબાદ તેને સાદા પાણીથી ધોઇ નાંખો.

મધ નો ઉપયોગ કરીને તમે ન માત્ર કેટલીય બીમારીઓથી છૂટકારો મેળવી શકો છો પરંતુ આ સ્કિનને પણ સુંદર બનાવવાના કામમાં આવે છે. મધમાં કેટલાય પોષક તત્ત્વ મળી આવે છે, જે ડાઘ-ધબ્બા, ખીલ અને કરચલીઓ સાથે મુકાબલો કરવામાં મદદ કરે છે. તેને ચહેરા પર નિયમિત લગાવવાથી ચહેરાની ચમક વધે છે. આ સ્કિન પોર્સમાં જમા અશુદ્ધિઓને બહાર કાઢે છે. તમે તેને પોતાની સ્કિન કેર રૂટીનમાં સામેલ કરી શકો છો. થોડાક દિવસ સુધી તેનો ઉપયોગ કરવાથી તમને પોતાના ચહેરા પર સ્પષ્ટ ફરક જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here