Thursday, March 28, 2024
Homeહનીટ્રેપ : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.કે બ્રહ્મભટ્ટની...
Array

હનીટ્રેપ : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.કે બ્રહ્મભટ્ટની અટકાયત કરવામાં આવી

- Advertisement -

હની ટ્રેપમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તત્કાલીન મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.કે બ્રહ્મભટ્ટની રવિવારે બપોરે અટકાયત કરવામાં આવી છે. મહિલા ક્રાઈમબ્રાન્ચ કચેરીના મદદનીશ પોલીસ કમિશનરને ફેબ્રુઆરી 2021માં એક અરજી મળી હતી. આરોપીઓ ફેસબુકમાં ફેક આઈડી મારફતે ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલીને માણસોને ફસાવીને તેમની વિરુદ્ધમાં બળાત્કાર અને રેપની અરજીઓ આપી બળાત્કાર તથા પોક્સો જેવા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપતા અને સમાધાન પેટે બળજબરીથી પૈસા કઢાવતા હતા.

હની ટ્રેપના કાંડમાં પોલીસની સંડોવણી
અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા મહિલા PI ગીતા પઠાણ અને તેમની બનાવેલી ગેંગ દ્વારા રીતસર લોકોને સોશિયલ મીડિયામાં ફસાવીને ગેંગની યુવતીઓ હોટલમાં લઈ જતી હતી. ત્યાર બાદ કામ પોલીસ ગેંગનું શરૂ થતું હતું. જે આ યુવતીના નામે ટાર્ગેટને ફોન કરતી હતી અને પોલીસ સ્ટેશનમાં બોલાવી સેટલમેન્ટ કરતી હતી. જેમાં અત્યાર સુધી અનેક લોકો ટાર્ગેટ બની ચુક્યા છે. જ્યારે સત્તાવાર રીતે ચાર ફરિયાદમાં પોલીસ અને તેની ગેંગ દ્વારા 26 લાખ રૂપિયા લોકો પાસેથી પડાવી લીધા છે.આ રૂપિયામાં 50 ટકા ભાગ રાખવામાં આવતો હતો.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

અગાઉ એક વેપારીએ હનીટ્રેપની ફરીયાદ નોંધાવી હતી
ક્રાઈમ બ્રાંચમા અગાઉ એક વેપારીએ હનીટ્રેપની ફરીયાદ નોંધાવી હતી. જેમા અમદાવાદ ક્રાઇમબ્રાંચે જીતેન્દ્ર ઉર્ફે જીતુ મોદી, બીપીન પરમાર, ઉન્નતી ઉર્ફે રાધીકા રાજપુત અને જાનવી ઉર્ફે જીનલ પઢીયારની ધરપકડ કરી હતી. આ આરોપીની પુછપરછમા PI ગીતા પઠાણની સંડોવણી ખુલતા ક્રાઈમ બ્રાંચે તેમની ધરપકડ કરી હતી. પીઆઈ ગીતા પઠાણે આ ટોળકી સાથે મળીને આધેડ પાસેથી રૂપિયા પડાવ્યા હતા.

પીએસઆઈની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી
ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં પી.આઈ ગીતા પઠાણ ઉપરાંત તે સમયના પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.કે બ્રહ્મભટ્ટ તથા મહિલા હેડ કોન્સ્ટેબલ શાદરાબેન ખાંટની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાન્ચે આજે બપોરે પી.એસ.આઈ જે.કે બ્રહ્મભટ્ટની અટકાયત કરી છે. જે અગાઉ પકડાયેલા આોપીઓ પાસેથી અરજીઓ સ્વીકારી સામેના પક્ષને ફોન કરીને સમાધાન માટે પોલીસ સ્ટેશન બોલાવતા હતા. ક્રાઈમ બ્રાન્ચે હવે આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી હતી કે કેમ તેની વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular