વલસાડ રક્તદાન કેન્દ્ર તરફ થી યુવા મિત્ર મંડળનું કરાયું સન્માન 

0
10
વલસાડ જિલ્લામાં કોરોના ના લોકડાંઉન દરમ્યાન વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા મોબાઈલ વાન મોકલી ને 30 થી વધુ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે આયોજન માટે મહત્વ નો ભાગ ભજવી લોકોમાં રક્તદાન પ્રત્યે જાગત કરવા તેમજ રક્તદાન શિબિર નું આયોજન કરનારા આયોજકો ને આજે રક્તદાન કેન્દ્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં યુવા મિત્ર મંડળ પારડી તાલુકા દ્વારા રોહિણા ગામે રક્તદાન શિબિર આયોજન કરવા બાદ યુવા મિત્ર મંડળ વતી ..આજે કલેકટર આર.આર.રાવલ અને વલસાડ જિલ્લાના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ના હસ્તે પારડી યુવા મોરચા ના ઉપપ્રમુખ મયંકભાઈ પટેલ ને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.મયંકભાઈ અને યુવા મિત્ર મંડળ ના યુવાનો ના અથાગ પ્રયાસો થી અનેક જિંદગી ઓને રક્તદાન થી નવજીવન મળ્યું છે આગામી દિવસમાં પણ તેમના દ્વારા આ પ્રકાર ના સેવાકીય કાર્ય માટે તેઓ સદા પ્રયત્નશીલ રેહશે.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NES, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here