સન્માન : આજે રાજ્યના 12 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે

0
39

સ્વાતંત્ર દિવસની ઉજવણી પર આજે દેશની સેવામાં તત્પર અને પોલીસ ક્ષેત્રે આગવી કામગીરી કરવા બદલ આજે 12 પોલીસ અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે. જેમા CID-ઇન્ટલિજન્સ બ્યુરો ગાંધીનગરના PI શૈલેષ રાવલને રાષ્ટ્રપતિ મેડલ અપાશે. તો વાયરલેસ ડિપાર્ટમેન્ટ ગાંધીનગરના PSI નરેશ કુમાર સુથારને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે.

આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમબ્રાંચના હેડ કોન્સ્ટેબલ પ્રતાપજી ચૌહાણ અને ચેતનસિંહ રાઠોડને રાષ્ટ્રપતિ મેડલ અપાશે. તો અમદાવાદ ટ્રાફિક -B ડિવિઝનના ACP આકાશ પટેલ, વેસ્ટર્ન રેલ્વે અમદાવાદના DYSP પિયુષ પિરોજીયા, કચ્છ ગાંધીધામના DYSP શબીર અલી સૈયદ અલી કાઝીને રાષ્ટ્રપતિ મેડલ અપાશે.

જ્યારે પેટલાદના DYSP રજનીકાંત સોલંકી, ભાવનગરના DYSP પ્રતિપાલસિંહ ઝાલાને પણ સન્માનિત કરાશે. તો સુરત ક્રાઈમબ્રાંચના હેડ કોન્સ્ટેબલ સત્યપાલસિંહ તોમર, MT બ્રાંચ વલસાડના PSI લલિતકુમાર મકવાણા અને આણંદના આણંદના DYSP ભરતસિંહ જાડેજાને રાષ્ટ્રપતિ મેડલ અપાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here