અમદાવાદ આવે તેની ગણતરીના કલાકો પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પનો બાહુબલી અવતાર, Video

0
25

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ભારત પ્રવાસ પહેલા જાત જાતની ટ્વીટથી રોમાંચ પેદા કરી રહ્યાં છે. પહેલા આયુષ્માન ખુરાનાની ફિલ્મ સંબંધિત ટ્વીટ કરી તો હવે બાહુબલીના મીમ શેર કરી રહ્યાં છે. ભારત માટે રવાના થયાની થોડી પળો પહેલા અમેરિકી રાષ્ટ્રપતિએ એક વીડિયો શેર કર્યો. આ એક મીમ છે જેમાં તેઓ બાહુબલી અવતારમાં જોવા મળી રહ્યાં છે. આ વીડિયોની સાથે તેમણે લખ્યું કે ભારતમાં મારા સૌથી સારા મિત્રોને મળવા માટે હું ઉત્સુક છું.

ભારત પ્રવાસ માટે રવાના થયાના થોડાક કલાક પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વિટ કરીને કહ્યું કે તેઓ ભારતમાં પોતના મહાન મિત્રોને મળવા માટે આતુર છે. ટ્રમ્પે એક અનવેરિફાઇડ ટ્વિટર એકાઉન્ટ SoIના એક વીડિયોને રિટ્વિટ કર્યો છે. આ વીડિયોમાં દક્ષિણના અભિનેતા પ્રભાષની ફિલ્મ બાહુબલીના સીનનું સંપાદન કરવામાં આવ્યું છે.

આ વીડિયોમાં ટ્રમ્પને બાહુબલી તરીકે દર્શાવવામાં આવ્યા છે. સાથોસાથ ઈવાન્કા, મેલાનિયા અને ટ્રમ્પના જમાઈ કુશનરને પણ દર્શાવવામાં આવ્યા છે. આ પહેલા ટ્રમ્પ, બૉલિવૂડ ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ની પણ ટ્વિટર પર પ્રશંસા કરી ચૂક્યા છે.

નોંધનીય છે કે, ભારત પ્રવાસ દરમિયાન તેમની સાથે આવનારા ઉચ્ચસ્તરીય ડેલિગેશનમાં તેમની દીકરી ઈવાન્કા, જમાઈ જેરેડ કુશનેર તથા ઉચ્ચ અમેરિકન અધિકારીઓનું દળ હશે. ટ્રમ્પના 24 અને 25 ફેબ્રુઆરીના ભારત પ્રવાસમાં તેમની સાથે પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ હશે. આ ડેલિગેશનમાં સામેલ અન્ય ઉચ્ચ અમેરિકન અધિકારીઓમાં નાણા મંત્રી સ્ટીવન મ્‍નૂચિન, નાણા મંત્રી બિલ્બર રોસ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રૉબર્ટ ઓબ્રાયન અને ઉર્જા મંત્રી ડૈન બ્રૂલિયેટ પણ હશે.

અમદાવાદમાં આયોજિત થનારા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ હ્યૂસ્ટનમાં યોજાયેલા ‘હાઉડી મોદી’ કાર્યક્રમની જેમ હશે. મોદી ટ્રમ્પ માટે બપોરના ભોજનની મેજબાની કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ટ્રમ્પ માટે રાત્રિ ભોજનનું આયોજન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here