17/08/2020 નું રાશિફળ :17 ઓગસ્ટના રોજ સિંહ રાશિમાં બુધના આવી જવાથી 2 સપ્ટેમ્બર સુધી 7 રાશિના જાતકો માટે શુભ સમય રહેશે

0
10

12 રાશિઓ ઉપર બુધ ગ્રહની અસરઃ-

મેષઃ– નોકરી અને બિઝનેસમાં સારા ફેરફાર આવી શકે છે. સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. નવા કાર્યોની યોજના બનશે. નવા લોકો પાસેથી મદદ મળશે. અટવાયેલું ધન પાછું મળી શકે છે. મિત્રો, ભાઇઓ અને સાથે કામ કરતાં લોકોની પણ મદદ મળશે.

વૃષભઃ– નોકરી અને બિઝનેસમાં મેનેજમેન્ટ સાથે જોડાયેલાં લોકો માટે સારો સમય રહેશે. ફાયદાકારક રોકાણ અને લેવડ-દેવડ થઇ શકે છે. નોકરિયાત લોકોના કામના વખાણ થઇ શકે છે. દાંપત્ય જીવન માટે સમય સારો રહેશે. નવું વાહન ખરીદવાનું મન થઇ શકે છે.

મિથુનઃ– ભાઇઓ અને સાથે કામ કરતાં લોકો પાસેથી મદદ મળી શકે છે. મહેનત વધશે અને તેનો ફાયદો પણ મળશે. કિસ્મતનો સાથ પણ મળી શકે છે. કારોબાર વધી શકે છે. પ્રોપર્ટી સંબંધિત નવા મામલાઓ સામે આવી શકે છે.

કર્કઃ– દોડભાગ વધી શકે છે. આર્થિક મામલાઓને લઇને સાવધાન રહેવું પડશે. માનસિક તણાવ વધી શકે છે. જોબ અને બિઝનેસમાં વિવાદની સ્થિતિ બની શકે છે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહો. દૂર સ્થાનના લોકો પાસેથી મદદ ન મળવાથી દુઃખી થઇ શકો છો.

સિંહઃ– બુધના કારણે મહત્ત્વકાંક્ષા વધી શકે છે. નોકરિયાત અને કારોબારી લોકો માટે સમય સારો રહેશે. આર્થિક મામલાઓ માટે સમય સારો રહેશે. રોકાણ કરવામાં કોઇ અનુભવીની સલાહ લેવાથી ફાયદો થઇ શકે છે.

કન્યા:- બુધના કારણે ફાલતૂ ખર્ચ વધી શકે છે. સમજી-વિચારીનો બોલવું નહીંતર તમારી વાતોનો ખોટો અર્થ લેવામાં આવી શકે છે. નોકરી અને બિઝનેસમાં સાવધાન રહીને કામ કરવું. આર્થિક મામલે પણ સાવધાન રહેવું. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.

તુલા:- બિઝનેસમાં ફાયદો થશે. આર્થિક પરેશાનીઓમાં રાહત મળી શકે છે. અધિકરીઓ અને વડીલો પાસેથી કામકાજમાં મદદ મળી શકે છે. અટવાયેલાં સરકારી કામ પૂર્ણ થઇ શકે છે. અચાનક ધનલાભ થવાના પણ યોગ બની રહ્યા છે.

વૃશ્ચિક:- કાર્યક્ષેત્ર માટે સમય સારો છે. નોકરી અને બિઝનેસમાં આગળ વધવાના યોગ બની રહ્યા છે. શેરબજાર સાથે જોડાયેલાં લોકોને ફાયદો થઇ શકે છે. મીડિયા ફિલ્ડ સાથે જોડાયેલાં લોકો માટે પણ સારો સમય છે. કામકાજના વખાણ થઇ શકે છે.

ધન:- બુધના પ્રભાવથી અટવાયેલાં કામ પૂર્ણ થઇ જશે. કિસ્મતનો સાથ મળશે. મહેનતનો ફાયદો પણ થશે. નવા લોકા સાથે સારા સંબંધ બંધાશે. માતા-પિતા સાથે સમય વિતશે. પારિવારિક મતભેદ દૂર થઇ શકે છે. ધાર્મિક યાત્રાઓના યોગ પણ છે.

મકર:- બુધના રાશિ બદલવાથી સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. દુશ્મનોના કારણે પરેશાન થઇ શકો છો. વિવાદ થવાના યોગ બની રહ્યા છે. ખર્ચ અને ધનહાનિ થવાની પણ આશંકા છે. આ દિવસોમાં ઉધાર લેશો નહીં.

કુંભ:- પાર્ટનરશિપના કામ કરતાં લોકો માટે સમય ઠીક રહેશે નહીં. દાંપત્ય જીવન માટે સમય ઠીક રહેશે નહીં. પારિવારિક મામલાઓને લઇને મતભેદ થઇ શકે છે. આર્થિક મામલે સાવધાન રહેવું પડશે. સંતાન સંબંધિત કાર્યોમાં વ્યસ્ત રહેશો.

મીન:- બુધના રાશિ બદલવાથી તમારું સ્વાસ્થ્ય ઠીક રહેશે નહીં. કારોબારી લોકોએ સમજી-વિચારીને નિર્ણય લેવા પડશે. લેવડ-દેવડ અથવા રોકાણમાં નુકસાન થવાની આશંકા છે. પ્રોપર્ટી ખરીદવા કે વહેંચવા સાથે જોડાયેલાં મહત્ત્વપૂર્ણ મામલાઓ સામે આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here