રાશિફળ : મિથુન રાશિના જાતકોએ ક્રોધ અને ઉતાવળથી કામ ન કરવું, શારીરિક નબળાઇ અને શરીરનો દુઃખાવો સહન કરવો પડી શકે છે

0
5

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમને વ્યવસાય સંબંધિત કેટલીક સારી માહિતી મળશે. જેના કારણે મન પ્રફુલ્લિત રહેશે. પરિવારમાં સુખ અને શાંતિ તમારી પ્રાધાન્યતા રહેશે. બાળકોના શિક્ષણ અને પ્રવેશને લગતા કામમાં વિશેષ વ્યસ્તતા રહેશે.

નેગેટિવઃ- વાહન અથવા ઘરની સુખ-સુવિધા સંબંધિત કામમાં વધારે ખર્ચ થશે. જેના કારણે બજેટ બગડશે. સામાજિક પ્રવૃત્તિઓમાં કામ કરતી વખતે નકારાત્મક વૃત્તિવાળા લોકોથી દૂર રહો.

વ્યવસાયઃ- આ સમયે ધંધા અંગે યોગ્ય નિર્ણય લેવા માટે અનુકૂળ સમય છે. નવી સિદ્ધિઓ તમારી રાહ જોશે. તમારી વિરુદ્ધ કરવામાં આવેલી વિરોધીઓની યોજનાઓ નિષ્ફળ જશે. તમારા હિસાબમાં પારદર્શિતા રાખવી જરૂરી રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પરંતુ બાળકના હઠીલા અને જિદ્દી વલણથી ચિંતા થઈ શકે છે.

સ્વાસ્થ્ય:- સ્વાસ્થ્યની બેદરકારી જરાય લેશો નહીં. આ સમયે વર્તમાન હવામાનથી પોતાની જાતને બચાવવી જરૂરી છે.

——————————-

વૃષભઃ-
પોઝિટિવઃ-
 વડીલોના આશીર્વાદ અને સ્નેહ રહેશે. સમય જતાં જૂની ગેરસમજોને દૂર કરી શકાશે. પ્રોફેશનલ સ્ટડી માટે પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતાની શક્યતા ખૂબ જ શક્યતા છે.

નેગેટિવઃ- કેટલીકવાર પરિવાર સંબંધિત મનમાં અસુરક્ષા જેવી લાગણી પેદા થઈ શકે છે. પરંતુ આ ફક્ત તમારો ભ્રમ હશે. અજાણ્યા લોકો સાથે સંપર્ક વધારશો નહીં. તેમજ, કોઈ બહારના વ્યક્તિને તમારા પરિવારમાં દખલ થવા ન દેશો.

વ્યવસાયઃ- આજે તમારી કાર્યક્ષમતા ઓછી રહેશે. પોતાને સાબિત કરવા માટે વધુ સંઘર્ષ અને સખત મહેનતની જરૂર છે. જો કે, તમે ગંભીરતા સાથે સમસ્યાઓ હલ કરવામાં સમર્થ હશો.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર-ચઢાવ આવશે. પરંતુ પરિવારમાં શાંતિ અને ખુશી રહેશે. પ્રેમ સંબંધો પણ મજબૂત રહેશે.

સ્વાસ્થ્યઃ- સખત મહેનતને કારણે તમારું સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે. તેથી, તમારા સ્વાસ્થ્યની પણ કાળજી લેવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

——————————-

મિથુનઃ-
પોઝિટિવઃ-
 ઘરમાં નજીકના મહેમાનોના આગમનથી વાતાવરણ આનંદમય થઈ જશે. કોઈ ખાસ મુદ્દા પર પણ ચર્ચા થશે. કોઈ મધ્યસ્થીથી ભાઈઓ અને સંબંધીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદનું સમાધાન થઈ શકે છે.

નેગેટિવઃ- વાત કરતી વખતે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરો અને દરેક કિસ્સામાં ધીરજ અને ધૈર્ય રાખો. ક્રોધ અને ઉતાવળ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. આ સમયે ક્યાંય પણ નાણાંનું રોકાણ ન કરો.

વ્યવસાયઃ- ઓફિસમાં પ્રવૃત્તિઓ સામાન્ય રહેશે. તમારા કાર્યોને નક્કી કરેલા શિડ્યૂલ પ્રમાણે કરવાનો પ્રયાસ કરો. કોઈ કર્મચારીની સીધી સાદી વાતો પર વિશ્વાસ ન રાખીને તમારી ક્ષમતા પર વિશ્વાસ કરો.

લવઃ- ઘર-પરિવાર અને વ્યવસાય વચ્ચે વધુ સારો તાલમેલ રહેશે. પરસ્પર સંબંધો પણ ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઇ અને શરીરનો દુઃખાવો મુશ્કેલીભર્યો હોઈ શકે છે. કામની સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું મહત્ત્વપૂર્ણ છે.

——————————-

કર્કઃ-
પોઝિટિવઃ-
 બાળકો સંબંધિત કોઈ વિશેષ કાર્ય પૂર્ણ થતાં રાહત મળશે. પરિવારના સભ્યના લગ્ન માટે સારો પ્રસ્તાવ પણ આવી શકે છે. વ્યક્તિગત કાર્યો પર પૂર્ણ ધ્યાન આપો. આ સમયે સફળતા મળવાના સંપૂર્ણ યોગ છે.

નેગેટિવઃ- વ્યર્થ ખર્ચને કાબૂમાં રાખવો જરૂરી છે. પૈસાના મામલે કોઈની પર આંધળો વિશ્વાસ ન કરો. વિદ્યાર્થીઓ અને યુવાનોએ તેમની કારકિર્દી સંબંધિત પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

વ્યવસાયઃ- ધંધામાં વિસ્તરણની યોજનાઓ પર ગંભીરતાથી કામ કરો. આ સમયે ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. માર્કેટિંગ અને જનસંપર્કનો અવકાશ વધુ વિસ્તૃત કરવાની જરૂર છે. ઓફિસનું કામ પણ ઘરે જ કરવું પડી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજો અને મતભેદો દૂર થશે અને પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- પ્રવાસ દરમિયાન તમારા આહારને વ્યવસ્થિત રાખો અને સમયસર દવાઓ લેવાનું ચાલુ રાખો.

——————————-

સિંહઃ-
પોઝિટિવઃ-
 છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી રાહત મળશે. અચાનક તમને ક્યાંકથી ટેકો અને યોગ્ય સલાહ મળશે. વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા યુવાનોને સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- વ્યવસાયિક ઉથલપાથલ અને આર્થિક મંદીના કારણે પરિવારના સભ્યોએ તેમના ખર્ચમાં ઘટાડો કરવો પડી શકે છે. આ સમયે કોઈપણ પ્રકારની લોન લેવાનો પ્રયાસ ન કરો કારણ કે, તે સંબંધોને બગાડી શકે છે.

વ્યવસાયઃ- ધંધામાં ખૂબ ગંભીરતાથી કામ કરવાની જરૂર છે. આ સમયે તમારે વિસ્તરણથી સંબંધિત યોજનાઓ પર ફરીથી વિચાર કરવો જોઈએ. કોઈ નાનો-મોટો નિર્ણય લેતી વખતે કોઈનું માર્ગદર્શન અને સલાહ લેવી જરૂરી છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં મધુરતા રહેશે. યુવા વર્ગ પ્રેમ સંબંધો અને સોશિયલ મીડિયામાં પોતાનો સમય બગાડે નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે સ્વસ્થ અને શક્તિશાળી અનુભવશો.

——————————-

કન્યાઃ-
પોઝિટિવઃ-
 છેલ્લાં કેટલાક સમયથી ચાલી રહેલી મુંઝવણોમાંથી રાહત મળશે. પરિવારના સભ્યોની તમારી પાસેથી કેટલીક અપેક્ષાઓ હશે અને તમે તે પૂર્ણ કરવામાં પણ સક્ષમ હશો. આર્થિક પ્રવૃત્તિઓના આયોજન માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- તમારી યોજનાઓ કોઈની સાથે વધારે શેર ન કરો કારણ કે, કેટલાક લોકો તમારી પ્રવૃત્તિઓનો લાભ પણ લઈ શકે છે. સબંધીઓ સાથે પૈસા સંબંધિત લેવડ-દેવડ કરતી વખતે ધ્યાનમાં રાખો કે સંબંધોમાં ખટાશ ન આવે. આ સમયે દરેક કાર્ય ખૂબ વિચારીને કરવાની જરૂર છે.

વ્યવસાયઃ- ધંધામાં કેટલીક મહત્ત્વપૂર્ણ યોજનાઓ બનાવવાની જરૂર છે અને તેમાં તમને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે. સંપત્તિ સંબંધિત ધંધામાં મોટા સોદા થઈ શકે છે. બેદરકારી અને ઉદારતા પણ ધંધા માટે નુકસાનકારક રહેશે.

લવઃ- ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે. લગ્ન માટે પરિવારની મંજૂરીને કારણે પ્રેમ સંબંધોથી પરિવારમાં ખુશી મળશે.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક લોકો અને વ્યસનોથી દૂર રહો. વાહન ચલાવતા સમયે કોઈપણ પ્રકારની બેદરકારી હાનિકારક સાબિત થઈ શકે છે.

——————————-

તુલાઃ-
પોઝિટિવઃ-
 લાભકારક સમય છે. ફોન કોલ દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ માહિતી મળે તેવી સંભાવના છે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ સમય વિતાવો જરૂરી છે. શિક્ષણ અને કારકિર્દીથી સંબંધિત સમસ્યાઓના નિરાકરણ મેળવવામાં વિદ્યાર્થીઓને રાહત મળશે.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારની ભાવિ યોજનાઓ બનાવતી વખતે તમારા નિર્ણયને જ પ્રાથમિકતા આપો. બીજા પર વિશ્વાસ કરવો નુકસાનકારક હોઈ શકે છે. ધ્યાનમાં રાખો કે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ચર્ચામાં પરિણમી શકે છે.

વ્યવસાયઃ- ધંધામાં તમને તમારી ક્ષમતા પ્રદર્શિત કરવાની તક મળશે. લોકો સાથે સંપર્ક મજબૂત રહેશે. પૈસા આપવા અથવા ચૂકવણી કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. ઓફિસમાં ફાઇલ વર્ક કરતી વખતે કોઈ ભૂલ થવાની સંભાવના છે.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પ્રેમ સંબંધમાં નકારાત્મક બાબતને કારણે અંતર આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેન, માથાનો દુખાવો દૈનિક દિનચર્યા વિક્ષેપિત કરી શકે છે. કાચા અને તળેલા ખોરાકનું સેવન કરવાનું ટાળો.

——————————-

વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ-
 આ સમયે સામાજિક કાર્ય કરતાં તમારા વ્યક્તિગત કાર્યો પર વધુ ધ્યાન આપો. લાંબા સમયથી ચાલતી કોઈપણ ચિંતા અને તણાવથી તમને રાહત મળશે. કામ કરતા પહેલાં હકારાત્મક અને નકારાત્મક પાસાંઓ વિશે વિચારો. ચોક્કસ તમને સફળતા મળશે.

નેગેટિવઃ- આ સમયે જમીનની ખરીદી અને વેચાણ સંબંધિત કામમાં વધારે લાભ મેળવવાની અપેક્ષા રાખશો નહીં કારણ કે, વધુ મેળવવાની ઇચ્છા પણ નુકસાનમાં પરિણમી શકે છે. ગુસ્સો પણ પરિસ્થિતિઓને વધુ ખરાબ કરી શકે છે. તમારા વર્તનને સરળ અને સૌમ્ય રાખો.

વ્યવસાયઃ- સરકારી કામ સંબંધિત કોઈપણ કાગળ અને દસ્તાવેજ પર વાંચ્યા વિના સહી ન કરો. આ સમયે વ્યવસાયમાં વિસ્તરણની યોજના બનશે અને તેનો અમલ કરવાનો સમય પણ અનુકૂળ છે. કોઈ ઓફિશિયલ યાત્રાનો પણ ઓર્ડર મળી શકે છે.

લવઃ- વિવાહિત જીવન સુખી રહેશે. ઘરે મહેમાનોના આગમન સાથે પરસ્પર સમાધાન થવાથી દરેક ખુશ રહેશે.

સ્વાસ્થ્યઃ- ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યાઓ વધી શકે છે. આ સમયે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન થશો.

——————————-

ધનઃ-
પોઝિટિવઃ-
 ગ્રહ પરિવહન તમારા પક્ષમાં છે. ધાર્મિક સંગઠનને લગતા કામમાં પણ ઉત્તમ સમય પસાર થશે. તમારું માન-સન્માન પણ વધશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ રહેશે.

નેગેટિવઃ- પરંતુ વ્યર્થ કાર્યોમાં સમય બગાડો નહીં અને આળસ તમારા પર વર્ચસ્વ ન થવા દો. કેટલીકવાર તમારો શંકાસ્પદ સ્વભાવ તમને અને અન્ય લોકો માટે સમસ્યાઓ ઊભી કરે છે. તેથી, સમય પ્રમાણે તમારી વર્તણૂક બદલવી જરૂરી છે.

વ્યવસાયઃ- તમારી યોજનાઓ અને કાર્યોને આગળ વધારવા માટે સમય અનુકૂળ છે. નવા કામ પણ શરૂ કરવામાં આવશે. લોકોએ તેમના બોસ અને અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવવા જોઈએ. તમારું પ્રમોશન થવાના પણ સંયોગ બની રહ્યા છે.

લવઃ- કૌટુંબિક મનોરંજન માટે પણ ઉત્તમ સમય રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ અન્ય વ્યક્તિને કારણે ગેરસમજો પેદા થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- જ્યાં વધારે પડતું પ્રદૂષણ અને ભીડ રહેતી હોય ત્યાં જવાનું ટાળો. ત્વચાની એલર્જી થવાની સંભાવના છે.

——————————-

મકરઃ-
પોઝિટિવઃ-
 આજે તમને કોઈ શુભ સમાચાર મળવાના છે. આ સાથે, તમે ઉત્સાહ અને શક્તિનો અનુભવ કરશો. થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ પણ હલ થશે. લોકો તમારી હોંશિયારી અને ક્ષમતાની પ્રશંસા કરશે.

નેગેટિવઃ- કેટલાક લોકો તમારા માટે અવરોધ પેદા કરી શકે છે. તેથી, કોઈની પણ વાતમાં આવી ન જવું. આ સમયે કાર્ય અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે સંકલન સાધવું એક પડકાર રહેશે.

વ્યવસાયઃ- ધંધામાં કોઈ મોટી ડીલ અથવા ઓર્ડર મળવાની સંભાવના છે. તેથી તમારા સંપર્ક સ્રોતોને મજબૂત બનાવો. પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં પરસ્પર સંકલનમાં કેટલીક ખામીઓ રહી શકે છે. રિસ્કભર્યા કામોમાં રસ ન લો.

લવઃ- ઘરની વ્યવસ્થાને લઈને પતિ-પત્ની વચ્ચે થોડા વિવાદ રહેશે. ઘરની વાત બહાર ન જાય તેનું ધ્યાન રાખો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં કોઈ મુશ્કેલી નહીં આવે. પરંતુ હજી પણ બેદરકારી દાખવવી યોગ્ય નથી.

——————————-

કુંભઃ-
પોઝિટિવઃ- 
આજે શ્રેષ્ઠ દિવસ છે. તમે લીધેલા કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણયની પ્રશંસા કરવામાં આવશે. મનોરંજન અને ખરીદી જેવી પ્રવૃત્તિઓમાં પણ પરિવાર સાથે સમય વિતાવવા મળશે. ક્યાંકથી કોઈ ભેટ પણ મળી શકે છે.

નેગેટિવઃ- પડોશીઓ સાથે કોઈ વિવાદમાં ન પડો. આર્થિક પરિપ્રેક્ષ્યમાં કોઈ સકારાત્મક પરિણામ નહીં આવે. સબંધીઓ તરફથી કોઈપણ પ્રકારના સહયોગની અપેક્ષા રાખશો નહીં. તમારી કાર્યક્ષમતા પર વિશ્વાસ કરો.

વ્યવસાયઃ- ધંધામાં વિસ્તરણ માટેની યોજના પર કાર્ય શરૂ થશે. નવી મશીનરી અથવા નવી ટેક્નોલોજી વગેરેનો ઉપયોગ કરવામાં તમને સફળતા મળશે. આ સમયે કોઈ નવી ઉપલબ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્ની પરસ્પર સમાધાનથી કોઈ સમસ્યાનું સમાધાન લાવવામાં સમર્થ હશે. પ્રેમનો પર્દાફાશ થવાનો ભય છે, તેથી સાવચેત રહો.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. આનું કારણ તમારો અસંતુલિત ખોરાક હશે.

——————————-

મીનઃ-
પોઝિટિવઃ-
 આજે તમારી આસપાસનું વાતાવરણ સુખદ રહેશે. ઘરની સફાઈ અને અન્ય કામોમાં પણ સમય વિતશે. પ્રિયજન સાથે બેસીને પોતપોતાના અનુભવો શેર કરશો. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી તમારી ઘણી સમસ્યાઓ હલ થશે.

નેગેટિવઃ- પરંતુ કોઈ પણ મુદ્દાની વાતચીત કરતી વખતે સાવચેત રહેવું પણ જરૂરી છે. કોઈ બાબતે વાદ-વિવાદ પણ થઈ શકે છે. નજીકના મિત્રને લગતા અણગમતા સમાચારને કારણે મન પરેશાન રહેશે.

વ્યવસાયઃ- ધંધામાં લીધેલા નિર્ણયોમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ સમયે, વ્યવસાયમાં પ્રોડક્શન અને માર્કેટિંગ સંબંધિત કાર્યો પર ધ્યાન આપવું મહત્ત્વપૂર્ણ છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજો દૂર થશે અને સંબંધોમાં મીઠાશ આવશે.

સ્વાસ્થ્યઃ- ખાસ કરીને વાહન કાળજીપૂર્વક ચલાવવું. કોઈ પ્રકારની ઇજા કે અકસ્માત થવાની સ્થિતિ બની રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here