રાશિફળ : મિથુન જાતકોએ સમય પ્રમાણે પોતાના વ્યવહારમાં ફેરફાર કરવો, સ્વાસ્થ્ય અંગે સાવધાન રહો

0
4

મેષઃ

પોઝિટિવઃ– વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને પોઝિટિવિટી બની રહેશે.

નેગેટિવઃ– બિનજરૂરી ખર્ચમા કાપ કરો. પોતાના બજેટનું ધ્યાન રાખો. સમય અનુકૂળ નથી. એટલે ધૈર્ય જાળવી રાખવું જરૂરી છે. જલ્દી સફળતા મેળવવાના ચક્કરમાં અયોગ્ય કાર્યમાં ધ્યાન ન આપો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તથા સ્ટાફનો યોગ્ય સહયોગ જળવાયેલો રહેશે.

લવઃ– પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– વધારે તણાવ અને થાકની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– અંગત સંબંધોમાં તાલમેલ જાળવી રાખવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. છેલ્લાં થોડા સમયમાં થયેલી ભૂલથી તમને બોધપાઠ મળી શકે છે. તમે તમારી દિનચર્યામાં પોઝિટિવ સુધાર પણ લાવશો. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત સાર્થક રહેશે.

નેગેટિવઃ– ઉતાવળમાં કોઇપણ નિર્ણય લેવો નુકસાનદાયી સાબિત થઇ શકે છે અને તમે કોઇ મુશ્કેલીમાં પડી શકો છો. આર્થિક રોકાણ કરવા માટે સમય યોગ્ય નથી. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો.

વ્યવસાયઃ– આ સમયે નોકરી તથા વ્યવસાયમાં પરિસ્થિતિઓ સામાન્ય જ રહી શકે છે.

લવઃ– પતિ-પત્ની ઘરની કોઇપણ સમસ્યાનું શાંતિપૂર્ણ રીતે સમાધાન શોધવાની કોશિશ કરશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– તમે તમારી કોઇ હોબી કે હુનરને નિખારવાની કોશિશ કરશો. તેનાથી તમને સુખ અને માનસિક શાંતિ મળી શકે છે. તમારો સમજદારીભર્યો વ્યવહાર અને આચરણ નકારાત્મક પરિસ્થિતિઓમાં તમને મજબૂત રાખશે.

નેગેટિવઃ– સમય પ્રમાણે તમારા વ્યવહારમાં પરિવર્તન લાવો. વધારે જિદ્દ કે સિદ્ધાંતવાદી થવું પણ યોગ્ય નથી. થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારું નુકસાન કરવાની કોશિશ કરી શકે છે. ચિંતા ન કરો, તમને નુકસાન થશે નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતી ગતિવિધિઓમાં વધારે મહેનત સાથે સફળતા પણ મળી શકે છે.

લવઃ– ઘર-પરિવાર પ્રત્યે તમારું સંપૂર્ણ ધ્યાન અને યોગદાન રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકારી ન કરો.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજે કોઈ સુખદ સમાચાર મળશે. જેનાથી પ્રસન્નતા અને માનસિક સુકૂન પણ મળશે. આકરી મહેનત દ્વારા સફળતા મળવાથી તમે થાકને ભૂલી જશો. કોઇ પ્રિય મિત્ર સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણાં કરવાથી કોઇ મુશ્કેલીનું સમાધાન મળી જશે.

નેગેટિવઃ– યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે સજાગ રહે. આ સમય ખૂબ જ સમજદારી સાથે પસાર કરવાનો છે. કોઇ એકાંત સ્થાને કે અધ્યાત્મિક ક્ષેત્રમા થોડો સમય પસાર કરવાથી તણાવથી રાહત મળી શકે છે.

વ્યવસાયઃ– પ્રિંટિંગ, ઇલેક્ટ્રોનિક, મીડિયા વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે.

લવઃ– પતિ-પત્ની એકબીજાના સહયોગ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજે ફાયનાન્સ સાથે જોડાયેલા કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો, સમય અનુકૂળ છે. તમને ચોક્કસ જ સફળતા મળશે. ઘરના કોઇ સભ્યની સલાહ તથા માર્ગદર્શન તમારા માટે આશીર્વાદ સાબિત થાય અને તમારો આત્મવિશ્વાસ પણ જળવાયેલો રહે.

નેગેટિવઃ– કોઇપણ સ્થિતિમા સહનશીલતા રાખવી જરૂરી છે. કોઇ નજીકના મિત્ર સાથે મનમુટાવની સ્થિતિ બની શકે છે. આ સમયે કોઇપણ વધારે કામનો ભાર પોતાના ઉપર ન લેશો. નહીંતર પરેશાની સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયમાં વ્યવહાર કુશળતા દ્વારા વિપરીત પરિસ્થિતિઓને અનુકૂળ બનાવવાની કોશિશ કરશો.

લવઃ– પતિ-પત્ની કોઇ નાની વાતને લઇને વાદ-વિવાદની સ્થિતિમાં પડી શકે છે.

સ્વાસ્થ્યઃ– છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી તકલીફોમાં થોડી રાહત મળી શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– કોઇ મિત્રની મદદથી કોઇ ગુંચવાયેલું કામ પૂર્ણ થઇ શકે છે. જેથી સંતુષ્ટિનો ભાવ રહેશે. જનસંપર્ક વધારે મજબૂત થશે. રાજનૈતિક ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોનું કામ સરળતાથી પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ– આસપાસના લોકો સાથે તાલમેલ જાળવી રાખવામાં થોડી પરેશાની રહેશે. જેના કારણે કોઇ મોટો નિર્ણય લેવામાં વિઘ્ન આવી શકે છે. જો ધૈર્ય અને શાંતિથી પરિસ્થિતિઓનું મનન કરશો તો અનુભવ થશે કે પરેશાનીઓ સરળતાથી ઉકેલાઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સ્થિતિ થોડી મંદ રહી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ અને મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– તમારા ઉપર વધારે કામનો ભાર લેશો નહીં.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– કોઈપણ કાર્ય યોગ્ય રીતે કરતા પહેલાં તેના અંગે એકવાર યોજના બનાવી લેવી, તેનાથી તમને કોઈપણ નિર્ણય લેવામાં સરળતા રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓનું પોતાના અભ્યાસ અને કરિયર પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રહેવું.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે કોઈ જૂનો મુદ્દો કે વાદ-વિવાદ ઊભો થઇ શકે છે. મામા પક્ષ સાથે વ્યવહાર કરતી સમયે પોતાનો સ્વભાવ સંયમિત રાખો. ખોટી ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહી શકે છે.

લવઃ– જીવનસાથીનો સહયોગ અને સલાહ તમારા મનોબળને વધારી શકે છે.

સ્વાસ્થ્યઃ– ગેસ તથા એસિડિટીની સમસ્યા વધી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– વિપરિત પરિસ્થિતિઓમાં પણ તમે પોઝિટિવ રહો. તમારું યોજનાબદ્ધ રીતે તમારી દિનચર્યા અને કાર્યોમાં વ્યવસ્થિત રહેવું તમને તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદગાર રહેશે. અંગત સંપર્કોના માધ્યમથી કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર પણ મળી શકે છે.

નેગેટિવઃ– તમારી કાર્યપ્રણાલી તથા ઘરની વ્યવસ્થામા કોઇ બહારના વ્યક્તિની દખલ થવા દેશો નહીં. બધા નિર્ણય જાતે જ લેવાની કોશિશ કરો. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં કોઇ પ્રકારનું વિઘ્ન આવવાથી તણાવમાં રહેશે.

વ્યવસાયઃ– મંદી સિવાય કારોબારમાં થોડી યોગ્ય પરિસ્થિતિઓ બની શકે છે.

લવઃ– ઘરના સભ્યોનો એકબીજા સાથે સારો તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– તણાવ, અવસાદની નકારાત્મક વાતોથી દૂર રહો.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– કોઇ નજીકના સંબંધી સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે વાર્તાલાપ થશે. જેથી કોઈ નિર્ણય લેવામાં સરળતા રહેશે. ગ્રહ સ્થિતિ તમારી દિનચર્યામાં થોડું વિશેષ પરિવર્તન લાવી રહી છે, સમયનો યોગ્ય ઉપયોગ કરો.

નેગેટિવઃ– આળસ અને થાક જેવી સ્થિતિને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. ધ્યાન રાખો કે વધારે વિચાર કરવામાં કોઇ અવસર હાથમાંથી સરકી શકે છે. બાળકોની સંગત અને ગતિવિધિઓને પણ ઇગ્નોર ન કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇપણ કામને આળસના કારણે કાલ ઉપર ટાળશો નહીં.

લવઃ– પારિવારિક જીવનમાં નાની-મોટી નકારાત્મક વાતોને ઇગ્નોર કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

મકરઃ-

પોઝિટિવઃ– આ પડકારભર્યા સમયમાં તમે તમારી સમજણ અને આત્મવિશ્વાસ દ્વારા કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવામાં સમર્થ રહેશો. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ છુટકારો મળી શકે છે. થોડો સમય અભ્યાસ અને રસના કાર્યોમાં પણ જરૂર પસાર કરો.

નેગેટિવઃ- આર્થિક મામલે વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. આ સમયે બિનજરૂરી ખર્ચ સામે આવશે જેમાં કાપ કરવો મુશ્કેલ રહેશે. તમારા પોતાના નજીકના લોકો જ તમારા માટે વિઘ્ન ઊભા કરી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમને તમારી ક્ષમતા પ્રમાણે પરિણામ પણ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– કામ વધારે હોવા છતાં તમે ઘર-પરિવારને પણ પ્રાથમિકતા આપશો.

સ્વાસ્થ્યઃ– ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– કામ વધારે હોવા છતાં તમે પરિવાર તથા મિત્રો સાથે સારો સમય પસાર કરશો. ઘરની દેખરેખ તથા સુધારને લગતી ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. બાળકો પ્રત્યે તમારા દ્વારા લેવામાં આવેલો નિર્ણય સારો સાબિત થશે.

નેગેટિવઃ– સરકારી મામલે બેદરકારી ન કરો. સુરક્ષાને લગતા નિયમોનું ઉલ્લંઘન ન કરો. કોઈપણ કાર્ય કરતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લેવી જોઈએ.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતી નીતિઓ ઉપર ફરી વિચાર કરો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યમાં હળવો ઉતાર-ચઢાવ આવી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– થોડો સમય જ્ઞાનવર્ધક કે નવી-નવી વાતોની જાણકારી પ્રાપ્ત કરવામા પસાર કરો. કોઇ રાજકીય કાર્ય કોઇની મદદથી નિર્વિઘ્ન પૂર્ણ થઇ શકે છે. બાળકોની કોઇ પરેશાનીમાં તેમનો સહયોગ કરવો તેમના મનોબળને મજબૂત કરશે.

નેગેટિવઃ– આ સમયે રાજનૈતિક અને સામાજિક ગતિવિધિઓથી દૂર રહો. કોઇપણ વિશેષ કાર્ય પ્રત્યે નિર્ણય લેતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.

વ્યવસાયઃ– તમારા નેટવર્કિંગ તથા માર્કેટિંગની સીમા વધારો.

લવઃ– લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– તણાવ અને ડિપ્રેશનને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here