રાશિફળ : તુલા જાતકોએ કોઈના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો, કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ ઉપર નજર રાખવી

0
7

મેષઃ

પોઝિટિવઃ– આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે.

નેગેટિવઃ– ભાવનાઓમાં વહીને વધારે જવાબદારીઓ પોતાના ઉપર ન લેશો. આ સમય વર્તમાન સમયની હકીકતને સમજીને સામનો કરવાનો છે. તમારું મનોબળ તથા આત્મવિશ્વાસ જાળવી રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં ગતિવિધિઓ થોડી અનુકૂળ રહેશે.

લવઃ– જીવનસાથીની ભાવનાઓને સમજો તથા તેનું સન્માન કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ જળવાયેલું રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– તમારી યોગ્યતા અને મહેનત ઉપર વિશ્વાસ રાખો. અન્યની મદદની આશા રાખવી ખોટી રહેશે. જીવનશૈલીને પોઝિટિવ જાળવી રાખીને તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવો. યુવા લોકો પોતાના કરિયર પ્રત્યે ગંભીર રહેશે.

નેગેટિવઃ– આળસ અને સુસ્તીને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં, નહીંતર તમારા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. વાતચીત દરમિયાન અપશબ્દોનો પ્રયોગ ન કરો. બહારની ગતિવિધિઓમાં વધારે સમય પસાર ન કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક મામલે વધારે સાવધાનીપૂર્વક નિર્ણય લેવાની જરૂરિયાત છે.

લવઃ– પતિ-પત્નીમા તાલમેલ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– તણાવ અને ડિપ્રેશનથી દૂર રહેવા માટે ખુશ રહેવું.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– સ્થિતિ અનુકૂળ છે. પોઝિટિવ બની રહો તથા પોતાના રસના કાર્યોમાં પણ થોડો સમય પસાર કરવાથી માનસિક સુકૂન મળશે. તમારી ગુપ્ત પ્રતિભા પણ નિખરશે. ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાની શક્યતા છે.

નેગેટિવઃ– અપરિચિત વ્યક્તિઓ સાથે વધારે મેલજોલ ન રાખો. મહત્ત્વપૂર્ણ વાતો જણાવો. વર્તમાન વાતાવરણના કારણે પોઝિટિવ બની રહેવા માટે મનગમતી ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ હાલ સમય વધારે અનુકૂળ નથી.

લવઃ– બધા જ પારિવારિક સભ્યોમાં યોગ્ય તાલમેલ તથા સહયોગની ભાવના રહેશે.

સ્વાસ્થ્યઃ– થાકના કારણે શરીરમાં દુખાવો અને સુસ્તીની ફરિયાદ રહી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– નજીકના સંબંધીઓ સાથે કોઇ વિશેષ મુદ્દા અંગે વાર્તાલાપ થવાથી થોડી સમસ્યાઓનો ઉકેલ મળશે અને ઉત્સાહ અને તાજગી પણ રહેશે. કોઇ મિત્રના સ્વાસ્થ્યને લગતી શુભ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ– થોડા બિનજરૂરી ખર્ચ સામે આવી શકે છે. તમારા બજેટનું ધ્યાન રાખો. અન્યના મામલે વધારે દખલ ન કરો, નહીંતર તમારા માન-સન્માનને પણ હાનિ પહોંચી શકે છે.

વ્યવસાયઃ– કોઇ વ્યવસાયિક યોજનાને શરૂ કરવાનો અવસર બની શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– કોઇ પોલિસી વગેરેમાં રૂપિયાનું રોકાણ લાભદાયક રહેશે. તમે તમારી યોગ્યતા અને કાર્યક્ષમતા દ્વારા કોઇપણ પરિસ્થિતિમાં સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશો. અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ થોડો સમય પસાર કરવાથી સુકૂન મળશે.

નેગેટિવઃ– ખોટા કાર્યોમાં સમય નષ્ટ ન કરો. નહીંતર કોઈ લક્ષ્ય તમારા હાથમાંથી સરકી શકે છે. રૂપિયા-પૈસાને લગતી કોઇપણ પ્રકારની ઉધારી કરવાથી તમે મોટી પરેશાનીમાં પડી શકો છો.

વ્યવસાયઃ– પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતું કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય બનવાની સંભાવના છે.

લવઃ– પારિવારિક જીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે કામનો ભાર રહેવાથી શારીરિક અને માનસિક થાક રહેશે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– પરિવારના લોકો સાથે અધ્યાત્મિક ગતિવિધિઓમાં યોગ્ય સમય પસાર થશે. ઘરની દેખરેખને લગતા કાર્યોમાં પણ વ્યસ્ત રહી શકો છો. યુવાઓને કરિયરને લગતા કોઇ સારા સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ– આજે તમારી કોઇ અસાવધાનીના કારણણે મહત્ત્વપૂર્ણ કાર્ય અધૂરા રહી શકે છે. ખોટી વાતોમાં સમય ખરાબ ન કરો. ધ્યાન રાખો કે કોઇની ખોટી સલાહના કારણે તમને કોઇ આર્થિક નુકસાન પણ થઇ શકે છે.

વ્યવસાયઃ– વર્તમાન પરિસ્થિતિઓના કારણે વ્યવસાયિક ગતિવિધિઓ મંદ રહેશે.

લવઃ– કામનો ભાર વધારે રહેવા છતાંય જીવનસાથી તથા પરિવારના લોકો સાથે સારો સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– વધારે વાસી ભોજન કરવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– તણાવપૂર્ણ વાતાવરણ હોવા છતાં આજનો દિવસ સારો પસાર થશે. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ તમને કોઇ મોટી સમસ્યાનું સમાધાન મળશે. આ સમય માર્કેટિંગ અને મીડિયાને લગતી જાણકારીઓ વધારે પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– તમારી કોઈ યોજના જાહેર થવાથી નુકસાન થઇ શકે છે. કોઇના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. યુવા વર્ગ તથા વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ અને કરિયર ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કર્મચારીઓની ગતિવિધિઓ ઉપર આકરી નજર રાખવી જરૂરી છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને વિવાદ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– તમે તમારી દિનચર્યામા થોડો ફેરફાર લાવવાની કોશિશ કરશો. જેથી તમને ઘર-પરિવારમાં પણ પોઝિટિવ ઊર્જાનો સંચાર અનુભવ થશે. તમારા મનમાં ચાલી રહેલી કોઇ દુવિધા દૂર થવાથી રાહત મળી શકે છે.

નેગેટિવઃ– નાની-મોટી વાતો ઉપર કોઇની સાથે ગુંચવાશો નહીં. તેનાથી તમારા સંબંધ ખરાબ થઇ શકે છે. તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો. રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો, તેની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ આજે સમય થોડો અનુકૂળ રહી શકે છે.

લવઃ– કોઇપણ બહારના વ્યક્તિની દખલ તમારા પારિવારિક જીવન ઉપર થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર તથા ડાયાબિટિક લોકો પોતાનું વિશેષ ધ્યાન રાખે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– રાજનૈતિક સંપર્કોની મદદથી તમારું કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય ઉકેલાઈ જશે. કોશિશ કરતા રહો. તમારી વ્યવસ્થિત દિનચર્યા તથા યોગ્ય કાર્ય પ્રણાલી દ્વારા તમારી કોશિશ સફળ રહેશે. સામાજિક ગતિવિધિઓમાં સેવાને લગતા કાર્યોમાં પણ તમારું યોગદાન રહેશે.

નેગેટિવઃ– તમારા વ્યક્તિગત કાર્યો પ્રત્યે પણ યોગ્ય ધ્યાન આપો. કોઇ મિત્રના મુશ્કેલ સમયમાં તેમની આર્થિક મદદ કરવી પડી શકે છે. જેના કારણે તમારું બજેટ ખરાબ થઇ શકે છે. અન્યની વાતો અંગે સમજી-વિચારીને જ વિશ્વાસ કરો.

વ્યવસાયઃ– નોકરીમા તમારી ઇચ્છા વિરૂદ્ધ કોઈ કામ મળી શકે છે.

લવઃ– વ્યવસાયિક પરેશાનીઓને પારિવારિક જીવન ઉપર હાવી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– દિવસ પોઝિટિવ પસાર થશે. કોઇપણ કાર્ય કરતા પહેલા તેના અંગે યોગ્ય વિચાર કરી લો. જોકે, તમે તમારી કાર્ય ક્ષમતા અને યોગ્યતા દ્વારા પોઝિટિવ પરિણામ પ્રાપ્ત કરી શકશો. ભાઇઓ સાથે સંબંધ સુધરશે.

નેગેટિવઃ– બાળકો ઉપર વધારે અંકુશ ન રાખો. તેનાથી તેમની કાર્ય ક્ષમતા પ્રભાવિત થઇ શકે છે. યુવા વર્ગ સોશિયલ મીડિયા અને ફાલતૂ વાતોમાં પોતાનો સમય ખરાબ ન કરે. કોઇ સાથે પણ વાદ-વિવાદમાં ગુંચવાશો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયિક મંદી હોવા છતાં આજે તમને કોઇ મહત્ત્વપૂર્ણ ઓર્ડર મળી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– જોખમી કાર્યોથી દૂર રહો.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આ નકારાત્મક સમયમાં પણ તમે તમારી પ્રતિભા અને યોગ્યતા દ્વારા પરિસ્થિતિઓનો સામનો યોગ્ય રીતે કરશો અને તમને સફળતા પણ મળશે. વારસાગત સંપત્તિના કારણે ભાઇઓ સાથે ચાલી રહેલો વાદ-વિવાદ દૂર થશે.

નેગેટિવઃ– નકારાત્મક પ્રવત્તિના લોકોથી દૂર રહો, નહીંતર તમે કોઇ મુશ્કેલીઓમાં પણ પડી શકો છો. કાયદાકીય મામલે વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે. સમસ્યા વધી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતી પરેશાનીઓ હાલ રહેશે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ અને સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– ગળું ખરાબ રહી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– ઘરની દેખરેખને લગતી યોજનાઓ ઉપર ફરી વિચાર કરવા માટે સમય અનુકૂળ છે. બધી વ્યવસ્થા ઉત્તમ જાળવી રાખવામાં તમારો વિશેષ સહયોગ રહેશે. આવકનો કોઇ વધારે સ્ત્રોત મળવાથી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધી સાથે વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો. કોઇપણ પરેશાનીમાં ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન લેવું યોગ્ય રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં માર્કેટિંગને લગતા કાર્યોમાં આજે સફળતા મળી શકે છે.

લવઃ– પ્રેમ સંબંધોમા મર્યાદાનું ધ્યાન રાખવું.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યમાં હળવી પરેશાની રહી શકે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here