16/08/2020 નું રાશિફળ : 16 ઓગસ્ટે મંગળ મેષ રાશિમાં પ્રવેશ કરશે,

0
11

મેષઃ– મંગળ રાશિ સ્વામી છે. હવે આ રાશિમાં સ્વામીના આવી જવાથી શુભફળ મળી શકે છે.

જમીન-જાયદાદથી લાભ થવાના યોગ બનશે. આવકમાં પણ વધારો થઇ શકે છે.

વૃષભઃ– આ રાશિ માટે મંગળ બારમા ભાવનો થઇ જશે. જેના કારણે ખર્ચમાં વૃદ્ધિ થઇ શકે છે.

ઘરના નિર્માણ કાર્યમાં ખર્ચ વધારે થશે. નોકરીમાં વિઘ્નો આવી શકે છે.

મિથુનઃ– આ લોકો માટે મંગળ અગિયારમાં ભાવનો થઇ જશે. જેના કારણે આવકમાં વૃદ્ધિ થઇ શકે છે.

વાદ-વિવાદમાં સફળતા મળી શકે છે.

ઘર-પરિવારમાં સુખ જળવાયેલું રહેશે

કર્કઃ– આ રાશિ માટે મંગળ દસમા ભાવનો રહેશે. વેપારમાં લાભ મળી શકે છે.

કોઇ નવું કામ શરૂ થઇ શકે છે. મહેનત વધારે રહેશે. લાભ પણ મળી શકે છે.

સિંહઃ– સિંહ રાશિના લોકો માટે નવમા ભાવનો મંગળ જમીન સંબંધિત કાર્યોમાં લાભ અપાવનાર રહેશે.

રોગમાં રાહત મળશે. ભાગ્યનો સાથ મળી શકે છે. સફળતા પણ મળશે.

કન્યાઃ– આ લોકો માટે મંગળ આઠમા ભાવનો રહેશે. વિવાદ થઇ શકે છે.

કાર્યોમાં વિઘ્નનો સામનો કરવો પડી શકે છે. સાવધાન રહેવું.

તુલાઃ– આ રાશિથી મંગળ સાતમા ભાવનો રહેશે. કુંવારા લોકો માટે લગ્નમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે. પ્રેમ-પ્રસંગમાં સફળતા મળી શકે છે.

ઘરમાં માંગલિક આયોજન થઇ શકે છે.

વૃશ્ચિકઃ– રાશિ સ્વામી મંગળની છઠ્ઠા ભાવની સ્થિતિ રહેશે. જે શુભ યોગ બનાવશે. રાજનીતિના ક્ષેત્રમાં કામ કરી રહેલાં લોકોને લાભ મળી શકે છે.

નોકરીમાં અધિકારીઓનો સાથ મળશે.

ધનઃ– આ લોકો માટે મંગળ પાંચમા ભાવનો રહેશે. ઘર-પરિવારમાં સુખ જળવાયેલું રહેશે. સંતાન પાસેથી સહયોગ મળશે. નોકરીમાં પ્રમોશન થવાના યોગ બની શકે છે.

કોઇ મોટું કામ પૂર્ણ થઇ શકે છે.

મકરઃ– મંગળ ચોથા ભાવનો રહેશે. બિનજરૂરી પરેશાનીઓ વધી શકે છે. ઘર-પરિવાર અને કાર્યસ્થળ પર વિવાદ થઇ શકે છે. ધૈર્ય જાળવી રાખવું. ગુસ્સો કરવાથી બચવું.

સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કુંભઃ– તમારા માટે મંગળની સ્થિતિ ત્રીજા ભાવની રહેશે. જેના કારણે ટ્રાન્સફરના યોગ બની શકે છે. વાદ-વિવાદમાં વિજય પ્રાપ્ત થશે. ધનલાભ મળી શકે છે.

ભાઇ-બહેન પાસેથી મદદ મળશે.

મીનઃ– આ રાશિ માટે મંગળ બીજા ભાવનો રહેશે. જે શુભ છે. ધન-સંપત્તિમાં વૃદ્ધિ થઇ શકે છે. સંતાન પાસેથી સુખ મળશે અને સફળતાના યોગ બનશે.

નોકરીમાં મન પ્રસન્ન રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here