રાશિફળ : કન્યા જાતકો માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહી શકે છે, આવકનો નવો કોઈ સ્ત્રોત મળી શકે છે

0
4

મેષઃ

પોઝિટિવઃ– ઘર તથા વ્યવસાય બંને જ ક્ષેત્રમાં તમે યોગ્ય તાલમેલ જાળવી રાખશો. પરિવારની દેખરેખ પ્રત્યે તમારું યોગ્ય યોગદાન રહેશે. મુશ્કેલ સમયમાં તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ બધાને બળ આપશે.

નેગેટિવઃ– થોડી સંઘર્ષની સ્થિતિ રહેશે, જોકે તમે પરિસ્થિતિઓનો સામનો ખૂબ જ કુશળતા સાથે કરી શકશો. થોડા નજીકના સંબંધીઓ દ્વારા જ તમને પરેશાનીઓ આપવામાં આવી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ– ઘર-પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– કામ વધારે હોવા છતાં થોડો સમય પોતાના માટે તમે કાઢી શકશો. જીવનને પોઝિટિવ દૃષ્ટિએ સમજવાની કોશિશ કરવાથી તમને સારું વાતાવરણ મળશે. ઘરની દેખરેખને લગતા કાર્યોમાં પણ તમારો રસ રહેશે.

નેગેટિવઃ– અન્યની વાતો ઉપર વિશ્વાસ ન કરીને પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપો. તમારી વ્યક્તિગત ગતિવિધિઓમાં કોઇની પણ દખલ થવા દેશો નહીં. સમય પ્રમાણે દિનચર્યામાં ફેરફાર લાવવો જરૂરી છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં હાલ મન પ્રમાણે પરિણામ મળી શકશે નહીં.

લવઃ– લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ઇન્ફેક્શનની સમસ્યા વધી શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– કોઈપણ પરેશાની આવે ત્યારે ગભરાશો નહીં, પરંતુ પોતાની યોગ્યતા અને સમજણ દ્વારા ઉકેલવાની કોશિશ કરો. ચોક્કસ જ તમને સફળતા મળી શકે છે. રાજનૈતિક ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો પોતાના સંપર્ક સૂત્રનો સદુપયોગ કરે.

નેગેટિવઃ– કોઈની સાથે વાદ-વિવાદની સ્થિતિમાં પડવું નકારાત્મક વાતાવરણ જાળવી રાખશે. સંબંધોને મધુર જાળવી રાખવા માટે તમારે પહેલ કરવી પડે તો ગભરાશો નહીં. કોઈ અશુભ સમાચાર મળી શકે છે.

વ્યવસાયઃ– કોઇ પ્રભાવશાળી વ્યક્તિના સહયોગથી અટવાયેલાં કાર્યો પૂર્ણ કરવામાં સફળતા મળી શકે છે.

લવઃ– થોડો સમય ઘર-પરિવાર માટે પણ જરૂર પસાર કરો.

સ્વાસ્થ્યઃ– તમારી ઉપર વધારે કામનો ભાર લેશો નહીં.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– પરિવાર સાથે ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમે પોતાને પોઝિટિવ અને ઊર્જાવાન અનુભવ કરશો. યુવા વર્ગ પોતાના કરિયર અને ભવિષ્યને લગતી ગતિવિધિઓ પ્રત્યે ગંભીર રહેશે.

નેગેટિવઃ– વર્તમાન વાતાવરણના કારણે થોડી નિરાશા રહેશે. તમારી ઊર્જા અને કાર્ય ક્ષમતામાં ઘટાડો આવવા દેશો નહીં. એક્ટિવ રહો. પરિસ્થિતિઓનો સ્વીકાર કરો અને તેનો સામનો કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ લગભગ આજે બંધ જ રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે તણાવના કારણે થોડો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– તણાવને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– કોઈ પરેશાનીથી છુટકારો મળી શકે છે અને દિવસ સારો પસાર થશે. ધાર્મિક તથા અધ્યાત્મિક ક્રિયાઓમાં વ્યસ્ત રહેવાથી પણ પોઝિટિવિટી આવશે. પ્રોપર્ટીની લેવડ-દેવડને લગતી કોઇ ગતિવિધિ થઈ શકે છે.

નેગેટિવઃ– પારિવારિક મુદ્દાનો ઉકેલ શોધવાની કોશિશ કરો. વાદ-વિવાદથી સ્થિતિ વધારે ખરાબ થતી જશે. કોઇપણ નજીકના સંબંધી સાથે રૂપિયા-પૈસાની લેવડ-દેવડ કરતી સમયે પારદર્શિતા જાળવી રાખો.

વ્યવસાયઃ– તમારી વ્યાપારિક કાર્ય પ્રણાલી તથા યોજનાને જાહેર થવા દેશો નહીં.

લવઃ– પ્રેમ પ્રસંગોમાં ગુંચવાઇને પોતના ઘર તથા કરિયર પ્રત્યે બેદરકારી ન કરો.

સ્વાસ્થ્યઃ– છાતિને લગતી સમસ્યા વધી શકે છે.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિ અનુકૂળ છે કોઇપણ સુઅવસરને હાથમાંથી સરકવા દેશો નહીં. આવકનો કોઈ સ્ત્રોત વધવાથી આર્થિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે. કામનો ભાર હોવા છતાં તમે પોતાના અને પરિવાર માટે સમય કાઢી શકશો.

નેગેટિવઃ– કોઇ પ્રિય મિત્રની પરેશાની જોઈને મન નિરાશ થઇ શકે છે. તમારું મનોબળ જાળવી રાખો. નહીંતર તમારી કાર્યપ્રણાલી પણ પ્રભાવિત થઇ શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં કોઇ મન પ્રમાણે ઓર્ડર મળવાથી તમે વ્યસ્ત રહી શકો છો.

લવઃ– પ્રેમ પ્રસંગોમાં અલગ થવાની શક્યતાઓ છે.

સ્વાસ્થ્યઃ– પોલ્યૂશન તથા ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો.

——————————–

તુલાઃ-

પોઝિટિવઃ– સમય પ્રમાણે તમારી દિનચર્યામાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. જોકે, આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. તમે પોઝિટિવ રહીને નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. કોઇ મુંજવણ પણ દૂર થઈ શકે છે.

નેગેટિવઃ– અકારણ જ મનમા નિરાશાનો ભાવ રહી શકે છે. કોઇ વિશ્વાસનીય વ્યક્તિ સામે પોતાની ભાવના વ્યક્ત કરો. તમારો આત્વિશ્વાસ વધી શકે છે.

વ્યવસાયઃ– પાર્ટનરશિપને લગતા વેપારમાં યોજના બનાવીને કામ કરવાની જરૂર છે.

લવઃ– લગ્નજીવન સુખમય જળવાયેલું રહેશે

સ્વાસ્થ્યઃ– તમારી વ્યવસ્થિત દિનચર્યા અને ખાનપાનને સ્વસ્થ જાળવી રાખો.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– ઘરના વડીલોનો આશીર્વાદ અને સ્નેહ ઘર-પરિવાર ઉપર રહેશે. તેમનું માર્ગદર્શન તમને કોઈ નિર્ણય લેવામાં મદદગાર સાબિત થશે. બાળકોના અભ્યાસ અને કરિયરને લઇને પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય થઇ શકે છે.

નેગેટિવઃ– કોઈપણ વ્યક્તિ સાથે ખોટા વાદ-વિવાદમાં ઉતરશો નહીં. આ સમય શાંતિપૂર્ણ અને પ્રેમથી પસાર કરવાનો છે. પારિવારિક સમસ્યાઓને ઘરે રહીને જ ઉકેલો.

વ્યવસાયઃ– તમે તમારી યોગ્યતા અને કર્મચારીઓના સહયોગથી વ્યવસાયિક ગતિવિધિઓને યોગ્ય રીતે નિભાવી શકશો.

લવઃ– પતિ-પત્ની એકબીજા પ્રત્યે સહયોગાત્મક વ્યવહાર રાખે.

સ્વાસ્થ્યઃ– માનસિક અને શારીરિક રીતે પોઝિટિવિટી જાળવી રાખો.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– કોઈપણ મહત્ત્વપૂર્ણ યોજનાને શરૂ કરવાનો આજે યોગ્ય સમય છે. સમય તમારા માટે સારું વાતાવરણ તૈયાર કરી રહ્યો છે. સમયનો યોગ્ય સહયોગ કરો. ધાર્મિક ગતિવિધિઓમા પણ યોગ્ય સમય પસાર થશે.

નેગેટિવઃ– થોડા લોકો તમારી સફળતાને જોઈને ઈર્ષ્યાની ભાવના રાખશે. પરંતુ આ નકામી વાતોને ઇગ્નોર કરીને તમે તમારા લક્ષ્ય પ્રત્યે સજાગ રહો. કોઇપણ પ્રકારની ઉધારીને લગતી લેવડ-દેવડ ન કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલ યોગ્ય સુધાર આવી શકશે નહીં.

લવઃ– ઘરની વ્યવસ્થામાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– કામ સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– થોડા સમયથી તમે તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં પોઝિટિવ પરિવર્તન લાવવા માટે આત્મ ચિંતન અને મનન કરી રહ્યા હતાં, તેનાથી અદભૂત શાંતિનો અનુભવ કરશો. આ સમયે વિદ્યાર્થીઓ અને યુવાઓને પણ યોગ્ય શુભ અવસર મળવાની શક્યતા છે.

નેગેટિવઃ– વધારે ભાવના પ્રધાન હોવું પણ યોગ્ય નથી. વ્યવહારિક વિચાર રાખો. અન્યની વાતો ઉપર વિશ્વાસ કરતા પહેલાં તેના અંગે સંપૂર્ણ ચર્ચા-વિચારણાં કરો. આ સમયે આવકની સાથે-સાથે ખર્ચ પણ રહી શકે છે.

વ્યવસાયઃ– આજે વ્યવસાયને લગતા કોઇપણ નિર્યણ લેશો નહીં.

લવઃ– પ્રેમ પ્રસંગોને લગ્નમાં બદલવા અંગેની વાત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– ઘણી વસ્તુઓ યોગ્ય રીતે પૂર્ણ થતી જશે, માત્ર તેમના પોઝિટિવ અને નકારાત્મક સ્તર અંગે વિચાર કરવો જરૂરી છે. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યમા સુધાર આવવાથી તમારી ચિંતા દૂર થશે.

નેગેટિવઃ– અન્યના વ્યક્તિગત મામલે કોઇપણ પ્રકારનો દખલ ન કરો અને સલાહ પણ ન આપો. તમે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. તમારા સ્વભાવમાં થોડું સ્વાર્થીપણું લાવવું જરૂરી છે.

વ્યવસાયઃ– કાર્યસ્થળે ચોરી થવાની કે કોઈ નુકસાન થવાની શક્યતા છે.

લવઃ– પ્રેમ પ્રસંગ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાનું ટાળો.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મેળવવા માટે સમય યોગ્ય છે. નજીકના સંબંધીઓ સાથે મેલજોલ કે વિચારોનું આદાન પ્રદાન બધાને સુખ આપી શકે છે.

નેગેટિવઃ– નકારાત્મક પ્રવૃત્તિની વાતો ઉપર ધ્યાન આપશો નહીં અને તમારી દિનચર્યાને વ્યસ્ત રાખો. યુવાઓએ ભવિષ્યને લગતી કોઇ યોજના ઉપર ગંભીરતાથી વિચાર કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– તમારી વિશ્વસનીય વ્યવસાયિક પાર્ટીઓ સાથે સંપર્કમાં રહો.

લવઃ– પરિવારમાં એકબીજાની ગેરસમજના કારણે મનમુટાવ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here