રાશિફળ : ખરીદદારીનું વિશેષ શુભ મુહૂર્ત રહેશે, આ દિવસે કુંભ જાતકો ફાયનાન્સને લગતા નિર્ણયો લઇ શકશે

0
5

મેષઃ

પોઝિટિવઃ– આર્થિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે. માત્ર તેને સફળ બનાવવા માટે તમારે દૃઢ નિશ્ચય થઇને કામ કરવાનું છે. ઘરની દેખરેખને લગતા સામાનની ઓનલાઇન શોપિંગમાં પણ સમય પસાર થશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતા કોઈ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે ઘરમા કામ વધારે રહેવાના કારણે તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ છૂટી પણ શકે છે. એટલે દિનચર્યાને વ્યવસ્થિત રાખવી પણ જરૂરી છે. કોઇપણ પ્રકારની યાત્રાને ટાળો તો સારું.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારા મેનેજમેન્ટ તથા કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ પ્રોડક્શનને વધારો.

લવઃ– ઘરના સભ્યોમાં એકબીજાનો તાલમેલ પ્રેમપૂર્ણ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને કબજિયાતની ફરિયાદ રહી શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– રોજની દિનચર્યાથી અલગ પોતાના મન પ્રમાણે સમય પસાર કરવો તમને સુકૂન આપશે. અટવાયેલા કે ઉધાર આપેલાં રૂપિયા સરળતાથી પાછા આવી શકે છે. તમે તમારી વાતો તથા કાર્યક્ષમતા દ્વારા તમારું કામ કઢાવી શકશો.

નેગેટિવઃ– ખર્ચ વધારે રહેશે. કોઇપણ મોટું રોકાણ કરતા પહેલાં પોતાની તરફથી યોગ્ય ચર્ચા-વિચારણાં કરો. કોઇ નજીકના મિત્ર સાથે સંબંધ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમા મહેનત પ્રમાણે લાભ મળી શકશે નહીં.

લવઃ– ઘરમાં વ્યવસ્થાને લઇને થોડા મતભેદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– માનસિક અને શારીરિક થાક રહી શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– તમારી રહેણી-કરણી તથા બોલચાલની રીત તમારી છાપમાં વધારે નિખાર લાવશે. આજે તમારો મોટાભાગનો સમય ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર થશે. ઘરમાં કોઇ માંગલિક કાર્યોને લગતી યોજના બનશે.

નેગેટિવઃ– બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિ કે સંગતિના કારણે મન ચિંતિત રહેશે. તેમને ખીજાવાની જગ્યાએ તેમની સાથે પ્રેમથી વ્યવહાર કરો. કોઇપણ પ્રકારની પેમેન્ટના લેવડ-દેવડમાં સાવધાની રાખો.

વ્યવસાયઃ– તમે તમારી કાર્યપ્રણાલીમાં જે પરિવર્તન કર્યા છે તેમનું સારું પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ– વ્યસ્ત દિનચર્યામાં થોડો સમય પરિવાર માટે પણ કાઢવો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજનો દિવસ મહિલાઓ માટે ખૂબ જ શુભ છે. તમારી યોગ્યતા તથા ક્ષમતા તમને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે. જીવનમાં કોઇ લાભ કે ફેરફાર આવશે અને તેનો સ્વીકાર કરવો તમારા માટે ભાગ્યોદય કારક સાબિત થશે.

નેગેટિવઃ– તમારી વાણી ઉપર કાબૂ રાખો. વિતેલી નકારાત્મક વાતો તમારું વર્તમાન ખરાબ કરી શકે છે. રૂપિયાની લેવડ-દેવડને લઇને કોઇ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારા કાર્ય પ્રત્યે વધારે ચિંતન કરવાની જરૂરિયાત છે.

લવઃ– પતિ-પત્નીનું એકબીજા સાથે તાલમેલ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે ભાગદોડના કારણે પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહેશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– રાજનૈતિક કે મહત્ત્વપૂર્ણ સંપર્ક તમારા માટે શુભ અવસરનું નિર્માણ કરશે. તમારું વર્ચસ્વ જાળવી રાખવા માટે ઉત્તમ સમય છે. ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન થશે. એકબીજા સાથે મેલજોલ ઘરનું વાતાવરણ ખૂબ જ સુખદ જાળવી રાખશે.

નેગેટિવઃ– બાળકોના એડમિશનને લઇને ચિંતા જળવાયેલી રહેશે. તમારી કોઇ યોજના જો બહાર ઉજાગર થઇ ગઇ તો તેને ફળીભૂત કરવી મુશ્કેલ રહેશે. તમારી યોજનાઓ અને ગતિવિધિઓની ચર્ચા કોઇ સામે ન કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી સમજણ અને વિવેક દ્વારા અનેક મહત્ત્વપૂર્ણ કાર્યોને યોગ્ય રીતે સંપન્ન કરી શકશો.

લવઃ– લગ્નજીવનમાં નાની-મોટી નકારાત્મક વાતોને ઇગ્નોર કરો.

સ્વાસ્થ્યઃ– ખરાબ ખાનપાનના કારણે ગળું ખરાબ રહી શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ- સંબંધીઓમાં કોઇના લગ્નને લગતા શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. અનુભવી વ્યક્તિઓનો સાથ તથા માર્ગદર્શન તમને દિશા આપશે. નજીકના મિત્રો સાથે મુલાકાત અને મનોરંજનમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ– તમારા કામના ભારને પરિવારના સભ્યો સાથે વહેંચો. તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે. ઘરના કોઇ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. વ્યવહારમાં નરમી જાળવી રાખો.

વ્યવસાયઃ– મીડિયાને લગતા સંપર્કોનો વધારેમાં વધારે ઉપયોગ કરો.

લવઃ– પારિવારિક સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો તથા માઇગ્રેનની સમસ્યા રહેશે.

——————————–

તુલાઃ-

પોઝિટિવઃ– કોઇ જગ્યાએ રોકાણ કરવું ફાયદાકારક સાબિત થશે. આજે તમારુ કોઇ સપનું સાકાર થવાનું છે. બધા કામ વ્યવસ્થિત રીતે પૂર્ણ થવાથી મન પ્રસન્ન અને તાજગીભર્યું રહી શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતી પરીક્ષામાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– ક્યારેક આળસના કારણે તમારા કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે. ધ્યાન રાખો કે થોડી બેદરકારી તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. તમારી બોલચાલની રીત નરમ રાખો, ખરાબ શબ્દોના પ્રયોગથી નિરાશા ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– સમય અનુકૂળ છે. કાર્યક્ષેત્રમાં તમારું પ્રભુત્વ જળવાયેલું રહેશે.

લવઃ– પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– અચાનક જ કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી તમે તણાવમુક્ત અનુભવ કરશો. તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા તમે બધા કાર્યો યોજનાબદ્ધ રીતે સંપન્ન કરી શકશો.

નેગેટિવઃ- ઇગો અને અતિ આત્મવિશ્વાસની ભાવના તમારી મુખ્ય નબળાઇ રહેશે. તેના ઉપર કાબૂ રાખવાની કોશિશ કરો. ધનની લેવડ-દેવડ કરતી સમયે સાવધાની જાળવો, કોઇ દગાબાજી થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ ચાલતી રહેશે.

લવઃ– જીવનસાથીનું સ્વાસ્થ્ય નરમ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– બદલાતા વાતાવરણથી પોતાની રક્ષા કરો.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજનો દિવસ તમારી મહત્ત્વકાંક્ષાને પૂર્ણ કરવાનો છે. સંપૂર્ણ મન સાથે તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. અન્ય લોકોની સલાહની જગ્યાએ તમારી યોગ્યતા અને ક્ષમતા ઉપર વધારે વિશ્વાસ રાખો.

નેગેટિવઃ– કોઇપણ પ્રકારના કોર્ટ કેસને લગતા મામલાઓને પૂર્ણ કરવા માટે સમય અનુકૂળ નથી. ઘરના વડીલોનું માન-સન્માન જાળવી રાખો. આજે ખર્ચ વધારે રહેવાના કારણે બજેટ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– મીડિયા તથા માર્કેટિંગને લગતા વ્યવસાયમાં સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– પરિવારમાં સારું વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– જોખમી કાર્યોથી દૂર રહો.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– પરિવારમાં અનુશાસિત વાતાવરણ રહેશે. હવે બાળકો અને યુવા વર્ગ પણ પોતાના પ્રોજેક્ટ કે કરિયર પ્રત્યે સજાગ રહેશે. થોડા સમયથી ચાલી રહેલી કોઇ ઘરેલૂ ચિંતાનું આજે સમાધાન આવશે.

નેગેટિવઃ– બાળકોની સંગતિ અને ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે. સમયે-સમયે તેમનું માર્ગદર્શન કરતા રહો. ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલી આવવાથી ઘરની વ્યવસ્થા થોડી અસ્ત-વ્યસ્ત થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કાર્યને લગતી થોડી નીતિઓમાં પરિવર્તન લાવવાની જરૂરિયાત છે.

લવઃ– જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ તમારા આત્મબળને વધારશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લગતી કોઇ સમસ્યાથી આજે રાહત મળી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે દિવસ અનુકૂળ છે. રોજિંદા દિનચર્યાથી અલગ પોતાના રસના કાર્યોમાં સમય પસાર કરો. તેનાથી તમારો શારીરિક અને માનસિક થાક દૂર થશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે કોઇપણ નિર્ણય લેવામાં વધારે સમય લગાવવો તમારા હાથમાં આવેલી સફળતાને દૂર કરી શકે છે. મિત્રો સાથે વધારે મેલ-મિલાપ રાખવો સમયની બરબાદી જ છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી કોઇપણ મુશ્કેલીને શાંતિ અને ધૈર્ય સાથે ઉકેલવાની કોશિશ કરો.

લવઃ– લગ્ન સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– ભાવુકતામાં આવીને તમારા નિર્ણય ખોટા સાબિત થઇ શકે છે. એટલે હ્રદયની જગ્યાએ પોતાના દિમાગથી કામ લેવું. શેર બજાર તથા રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં તમને સફળતા મળશે. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાનું નિમંત્રણ મળશે.

નેગેટિવઃ– તમારા સ્પર્ધીઓ તમારા અંગે નકારાત્મક વાતો ફેલાવી શકે છે. આવા લોકોથી દૂર રહો. કોઇપણ પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે ઉકેલો. ગુસ્સાથી પરિસ્થિતિઓ વધારે ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– માર્કેટિંગ કાર્યો તથા બહારની ગતિવિધિઓમાં આજે તમારો મોટાભાગનો સમય પસાર થશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here