પ્રેમ પ્રકરણમાં ખૌફનાક અંજામ : પ્રેમીને ઉતારી દીધો મોતને ઘાટ

0
16

રાત્રે બે વાગ્યે પ્રેમિકાના બોલાવ્યા બાદ મળવા ગયેલા પ્રેમીનું ગળું કપાયેલી હાલતમાં સવારે લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પટનાના બહાદુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદલપુર ગામે શનિવારે રાત્રે બનેલી આ પ્રેમ પ્રકરણમાં હત્યા થયેલ કિશોરની ઓળક અંશુ ઉર્ફે લકી કિંગ તરીકે છે. પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાનું જણાવી પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. પોલીસે લાશનો કબજે કરી પોસ્ટમોર્ટમ માટે નાલંદા મેડિકલ કોલેજમાં મોકલી આપી હતી.

પટના શહેરના બહાદુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ન્યુ અઝીમાબાદ કોલોનીમાં ગળું કપાયેલી હાલતમાં એક કિશોરની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પટણા સીટી ડીએસપી સહિત વિવિધ પોલીસ મથકોની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. મૃતકની ઓળખ બહાદુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદલપુરના રહેવાસી સ્વ. સંજય સાહનીનો 18 વર્ષીય પુત્ર અંશુ કુમાર તરીકે થઈ છે. એવું કહેવામાં આવે છે કે, અંશુ કુમાર પડોશમાં રહેતી સબ્યા મલિક નામની યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. મોડી રાત્રે યુવતીએ તેને મળવા માટે તેના ઘરની પાસે બોલાવ્યો, જેથી પ્રેમિકાને મળવા અંશુ તેના ઘરેથી નીકળી ગયો હતો અને તે પછી તે ઘરે પાછો આવ્યો ન હતો.

આજે સવારે તેનો મૃતદેહ ન્યૂ અઝીમાબાદ કોલોનીથી મળી આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ પોલીસ તંત્રને યુવતીના પરિવારે હત્યા કર્યાનો આક્ષેપ કરતાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જ્યારે મૃતકના મિત્ર રોશન કુમારે જણાવ્યું છે કે, યુવતીનો ભાઈ અબ્રાહમ મલિક અંશુની વારંવાર હત્યા કરવાની ધમકી આપતો હતો.

હત્યાની પુષ્ટિ કરતા પટના સિટીના ડીએસપીએ આ કેસમાં બે લોકોની ધરપકડ કરી હોવાની વાત કરી રહ્યા છે. પોલીસે આરોપી યુવતીને પણ કસ્ટડીમાં લીધી છે, જેની સઘન પૂછપરછ ચાલી રહી છે. પટના શહેરના ડીએસપી અમિત શરણે આખા મામલાની તપાસ ટૂંક સમયમાં કરવાની ખાતરી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here