Friday, April 19, 2024
Homeઅમદાવાદ : કોંગ્રેસના 188 ઉમેદવારમાંથી માત્ર 12 ટકા ઉમેદવાર જ ઉચ્ચ ડીગ્રી...
Array

અમદાવાદ : કોંગ્રેસના 188 ઉમેદવારમાંથી માત્ર 12 ટકા ઉમેદવાર જ ઉચ્ચ ડીગ્રી ધરાવે છે

- Advertisement -

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મામલે છેક છેલ્લી ઘડી સુધી ઉમેદવારની જાહેરાત વગર સીધા મેન્ડેટ આપતાં 48 વોર્ડમાં કોંગ્રેસના 188 ઉમેદવાર ચૂંટણી લડવાના છે. કોંગ્રેસ પક્ષના પહેલેથી જ ઉમેદવારી માટે કકળાટ શરૂ થયો હતો અને ઉમેદવારીપત્ર ભરવા છેલ્લે સુધી વિવાદ આવ્યો હતો. કોંગ્રેસ પક્ષની પ્રદેશ નેતાગીરીએ 48 વોર્ડમાં જે ઉમેદવારને પસંદ કર્યા છે એમાં માત્ર 12 ટકા લોકો જ ઉચ્ચ ડીગ્રી ધરાવતા ઉમેદવાર છે. એમાં એક ડોકટર અને સૌથી વધુ LLB-LLM ની ડીગ્રી ધરાવતા ઉમેદવાર છે. નોંધનીય બાબત છે કે જે વિસ્તારમાં સૌથી વધુ લોકો ભણેલાગણેલા અને વૈભવી લાઇફસ્ટાઇલ તેમજ શિક્ષિત લોકો રહે છે એવા જોધપુર વોર્ડમાં ચારેય ઉમેદવાર ધો. 10થી વધુ ભણેલા નથી.

ઘાટલોડિયા વોર્ડનાં કોંગ્રેસનાં ઉમેદવાર પૂજા પ્રજાપતિ.

ઘાટલોડિયા વોર્ડનાં કોંગ્રેસનાં ઉમેદવાર પૂજા પ્રજાપતિ.

ચાર વોર્ડમાં બે ઉમેદવાર ઉચ્ચ ડીગ્રીવાળા, જ્યારે બે ઉમેદવાર 12 પાસ

કોંગ્રેસ પક્ષમાં ઉમેદવાર નક્કી કરવાને ભારે કકળાટની સ્થિતિ અને વિરોધના સૂરને પગલે પ્રદેશ નેતાગીરીએ ગાંધીનગર નજીક એક ફાર્મ હાઉસમાં બેસી ઉમેદવાર નક્કી કરી ઉમેદવાર તરીકે ફોન પર જાણ કરી દીધી હતી. બારોબાર મેન્ડેટ પહોંચાડી દેવાયા હતા. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડમાં કોંગ્રેસે જે ઉમેદવાર ઊભા રાખ્યા છે એમાં મોટા ભાગના ઉમેદવાર ધો. 12 સુધી અને B. COM., B.A એટલે બેચલર ડીગ્રી સુધી જ ભણેલા છે. કોંગ્રેસે અનેક વોર્ડમાં માત્ર ધો. 8થી ધો. 12 ભણેલા ઉમેદવાર જ મૂક્યા છે. આઠ વોર્ડમાં એક ઉમેદવાર બેચલર છે, બાકીના ત્રણ ધો. 12 પાસ સુધીમાં ભણેલા છે, જ્યારે ચાર વોર્ડમાં બે ઉમેદવાર ઉચ્ચ ડીગ્રીવાળા, જ્યારે બે ઉમેદવાર 12 પાસ છે.

ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ શર્મા.

ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ શર્મા.

ચાંદખેડામાંથી ઉમેદવારી કરનાર વિપક્ષના નેતા LLB થયેલા છે

અસારવા વોર્ડનાં મહિલા ઉમેદવાર ડો. મધુબેન પટણી ડોકટર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતા અને ઠક્કરબાપાનગર સીટ છોડી ચાંદખેડામાંથી ઉમેદવારી કરનાર વિપક્ષના નેતા LLB થયેલા છે. ઘાટલોડિયાનાં મહિલા ઉમેદવાર અને ખાડિયાનાં ઉમેદવાર મનીષા પરીખ, અમદાવાદ શહેર મહિલા પ્રમુખ અને સરખેજ વોર્ડનાં ઉમેદવાર હેતા પરીખ, મકતમપુરા વોર્ડના પૂર્વ કાઉન્સિલર અને હાલના ઉમેદવાર સમીરખાન પઠાણ અને હાજી મિર્ઝા તેમજ રામોલ હાથીજણ વોર્ડના રાજુભાઇ ભરવાડ એડવોકેટ છે.

સરખેજ વોર્ડના કોંગ્રેસનાં ઉમેદવાર હેતા પરીખ.

સરખેજ વોર્ડના કોંગ્રેસનાં ઉમેદવાર હેતા પરીખ.

કયા વોર્ડમાં કોંગ્રેસના ચારેય ઉમેદવાર ધો. 12 કે બેચલર છે

1) વોર્ડ નંબર 1 ગોતા: ધો.5થી 12 સુધી
2) વોર્ડ નંબર 2 ચાંદલોડિયા: ધો. 10થી 12 સુધી
3) વોર્ડ નંબર 10 સ્ટેડિયમ: એક મહિલા ઉમેદવાર B. ED. બાકીના ત્રણ ધો 10 પાસ
4) વોર્ડ નંબર 13 સૈજપુર બોધા: ધો.8થી 10 સુધી
4) વોર્ડ નંબર 20 જોધપુર: ધો.8થી ધો. 10 સુધી
4) વોર્ડ નંબર 30 પાલડી : ધો.9થી ધો. 12 સુધી
5) વોર્ડ નંબર 41 વસ્ત્રાલ: એક ITI અને બાકીના બે ઉમેદવાર ધો. 10 અને 12 પાસ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular