અમદાવાદ : હોસ્પિ. એન્ડ નર્સિંગ હોમ્સ એસો.નો આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિને પત્ર, ટેસ્ટિંગ પોલિસી પર ઉઠાવ્યા ગંભીર સવાલ

0
7

અમદાવાદ. રાજ્યમાં કોરોના બેકાબૂ બની ચૂક્યો છે અને કોઈપણ પ્રકારે તે અટકવાનું નામ લેતો નથી. અત્યારસુધીમાં 1 લાખ 78 હજાર 68 ટેસ્ટ કરવામાં આવ્યા છે.જેમાંથી 13,669 પોઝિટિવ જ્યારે 1 લાખ 64 હજાર 399ના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જો કે હાલ રાજ્યમાં ચાલી રહેલા ટેસ્ટિંગ સામે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આ મામલે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશને આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિને પત્ર લખી ટેસ્ટિંગ પોલિસી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ પત્ર દ્વારા ત્રણ સવાલના જવાબ માંગવામાં આવ્યા છે. આ ઉપરાંત એસોસિયેશનના પ્રેસિડન્ટ ડોકટર ભરત ગઢવીએ પણ ગુજરાતના વધી રહેલાં મૃત્યુદર અંગે ઓછા ટેસ્ટને જવાબદાર ગણાવ્યા છે.

પત્ર મારફતે 3 સવાલના જવાબ માગ્યા

ખાનગી લેબમાં પરવાનગી બાદ જ ટેસ્ટિંગ થઈ શકશે આ નિર્ણય કોના દ્વારા લેવામાં આવ્યો છે, જો કોઈ મુશ્કેલી ઉભી થશે તો આ નિર્ણય લેનાર જવાબદાર રહેશે.આ પોલિસીને અમલમાં મુકતા પહેલા કોઈ આરોગ્ય નિષ્ણાતનો અભિપ્રાય લેવાયો હતો?ટેસ્ટિંગની સંખ્યાને નિયંત્રણમાં રાખીને વધારે ટેસ્ટિંગ ન કરવાનો નિર્ણય લેવા પાછળનો શું તર્ક છે?

મેડિકલ ઈમરજન્સી હોય તેવા દર્દીઓની સર્જરી પહેલા ટેસ્ટિંગ જરૂરી

મેડિકલ ઈમરજન્સી હોય તેવા દર્દીઓની સર્જરી પહેલા ટેસ્ટિંગ જરૂરી છે ત્યારે તેવા દર્દીઓના ટેસ્ટ્સ ઝડપથી કરવામાં આવે એ ખૂબ જરૂરી છે, જેથી દર્દીઓને બીજી કોઈ સમસ્યા ન થાય. કોવિડ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ માટે અંગે કહ્યું કે દર્દીઓને જલ્દીમાં હોસ્પિટલમાં લઇ લેવાય એ જરૂરી છે નહિતર દર્દીને દાખલ કરવામાં 2-3 દિવસનું મોડું થાય ત્યારે દર્દીના સગાવ્હાલાઓ ચિંતામાં મુકાય છે અને જો દર્દી પોઝિટિવ છે તો તેના સગાવ્હાલાઓ તેની સાથે જ રહેતા હોવાથી તેઓ સુપરસ્પ્રેડર બને તેવી સંભાવના રહેલી છે.

અલગ અલગ પરિપત્રના આદેશથી કોરોના ટેસ્ટિંગમાં સમય વધારે અને પરિણામ મોડા મળે છે

આ પત્રમાં જણાવ્યું છે કે સરકારના અલગ અલગ પરિપત્રના આદેશથી કોરોના ટેસ્ટિંગમાં સમય વધારે અને પરિણામ મોડા મળે છે. સૌપ્રથમ સરકારે માત્ર સરકારી હેલ્થ સેન્ટર્સમાં ટેસ્ટિંગ કરવાનો આદેશ આપ્યો હતો ત્યાર બાદ પ્રાઈવેટ લેબ્સમાં મંજૂરી આપી હતી.આ મંજૂરીને પગલે 1થી 10 મે દરમિયાન 6થી 8 કલાકમાં ટેસ્ટનું રિઝલ્ટ આવી જતું હતું અને 60-70 ટકા જેટલાં દર્દીઓના ટેસ્ટ માટેની મંજૂરી મળતી હતી.આવામાં હવે નવા આદેશના પગલે આ જ સમય ત્રણ દિવસનો થઈ જાય છે, જ્યારે ટેસ્ટ કરવાની મંજૂરી માત્ર 10-20 ટકા દર્દીઓ માટે મળે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here