Wednesday, November 30, 2022
Homeગુજરાતવલસાડમાં હોસ્પિટલના ઇન્ટર્ન તબીબોએ PGની નવી પોલિસીનો કર્યો વિરોધ

વલસાડમાં હોસ્પિટલના ઇન્ટર્ન તબીબોએ PGની નવી પોલિસીનો કર્યો વિરોધ

- Advertisement -

રાજ્ય સરકારે પોસ્ટ ગ્રેજ્યુએશન (PG)ના નવા નિયમોની જાહેરાત કરી તેનો અમલ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે વલસાડની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇન્ટર્ન તબીબોએ સરકારની નવી PGના નવા નિયમોનો વિરોધ નોંધાવ્યો હતો. જુના વિદ્યાર્થીઓને આ નિયમોથી બાકાત રાખવામાં આવે તેવી માગ કરી છે. કોલેજ બહાર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. તેમજ મેડિકલ કોલેજના ડિનને રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના નવા નિયમો લાગુ કરવાની જાહેરાત કરતા ઇન્ટર્ન તબીબોએ નારાજગી વ્યક્ત કરી હતી. આજ રોજ વલસાડની GMERS મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના 800 જેટલા ઇન્ટર્ન ડોક્ટર દ્વારા કોલેજ કેમ્પસ ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ઇન્ટર્ન તરીકે કામ કરતા ડોક્ટરોને સ્ટેટ કોટામાં પ્રેવશ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડશે. નવા નિયમોના કારણે ઇન્ટર્ન ડૉક્ટરોનું ભવિષ્ય અંધકાર બંનેશે તેમ ઇન્ટર્ન ડોક્ટરોએ જણાવ્યું હતું.

​​​​​​​સરકાર નવો નિયમ જુના બેચ પર લાગુ ન કરે એ માટે ઇન્ટર્ન ડોક્ટરોએ માંગ કરી હતી. સરકારના નવા નિયમોના કારણે જુની બેચના ઇન્ટર્ન ડોક્ટરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. કોલેજ કેમ્પસ ખાતે સૂત્રોચ્ચાર કરી અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વલસાડની GMERS મેડિકલ કોલેજના ડિનને ઇન્ટર્ન ડોક્ટરના પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular