સ્ટેજ પ્રમાણે હટશે લોકડાઉન : ટ્રેન ચાલશે : જે જિલ્લામાં એક પણ સંક્રમિત હશે, ત્યાં નહિ ઉભી રહે, કોચમાં મિડિલ બર્થ બુક થશે નહિ

0
12

દિલ્હી : દેશમાં 21 દિવસના લોકડાઉનને આજે બે સપ્તાહ પુરા થઈ રહ્યાં છે. આ દરમિયાન સરકારમાં લોકડાઉનમાંથી બહાર નીકળવાનું મંથન શરૂ થઈ ચુક્યું છે. જોકે એ હાલ સ્પષ્ટ નથી કે 14 એપ્રિલ બાદ લોકડાઉન ખત્મ થશે કે આગળ વધશે. સરકારની એવી તૈયારી છે કે તે જ્યારે પણ ખત્મ થાય, ત્યારે લોકોને રાહત આપવાની સાથે-સાથે સંક્રમણના ખતરાથી પણ બચાવી શકાય. એક ડ્રાફટ પ્લાનમાં રાજ્યોને ચાર હિસ્સામાં વહેંચીને લોકડાઉન ખોલવાનો પ્રસ્તાવ છે. તે મુજબ જે જિલ્લામાં કોઈ દર્દી નહિ હોય ત્યાં કેટલાક લોકોને કેટલીક શરતોની સાથે જિલ્લાની અંદર અવર-જવરની પરવાનગી હશે. કેટલાક જિલ્લામાં રેલવે અને બસની સાથે-સાથે વિમાન સેવા પણ શરૂ થઈ શકે  છે. રેલવે સર્વિસ શરૂ થશે તો ટ્રેનની મિડલ બર્થ બુક થશે નહિ. મોટાભાગના જિલ્લાઓમાં સ્કુલ-કોલેજ, પાર્ક, સિનેમાઘર, વ્યાવસાયિક અને ખાનગી સંસ્થાઓ બંધ જ રહેશે. ટ્રેન એ જિલ્લામાં રોકાશે નહિ, જ્યાં એક પણ કોરોનાથી સંક્રમિત દર્દી હશે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મંત્રીઓને કોરોનાવાઈરસની આર્થિક અસર ઓછી કરવા માટે યુદ્ધ સ્તર પર યોજના બનાવવાના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે આ સંકટ આપણા માટે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા અને બીજા દેશો પર નિર્ભરતા ઘટાડવાની તક છે. તેમણે વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા કેબિનેટની બેઠક બોલાવી.

ટ્રેનમાં મિડલ બર્થ બુક થશે નહિ, થર્મલ સ્કેનિંગ થશે

રેલવે, બસ અને વિમાનના મુસાફરો સિવાય અહીં કામ કરનારાઓ માટે અલગ-અલગ તકેદારીના સુચનો આપવામાં આવ્યા છે. કોર્ટ, કુરિયર સર્વિસ, રેલવે સ્ટેશન પર થર્મલ સ્કેનિંગ જરૂરી થશે. ટ્રેનમાં મિડિલ બર્થ બુક થશે નહિ. પ્લેટફોર્મ ટિકિટ મોંઘી કરવાનું પણ સુચન છે. ટીટી ઈન્ફ્રારેડ થર્મોમીટરથી તપાસ કરશે. ટ્રેનમાં મુસાફરોને માસ્ક અને સેનિટાઈઝરના પાઉચ આપવાનું પણ સુચન છે. એરપોર્ટ પર વૃદ્ધો, ગર્ભવતી અને બાળકો માટે બોર્ડિંગ પાસ માટે અલગ લાઈન હશે. વિમાનના સમયના ત્રણ કલાક પહેલા મુસાફરોને એરપોર્ટ પર જવાની પરવાનગી હશે નહિ.

સ્ટેજ પ્રમાણે આ રીતે હટાવવામાં આવશે લોકડાઉન

સ્ટેજ-4 : જરૂરી સુવિધાઓ ચાલુ રહેશે, 65થી વધુના લોકો ઘરની બહાર નહિ નીકળે 
બીજા રાજ્યોમાં નહિ જઈ શકે. ટ્રેનમાં રિઝર્વેશન વગર ટિકિટ મળશે નહિ. બસ-ટ્રેનમાં ક્ષમતા કરતા એક તૃતીયાંશ ઓછી ટિકિટ બુક થશે. જે જિલ્લામાં કેસ નહિ હોય, ત્યાં ઈન્ડસ્ટ્રી શરૂ થશે. જોેકે શ્રમિકો તે જિલ્લાના જ હશે. જે શહેરોમાં કેસ હશે, ત્યાં ટ્રાન્સપોર્ટેશન બંધ રહેશે. તમામ ધર્મસ્થળ, શિક્ષણ સંસ્થાન વગેરે બંધ જ રહેશે.

સ્ટજ-3 : ઘરેલુ વિમાનોથી મુસાફરી થશે, જોકે સંક્રમિત જિલ્લામાં નહિ
બીજા રાજ્યોમાં જઈ શકશે નહિ. ઘરેલુ વિમાનો ચાલશે. જે જિલ્લામાં દર્દી હશે, ત્યાં અવર-જવર બંધ રહેશે. બાકીના જિલ્લામાં અવર-જવર કરી શકશે. જે જિલ્લામાં કોઈ દર્દી નહિ હોય, ત્યાં જરૂરી ન હોય તેવો સામાન પણ જઈ શકશે. સ્ટેજ-4 અને સ્ટેજ-3માં લગભગ એક સમાન પ્રતિબંધ હશે.

સ્ટેજ-2 : સ્કુલ-કોલેજ બંધ જ રહેશે, શોપિંગ મોલ-સિનેમાઘર ખુલશે
બીજા રાજ્યમાં રેલવે અને રોડ દ્વારા અવર-જવર કરી શકાશે. જોેકે એ અંગે તકેદારી રાખવામાં આવશે કે સ્ટેજ-3 અને સ્ટેજ-4ના શહેર ન આવે. વિમાનથી નીચલા સ્ટેજના શહેરોમાં જઈ શકાશે. માત્ર ત્યાં જ જઈ શકાશે જ્યાં 28 દિવસમાં એક પણ કેસ આવ્યો નથી. ઈન્ડસ્ટ્રીમાં રાજ્યના કોઈ પણ હિસ્સામાંથી મજૂર કામ કરી શકશે.

સ્ટેજ-1 : સ્કુલ-કોલેજ શરૂ થશે, પરંતુ રૂમમાં 50થી વધુ વિદ્યાર્થીઓ નહિ હોય
રેલવે કે રોડથી એકથી બીજા રાજ્યમાં અવર-જવરની પરવાનગી હશે. સ્ટેજ-3 અને સ્ટેજ-4 શહેરોમાં જઈ શકાશે નહિ. તે જિલ્લામાં ટ્રેન ઉભી રહેશે નહિ જ્યાં દર્દી હશે. જે જિલ્લામાં 28 દિવસમાં દર્દી આવ્યો નહિ હોય ત્યાં આવવા-જવાની પરવાનગી હશે. ધાર્મિક સ્થળ ખુલી શકશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here