અંબાજી : હોટેલ એશોસિયેશન તરફથી પોલીસકર્મીઓ, મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મીઓ, મીડિયાકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું

0
0
ગુજરાતમા અને દેશમા લોકડાઉન 4 શરૂ છે. શક્તિ પીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું મા અંબા નું પ્રાચીન તીર્થ છે. અંબાજી ખાતે કોરોના પોઝેટીવ વાઇરસનો એક પણ કેસ આવ્યો નથી અને અંબાજી આસપાસના વિસ્તારોમા પણ પોઝેટીવ કેસ ન આવતા અંબાજી ખાતે લોકોમાં માતાજીની ઉપાસના કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ પોલીસ, મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મીઓ, મીડિયા દ્વારા લોકડાઉન સમયમાં પણ સુંદર કામગીરી કરી લોકચાહના મેળવી રહ્યા છે. ત્યારે અંબાજી ખાતે હોટેલ એશોસિયેશન તરફથી પોલીસ અને સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
અંબાજી ખાતે લોકડાઉન 1 થી આજદિન સુધી કોરોના વાઇરસના સંક્રમણમા પણ પોતાની ફરજ નિષ્ઠાથી બજાવતા લોકો સાચા કોરોના વોરિયર્સ તરીકે બહાર આવતા અંબાજીમા વિવિધ સંસ્થા તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અંબાજી હોટેલ એશોસિયેશન તરફથી અંબાજી ખાતે સફાઈ અભિયાન કરતા સફાઈકર્મીઓનું પુષ્પ વર્ષા કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ સિવાય અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા.
અંબાજી ખાતે કરની સેના, અંબાજી ભાજપા હોટેલ અસોસિયેશન અને અન્ય સંસ્થા તરફથી સાચા કોરોના વોરીયરસનું સન્માન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here