અમદાવાદ : ગ્રાહકોના કાર્ડ ક્લોન કરી છેતરપિંડી કરતો હોટલ મેનેજર ઝડપાયો

0
0

ડિજિટલ પેમેન્ટના યુગમાં મોટાભાગે લોકો કાર્ડ સ્વાઈપ કરાવી પેમેન્ટ કરતા હોય છે. કાર્ડને ક્લોન કરી અને છેતરપિંડી કરવામાં આવતી હોય છે ત્યારે અમદાવાદની ગુજરાત કોલેજ પાસે આવેલી હોટલ ફોર પોઇન્ટ્સ બાય સેરાટોનના મેનેજરે પર્સનલ પેમેન્ટ ટર્મિનલ મશીન દ્વારા કાર્ડ ક્લોન કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ગ્રાહકોના ચેક આઉટ દરમિયાન કાર્ડથી પેમેન્ટ કરતા લોકોનું પેમેન્ટ પોતાના મશીનમાં ક્લોન કરી લીધા અને નાણાં ટ્રાન્સફર કરી લીધા હતા. સાઈબર ક્રાઇમ બ્રાન્ચે અરજીના આધારે ફ્રન્ટ ડેસ્ક મેનેજર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સીસીટીવી જોતાં સમગ્ર મામલો સામે આવ્યો

ગુજરાત કોલેજ પાસે આવેલી હોટલ ફોર પોઇન્ટ્સ બાય સેરાટોનમાં રહેતો વિનાયક માતરે વર્ષ 2018થી મેનેજર તરીકે નોકરી કરે છે. હોટલમાં વ્યવસાયિક પ્રવૃત્તિનું વહીવટ અને નિરીક્ષણ કરવાનું છે. હોટલના ફાયનાન્સ ડિપાર્ટમેન્ટના તન્મય મોહંતીનાને એક પ્રાઇવેટ બેન્કમાંથી ફોન આવ્યો હતો. જેઓએ જણાવ્યું કે તેમની હોટલમાં રોકાયેલ શેખ અમરુદ્દીન અને નિમિશ નાહરના એટીએમ કાર્ડ ક્લોન થયા છે. અને શંકાસ્પદ વ્યવહારો જણાયા છે. બંને તમારી હોટલમાં રોકાયા અને બાદમાં ચેકઆઉટ કર્યું, ત્યારે સિસ્ટમ પ્રમાણે હોટલના ફ્રન્ટ ડેસ્ક પર આવીને સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ ફ્રન્ટ ડેસ્ક મેનેજરની હાજરીમાં બિલ ચુકવણી કરતા હતા. આ શંકાસ્પદ વ્યવહારોની તપાસ બાબતે સીસીટીવી જોતાં ફ્રન્ટ ડેસ્ક પર કામ કરતા દિગ્વિજયસિંહ સિંગ ડ્યુટી પર હતા. તેમની પાસે હોટલનું પેમેન્ટ ટર્મિનલ મશીન અને ઉપરાંત પોતાનું અન્ય એક મશીન પણ હતું.

કાર્ડ સ્વાઈપ કરી રૂ. 40 હજારથી વધુની રકમ મેળવી લીધી

તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, જે ગ્રાહકો ચેક આઉટ કરતા હતા અને કાર્ડથી પેમેન્ટ કરતા હતાં તેમના કાર્ડ લઈને ખાલી ચિપવાળો ભાગ હોટલના કાર્ડને નાખતો. દિગ્વિજયસિંહએ પોતાનું ગેરકાયદે મશીન હતું તેમાં કાર્ડ સ્વાઈપ કરી રૂ. 40 હજારથી વધુની રકમ મેળવી લીધી અને બાદમાં હોટલના મશીનમાં કાર્ડ નાખી ચેડા કર્યા હતા. છેતરપિંડી કરી હોવાનું બહાર આવતાં હોટલના સત્તાધીશોએ સાઇબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here