કોરોના વોરિયર્સ રાજકોટ : હોટસ્પોટ જંગલેશ્વરના સમાજ સેવક મુન્નાબાપુ સહિત 16 લોકોએ કોરોનાને પરાસ્ત કર્યો

0
11

રાજકોટ. રાજકોટમાં 58 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 16 દર્દીએ કોરોનાને મ્હાત આપી વિજયી બન્યા છે. 16 દર્દીઓમાં 78 વર્ષના વૃદ્ધા વિમલાબેન હર્ષભાઇથી  લઇ હોટસ્પોટ જંગલેશ્વરના આગેવાન અને સમાજસેવક મુન્નાબાપુ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વિમલાબેનની રોગ પ્રતિકાક શક્તિ એટલી મજબૂત હતી કે તેઓને વેન્ટિલેટરની પણ જરૂર પડી નહોતી. તેઓએ હોસ્પિટલમાં જ આધ્યામિક પુસ્તકો મંગાવી લીધા હતા અને રોજ વાંચન કરતા હતા.  તો મુન્નાબાપુ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રોજ કસરત કરતા હતા. આવા 16 કોરોના વોરિયર્સએ કોરોનાને પરાસ્ત કરી ચૂક્યા છે. રાજકોટના અને ગુજરાતના પ્રથમ કોરોના દર્દી નદીમે પણ કોરોના પર વિજયી બન્યા છે. જ્યારે સાજા થઇને સૌથી નાની ઉંમરમાં કોરોનાને રિયાઝ (ઉ.વ.17) નામના તરૂણે પરાસ્ત કર્યો હતો. 16 દર્દીને ડિસ્ચાર્જ કર્યા તેની યાદી મનપાએ સત્તાવાર રીતે બહાર પાડેલી છે.

માતા-પુત્ર સાથે સાજા થયા હતા

જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા 78 વર્ષના વિમલાબેન અને તેના પુત્ર કૌશલને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આથી બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોરોનાને પરાસ્ત કર્યો હતો. માતા-પુત્ર બંને એક જ દિવસે સાજા થયા હતા અને બંનેને એક જ દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે જંગલેશ્વરના મુન્નાબાપુને રિપોર્ટ પોઝિટિવ આવતા તેના પરિવારને ક્વોરન્ટીન કરાયો હતો. જેમાં તેની પત્નીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 

કોરોનાને મ્હાત આપી ચૂકેલા કોરોના વોરિયર્સ 

1.નદીમ કાસમભાઇ સેવિંગીયા (ઉ.વ.32), લેઉવા પટેલ સોસાયટી, જંગલેશ્વર.
2.મયુરધ્વજસિંહ હરિચંદ્રસિંહ (ઉ.વ.36), ન્ય કોલેજવાડી.
3.વિમલાબેન હર્ષદભાઇ (ઉ.વ.78), 15-એ જાગનાથ પ્લોટ.
4.કૌશલ હર્ષભાઇ કાનાબાર (ઉ.વ.42), 15-એ જાગનાથ પ્લોટ.
5. રાકેશ અરજણભાઇ હાપલીયા (ઉ.વ.36), 8-રોયલ પાર્ક, કાલાવડ રોડ.
6. મેહુલ પ્રફુલભાઇ કોટેચા (ઉ.વ.39), એકતા એપાર્ટમેન્ટ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર.
7.દિલદાર યુસુફભાઇ બ્લોચ (ઉ.વ.33), જંગલેશ્વર-24.
8. ધરતી રાકેશભાઇ હાપલીયા (ઉ.વ.33), પંચશીલ સોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર.
9. જીતેન્દ્ર મનસુખભાઇ (ઉ.વ.37), તપસ સોસાયટી, નાનામોવા.
10. જય વ્રજલાલભાઇ સોરઠીયા (ઉ.વ.28), સાંનિધ્ય ગ્રીન સોસાયટી, ન્યૂ 150 ફૂટ રિંગરોડ.
11.અલ્તાફ અલારખા પતાણી (ઉ.વ.40), જંગલેશ્વર શેરી નં. 27.
12.ઝરીના અલ્તાફભાઇ પતાણી (ઉ.વ.40), જંગલેશ્વર શેરી નં.27.
13.રિયાઝ અલ્તાફભાઇ પતાણી (ઉ.વ.17), જંગલેશ્વર શેરી નં.27.
14. ઇમ્તિયાઝ ડાકોર (ઉ.વ.38), જંગલેશ્વર શેરી નં.27.
15. ચુડાસમા ફિરોજ (ઉ.વ.34) જંગલેશ્વર શેરી નં. 24.
16.સૈયદ હબિબમિયા ઝુસામિયા (મુન્નાબાપુ) (ઉ.વ.47), અંકુર સોસાયટી,જંગલેશ્વર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here