ઈન મેકિંગ:’હાઉસફુલ 5’માં પણ અક્ષય- દીપિકા સિવાય ચોથા પાર્ટની આખી સ્ટાર કાસ્ટ દેખાશે, ફિલ્મને આઇમેક્સ ફોર્મેટમાં શૂટ કરવામાં આવશે

0
9

ડિરેક્ટર- પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલાની ‘હાઉસફુલ’ ફ્રેન્ચાઇઝી બોલિવૂડની સૌથી સફળ કોમેડી ફિલ્મ સિરીઝમાંની એક છે. હવે બધા ‘હાઉસફુલ’ ફેન્સ માટે સારા સમાચાર છે. ગયા વર્ષે રિલીઝ થયેલી ‘હાઉસફુલ 4’ 200 કરોડ ક્લબમાં સામેલ થઇ હતી. હવે એવા સમાચાર છે કે આ સફળતા બાદ મેકર્સે હવે આ સિરીઝનો પાંચમો પાર્ટ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. સાજીદે ‘હાઉસફુલ 5’માં ચોથા પાર્ટની જ કાસ્ટને ફાઇનલ કરી છે. મતલબ કે અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, જોન અબ્રાહમ, જેકલીન ફર્નાન્ડિઝ અને આખી સ્ટાર કાસ્ટ ફરીવાર ‘હાઉસફુલ 5’માં જોવા મળશે.

આઇમેક્સ ફોર્મેટમાં શૂટ થશે ‘હાઉસફુલ 5’
મેકર્સના એક નજીકના સૂત્રે જણાવ્યું કે સિરીઝના 5મા પાર્ટમાં બધા કેરેક્ટર સાથે જોવા મળશે. માટે એક અદભુર સ્ટારકાસ્ટ હશે. સાજીદ તેની ટીમ સાથે ‘હાઉસફુલ 5’ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. ફિલ્મ આઇમેક્સ ફોર્મેટમાં શૂટ થશે. ‘બાહુબલી’ અને ‘પદ્માવત’ પણ આ ફોર્મેટમાં શૂટ થઇ હતી. સાજીદ અને અક્ષય પોતાનું કોમેડી એવેન્જર્સ યુનિવર્સ બનાવી રહ્યા છે.

જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને લારા દત્તાએ સિરીઝના પહેલા પાર્ટમાં એક્ટિંગ કરી હતી. જ્યારે અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ ફિલ્મના બધા ભાગમાં સામેલ છે. ફેન્સ આ સિરીઝના પાંચમા ભાગની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ‘હાઉસફુલ 4’એ બોક્સઓફિસ અને ડિજિટલ પ્લેટફોર્મ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સૌથી વધુ જોનારી ફિલ્મોમાંની એક છે. મેકર્સ ફરી એકવાર મોટી સ્ટારકાસ્ટ સાથે એક નવો બેન્ચમાર્ક સેટ કરવાની તૈયારી કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here