ઘરેલૂ ઉપાયો : ચહેરાની સુંદરતા વધારવા હવે પાર્લરની નહીં પડે જરૂર, ઘરે કરી લો આ સરળ ટ્રીટમેન્ટ

0
45

ભાગદોડ ભરેલી લાઇફ અને અનિયમત ખાનપાનથી ચહેરાની રંગત જાણે ઓછી થઇ જાય છે. જ્યારે યુવક હોય કે યુવતી દરેક લોકોને સુંદર ત્વચા જોઇએ છે. પરંતુ ધૂળ-માટી અને પ્રદુષણને લઇને ચહેરા પર ખીલ થઇ જાય છે. જેને હટાવવા અને ગોરી ત્વચા માટે બ્યુટી પ્રોડક્ટ્સ નો સહારો લે છે. તો આવો જોઇએ રસોડામાં જ રહેલા છે ઘણાં એવા નુસ્ખા.

  • ઘરે જ વધારો ચહેરાની સુંદરતા
  • સસ્તા ઘરેલૂ ઉપાય કરશે તમારી મદદ
  • રસોડામાં છૂપાયેલા છે સુંદરતાના નુસખા

દહીંથી મેળવો ગોરી ત્વચા

દહીંમાં બ્લીંચિંગ એજન્ટ હોય છે. જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. દહીંમાં થોડોક ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ પેસ્ટ 15 મિનિટ સુધી રાખ્યા બાદ ચહેરો ધોઇ લો. આમ કરવાથી તમારી ત્વચા સુંદર લાગશે.

લીંબુ વધારશે તમારા ચહેરાની ચમક

લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. તે ત્વચા માટે સૌથી સારો ગુણ છે. જેનાથી ચહેરા પરના ખીલ અને દાગ-ધબ્બા દૂર થવાની સાથે ચમક પણ આવે છે. લીંબુના રસને તમે ફેસપેકમાં મિક્સ કરીને પણ લગાવી શકો છે. તે સિવાય લીંબુના રસમાં કાકડીનો રસ અને થોડીક હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ફાયદો મળે છે.

ફેસ ટેનિંગને દૂર કરે છે ટામેટું

ચહેરા માટે ટામેટાનું માસ્ક ખૂબ સારુ છે. ટામેટાના માસ્કને તમે મધ સાથે ટ્રાય કરી શકો છો. ટામેટા અને મધનું મિશ્રણ ચહેરાની સુંદરતાને ઘણી હદ સુધી વધારે છે.

આ રીતે બનાવો માસ્ક
આ માસ્કને બનાવવા માટે 1 નાનું ટામેટું, 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ લેવો. એક બાઉલમાં ટામેટાનું પલ્પ લો અને તેની સાથે મધ તેમજ લીંબુ મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગળા પર લગાવો. આશરે 15 મિનિટ સુકાયા બાદ ચહેરો બરાબર ધોઇ લો. ચહેરા પર ગ્લો લાવવાની સાથે જ આ ઉપાય ચહેરાના દાગ-ધબ્બાને પણ દૂર કરે છે.

એલોવેરાથી ચમકશે તમારી સ્કીન

એલોવેરા ખાવાની સાથે જ તમે ચહેરા પર પણ લગાવી શકો છો. એલોવેરાનો પલ્પ લગાવવાથી ઘણાં ફાયદા થાય છે. એલોવેરા ચહેરાની સુંદરતાની સાથે સાથે વાળની લંબાઇ માટે પણ ખૂબ ફાયદાકારક છે. એલોવેરા જેલને ચહેરા પર લગાવો અને થોડીક વાર બાદ ધોઇ લો. થોડા દિવસો સુધી આ કામ કરવાથી તમને પણ ફરક જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here