દહેગામ : તલોદ શહેરમાં શાકભાજીના ભાવ આસમાને જતાં ગૃહિણીઓના બજેટ ખોરવાયા

0
0

તલોદ શહેરમાં શાકભાજીના ભાવો આસમાને.
ગૃહિણીઓના બજેટ ખોરવાયા.
દહેગામ શાક માર્કેટ કરતા તલોદ શાક માર્કેટના ભાવ આસમાને.
તલોદ શહેરમાં વરસાદ પણ બહુ ઓછો હોવાથી લોકોની ચિંતામાં વધારો.

 

 

હાલમાં કૂદકે અને ભૂસકે વધતી જતી મોંઘવારીમાં તલોદ શહેરમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઇ ગયા છે. ભીંડા, ગવાર, ચોરી છૂટક માં 30 રૂપિયા 500 ગ્રામ વેચાઈ રહ્યા છે. દહેગામ માં જે લીંબુ 20 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે એ જ લીંબુ તલોદમાં 60 રૂપિયે કિલો વેચાય છે. ભીંડા ચોરી ગવાર દહેગામ માં 20 રૂપિયા ના 500 ગ્રામ વેચાય છે. જ્યારે તલોદમાં 60 રૂપિયા કિલોના ભાવે ભીંડા ચોરી ગવાર વેચાઈ રહે છે. આમ તલોદમાં દહેગામ કરતા શાકભાજીના ભાવ આસમાને જવા પામ્યા છે. તેથી ગૃહિણીઓને ચૂલો સળગાવવો મોંઘો બની જવા પામ્યો છે. ગરીબો માટે પણ શાકભાજી ખાવી પોસાય તેમ પણ નથી.

 

કેમેરામેન વર્ષા ઠાકોર સાથે ગીતા રાઠોડ, CN24NEWS, તલોદ, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here