Friday, August 6, 2021
Homeદહેગામ : શાકભાજીના ભાવ આસમાને જતાં ગૃહિણીઓના બજેટ ખોરવાયા : ગરીબોની ચિંતામાં...
Array

દહેગામ : શાકભાજીના ભાવ આસમાને જતાં ગૃહિણીઓના બજેટ ખોરવાયા : ગરીબોની ચિંતામાં વધારો.

 

દહેગામ તાલુકાના શાકમાર્કેટમાં શાકભાજીના ભાવ આસમાને
લીલા ધાણા 300 રૂપિયા કિલોના ભાવે વેચાય છે.
અન્ય શાકભાજી 60 થી80 રૂપિયે કિલો શાકમાર્કેટમાં વેચાઈ રહી છે.

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં મોસમનો અત્યાર સુધીનો વરસાદ 33 ઇંચ થવા પામ્યો છે અને સતત વરસાદ ચાલુ રહેતા શાકભાજીના ભાવ આસમાને જઈ રહ્યા છે. કહેવાય છે કે પહેલા દહેગામ શાકભાજી સસ્તી મળતી હતી. પરંતુ હાલમાં શાકભાજીના ભાવ દહેગામમાં પણ ઊંચા જોવા મળી રહ્યા છે. તેથી ગૃહિણીઓના બજેટ ખોરવાયા અને ગ્રામ્ય ગરીબો માટે શાકભાજી મોંઘી થઈ જતાં તેમની ચિંતા માં વધારો થવા પામ્યો છે. હાલમાં ભીંડા 60 કિલો, ચોરી 80 રૂપિયે કિલો, લીલા ધાણા 300 રૂપિયે કિલો, દુધી ૬૦ રૂપિયે કિલો, ટામેટા ૬૦ રૂપિયે કિલો, મરચા 60 રૂપિયે કિલો, જેવા શાકભાજી ના ભાવ હાલમાં વધી જવા પામ્યા છે. ખેડૂતોને વરસાદના લીધે ખેતરમાં જોઈએ તેની શાકભાજી ઉતરતી નથી. આજે વરસાદને લીધે શાકભાજીના ભાવ વધી જવા પામ્યા છે.

બાઈટ : મહેન્દ્રભાઈ, (શાકભાજી ના વેપારી, દહેગામ)

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments