કેવી રહેશે આપની 24/03/2020, વાંચો આજનું રાશિફળ

0
12

મેષ (અ, લ, ઈ) : આજે નકારાત્મક માનસિકતાની સાથે વ્યવહાર ન કરવાની ગણેશજી સલાહ આપે છે. શારિરિક અને માનસિક રીતે તમે સ્વસ્થ રહેશે. મનમાં દુ:ખ અને અસંતોષની ભાવના રહેશે.

વૃષભ (બ, વ, ઉ) : આજે આત્મવિશ્ર્વાસની માત્રા તમારામાં વધુ રહેશે તેવુ ગણેશજી કહે છે. કોઇપણ કાર્ય કરવામાં નિર્ણય ત્વરિત લઇ શકશો.

મિથુન (ક, છ, ઘ) : આજે કોઇ કાર્ય કરવામાં દ્રુઢ. મનોબળ અને આત્મવિશ્ર્વાસ જળવાઇ રહેશે તેવુ ગણેશજી કહે છે. આ કાર્યનું ફળ પણ તમને અપેક્ષાનુસાર મળશે.

કર્ક (ડ, હ) : નવી યોજનાઓ પ્રારંભ કરવા માટે આજનો દિવસ શુભ છે. તેમ ગણેશજી કહે છે. સરકાર તરફથી લાભ થવાની સંભાવના છે.

સિંહ (મ, ટ) : પોતાના ઉગ્ર સ્વભાવ પર સંયમ રાખવાની ગણેશજી તમો સલાહ આપે છે. શારીરીક અને માનસિક રીતે શિથિલતાનો અનુભવ કરશો. વધુ પરિશ્રમ કરવા છતા ઓછી સફળતા મળશે.

કન્યા (પ, ઠ, ણ) : ગણેશજી તમને યાત્રા- પ્રવાસ સ્થગિત રાખવાની સલાહ આપે છે. આજે તમારા શરીરમાં થાક અનુભવશો. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેશે.

તુલા (ર, ત) : ગણેશજી કહે છે. કે તમારો આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. વિવિધ ક્ષેત્રોમાં થયેલા લાભથી તમને પ્રસન્નતા થશે આવકમાં વૃધ્ધિ થઇ શકે છે.

વૃશ્ચિક (ન, ય) : આજનો દિવસ તમારા માટે શુભ ફળદાયી છે. વ્યવસાયિક સ્થળ પર વાતાવરણ અનુકુળ રહેશે. ઉચ્ચાધિકારી તમારી પર પ્રસન્ન રહેશે.

ધન (ભ, ધ, ફ, ઢ) : આજનો દિવસ તમારા માટે શુભ ફળદાયી છે. તેમ ગણેશજી કહે છે. આજે તમે મનોબળ અને આત્મવિશ્ર્વાસમાં દ્રઢતાનો અનુભવ કરશો.

મકર (ખ, જ) : આજે તમારા માટે આકસ્મિક ધનખર્ચનો યોગ છે. ખાન-પાનમાં સંભાળીને ચાલવું ક્રોધથી બચવું. નકારાત્મક ભાવનાઓ સકારાત્મકતની દુર કરવી.

કુંભ (ગ, સ, શ, ષ) : ગણેશજી કહે છે. પ્રણય માટે આજનો દિવસ અનુકુળ છે.આજે દરેક કાર્ય તમે દ્રઢ મનોબળ અને આત્મવિશ્ર્વાસપૂર્વક કરશો.

મીન (દ, ચ, ઝ, થ) : આજે તમારે અહમને કોઇ ઠેસ ન પહોંચાડે અને કોઇની સાથે ઝઘડો ન થાય તેવું ધ્યાન રાખવાની ગણેશજી સલાહ આપે છે. શારિરીક રીતે શિથિલતા અને માનસિક રીતે ચિંતા રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here