કેવી રહેશે આપની 04/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

0
27

મેષ (અ, લ, ઈ) : શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ વિદેશથી શુભ સમાચાર મળી શકે. આરોગ્ય સુખમય બની રહે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થાય. સમય સાનુકૂળ.

વૃષભ (બ, વ, ઉ) : શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે છે. માનસિક ચિંતા દૂર થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે.

મિથુન (ક, છ, ઘ) : શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળી શકે. જમીન સંબંધી પ્રશ્નો હલ થઈ શકે. આરોગ્ય સુખમય બની રહે.

કર્ક (ડ, હ) : શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ ભાગ્યોદયની તક મળી શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.

સિંહ (મ, ટ) : શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. નોકરિયાત વર્ગને પદોન્નતિની શક્યતા જોવા મળે. સાહસમાં લાભ.

કન્યા (પ, ઠ, ણ) : શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ ઈષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે. વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે.

તુલા (ર, ત) : શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. લગ્નજીવન સુખમય રહે.

વૃશ્ચિક (ન, ય) : શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ કાયદાકીય પ્રશ્નોમાં સફળતા મળી શકે છે. વારસાગત મિલકતનાં પ્રશ્નો હલ થઈ શકે. રોજગારીની તક મળે.

ધન (ભ, ધ, ફ, ઢ) : શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ બની રહે. રોજગાર સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.

મકર (ખ, જ) : શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થાય. જમીનનાં પ્રશ્નો ઉકેલાય.

કુંભ (ગ, સ, શ, ષ) : શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે છે. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગારીની તક મળી શકે.

મીન (દ, ચ, ઝ, થ) : શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. આરોગ્ય સુખમય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here