સ્પોર્ટ્સ ડેસ્ક: ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામેની મેચ 119 રને જીતી લેતા સેમી ફાઈનલમાં પ્રવેશ કરવાની પાકિસ્તાનની આશા ધૂંધળી બની ગયી છે. આ જીત સાથે ઈંગ્લેન્ડનું સ્થાન તો સેમી ફાઈનલમાં નિશ્ચિંત બની ગયું છે. 11 પોઈન્ટ સાથે ન્યૂઝીલેન્ડની ટીમ ચોથા સ્થાન ઉપર આવી ગઈ છે. ન્યૂઝીલેન્ડની તમામ લીગ મેચ પૂરી થઈ ગઈ છે. જ્યારે પાકિસ્તાનની ટીમના 9 પોઈન્ટ છે અને તેની બાંગ્લાદેશ સામેની મેચ બાકી છે. હવે પાકિસ્તાન આ મેચ જીતી જશે તો પણ રનરેટ ઉપર નજર કરીએ તો ન્યૂઝીલેન્ટની રન રેટ 0.175 છે જ્યારે પાકિસ્તાનની રન રેટ -0.792 છે. દેખીતી રીતે તો સેમી ફાઈનલમાં પહોંચવું પાકિસ્તાન માટે ખૂબ જ મુશ્કેલ દેખાય છે.
કઈ રીતે પાકિસ્તાનની ટીમ સેમી ફાઈનલમાં પહોંચે
મુશ્કેલ છે પણ ક્રિકેટમાં કંઈ પણ કહેવું અશક્ય છે. કારણ કે ક્રિકેટને અનિશ્ચિતતાની રમત કહેવાય છે. સૌથી પહેલાં બાંગ્લાદેશની મેચમાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતવો ખૂબ જરૂરી છે.
>> જો પ્રથમ બેટિંગ કરી પાકિસ્તાન 400 રન બનાવે અને બાંગ્લાદેશની ટીમને 84 રનમાં ઓલઆઉટ કરી દે તો શક્ય છે.
>> અથવા પાકિસ્તાન 350 રનનો સ્કોર કરે અને બાંગ્લાદેશની ટીમને 38 રને ઓલઆઉટ કરી દે તો પાકિસ્તાનની ટીમ સેમી ફાઈલનમાં પ્રવેશ કરી શકે તેમ છે.
>> એક કન્ડિશન જોઈને તો હસવું આવે તેવું છે કે જો પાકિસ્તાનની ટીમ 308 રન કરે અને બાંગ્લાદેશ શૂન્ય રન કરે તો પાકિસ્તાન સેમી ફાઈનલમાં પહોંચી શકે તેમ છે.
>> આમ જોઈએ તો 315થી વધારે માર્જિનથી પાકિસ્તાને બાંગ્લાદેશની ટીમને આઉટ કરવી પડે તો આ શક્ય છે. બીજી તરફ આ વર્ડ કપમાં બાંગ્લેદશનું ફોર્મ જોતા આ શક્ય નથી. કારણે કે આ ટીમે જીતવા માટે ઘણી ટીમના શ્વાસ અધર કરી દીધા હતા.