પરષોત્તમ રુપાલાએ કરેલા નિવેદન બાદ વકરી રહેલા વિવાદને શાંત પાડવા ભાજપ પ્રયત્ન તો કરી રહ્યુ છે, પરંતુ આ પ્રયત્નોમાં જોઇએ તેટલી કોઇ સફળતા મળી રહી નથી.પરષોત્તમ રૂપાલા પોતે કહી રહ્યા છે કે તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી લીધી છે, જેથી આ વિવાદ અહીં પૂર્ણ થઇ જવો જોઇએ. સવાલ એ વાતનો છે કે એક નિવેદનથી શરૂ થયેલો આ આગ રાજ્યભરમાં દાવાનળની જેમ કેમ ફેલાઇ ગઇ.રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને કારણે ભારે વિવાદ સર્જાયો છે.
આ વિવાદ સમવાનું નામ નથી લઇ રહ્યો.ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાની ટિકીટ રદ કરવાની માગ સાથે મક્કમ જોવા મળી રહ્યો છે અને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. બીજી તરફ ભાજપ ડેમેજ કંટ્રોલના પ્રયત્નો કરી રહ્યું છે.પરષોત્તમ રુપાલાએ કરેલા નિવેદન બાદ વકરી રહેલા વિવાદને શાંત પાડવા ભાજપ પ્રયત્ન તો કરી રહ્યુ છે, પરંતુ આ પ્રયત્નોમાં જોઇએ તેટલી કોઇ સફળતા મળી રહી નથી.પરષોત્તમ રૂપાલા પોતે કહી રહ્યા છે કે તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી લીધી છે, જેથી આ વિવાદ અહીં પૂર્ણ થઇ જવો જોઇએ. સવાલ એ વાતનો છે કે એક નિવેદનથી શરૂ થયેલો આ આગ રાજ્યભરમાં દાવાનળની જેમ કેમ ફેલાઇ ગઇ. એક વિવાદ આંદોલન બની ગયું તો પણ ભાજપના મવડી મંડળનું ધ્યાન કેમ ન ગયું.