ક્યાં સુધી તમે ભય હેઠળ જીવી શકો?: અક્ષય કુમાર

0
6

અમદાવાદ

અક્ષય કુમારે રક્ષાબંધનના દિવસે ‘રક્ષાબંધન’ નામની નવી ફિલ્મની જાહેરાત કરી હતી. તે તેની ડેબ્યૂ વેબ સીરિઝ માટે આવતા વર્ષે શૂટિંગ શરૂ કરશે. હવે તે બિગ સ્ક્રીન પર રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’માં જોવા મળશે. અહીં તે આ મહામારી વચ્ચે કામગીરી શરૂ કરવા વિશે વાતચીત કરે છે.

તમે એકમાત્ર એવા બિગ સ્ટાર છો કે જેમણે મોટા પાયે કામગીરી શરૂ કરી છે. તમને ડર લાગતો નથી?
ચોક્કસ લાગે છે, પરંતુ ક્યાં સુધી તમે ભય હેઠળ જીવી શકો? જ્યારે આ મહામારીની શરૂઆત થઈ હતી ત્યારે આ વાઇરસ કેવી રીતે વ્યક્તિને અસર કરે છે એના વિશે ખૂબ ઓછી જાણકારી હતી. એટલા માટે ભય વધારે હતો. હવે સમયની સાથે આપણે વધુ જાણીએ છીએ અને વળી, આપણી રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો આ વાઇરસનો મુકાબલો કરી શકાય છે. એટલા માટે જ મેં તમામ પ્રિકોશન્સને લઈને કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

શું તમે માનો છો કે, તમારા જેવા બિગ સ્ટાર જ્યારે કામગીરી શરૂ કરતા હોય ત્યારે એનાથી દરેકને પોઝિટિવ સિગ્નલ મળે છે?
હું અન્ય લોકો વિશે કહી ના શકું. હું માત્ર એટલું કહી શકું કે, હું શક્ય હોય એટલું અને જેટલી મંજૂરી હોય એટલી કામગીરી ફરી શરૂ કરવા ઇચ્છતો હતો. હવે સેટ પર પાછું ફરવાનું એક્સાઇટમેન્ટ છે.

શું તમે માનો છો કે, માર્ચના અંતથી ઘરોમાં કેદ રહ્યા બાદ હવે લોકોએ જરૂરી પ્રિકોશન્સને લઈને તેમના જીવનને ફરીથી શરૂ કરવું જોઈએ?
મારો એક સિમ્પલ સવાલ છે. જો અત્યારે નહીં તો પછી ક્યારે? અનેક લોકોએ લોકડાઉન દરમિયાન તેમની નોકરી ગુમાવી છે અને તેઓ ગરીબીમાં ધકેલાઈ ગયા છે. મને માફ કરજો, પરંતુ જો આપણે વેક્સિન માટે રાહ જોતા રહીશું તો, વાઇરસ પહેલાં લોકોને બેરોજગારીથી ખૂબ જ અસર થશે. હું માનું છું કે, આપણે બધાએ ધીરેધીરે અને સુરક્ષિત રીતે આપણા નોર્મલ લાઇફમાં પાછા ફરવું જોઈએ.જ્યારે તમે ઘરમાંથી બહાર નીકળીને કામ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે તમારા પરિવારનું રિએક્શન કેવું હતું? હું ભાગ્યશાળી છું કે, મારો પરિવાર ખૂબ સપોર્ટિવ છે. તેઓ સમજે છે કે, હું હંમેશા માટે ઘરમાં કેદ રહી ના શકું. આખરે આપણે બધાએ ઘરમાંથી બહાર નીકળીને કામ શરૂ કરવાનું છે.