આ એક પત્તાના ઉપયોગથી કેટલીય બીમારીઓથી છૂટકારો મેળવી શકાય છે

0
8

ડાયાબિટીસ એક એવી બીમારી છે, જે ધીમે-ધીમે વ્યક્તિને શરીરની અંદરથી નુકશાન પહોંચાડે છે અને ત્યારબાદ તે વ્યક્તિના શરીરને સમગ્રપણે નબળું બનાવી દે છે. શરીર એટલું નબળું થઇ જાય છે કે વ્યક્તિના શરીરને જો ઇજા પહોંચે તો તે ઠીક પણ થઇ શકતી નથી. જો આ બીમારીથી કોઇ બચાવી શકે છે તો તે છે એક્ટિવ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ જે લોકડાઉન અને કોરોના સંક્રમણના આ સમયમાં કદાચ શક્ય નથી બની રહ્યું. એવામાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. જેના માટે લોકોએ પોતાના ભોજનમાં કેટલીક એવી વસ્તુઓનું સેવન કરવું જોઇએ જેનાથી બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે. એક એ જ પ્રકારનો મસાલો છે તેજપત્ર અથવા તમાલપત્ર જે શુગરના ઘટતા કે વધતા પ્રમાણને ઝડપી કંટ્રોલમાં લાવી શકે છે. જાણો, તેજપત્રના ફાયદાઓ વિશે…

તેજપત્ર એટલે કે તમાલપત્ર દેશના કેટલાય ભાગમાં માલાબાર પત્તાના નામથી પણ ઓળખાય છે. આ પત્તાનો ઉપયોગ કેટલીય ભારતીય વાનગીને તૈયાર કરવા માટે કરવામાં આવે છે. તેજપત્ર વાનગીમાં સ્વાદ લાવવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.

તેજપત્રની ખાસિયતો

તેજપત્રમાં વિટામિન-A અને વિટામિન-C મળી આવે છે. આ બંને જ વિટામિન ડેલી લાઇફ રૂટીન માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન-A આંખોની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે અને વિટામિન-C શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ્સની સંખ્યા જાળવી રાખવામાં મદદ કરે છે.

વ્હાઇટ બ્લડ સેલ્સ શરીરની ઇમ્યુનિટીને મજબૂત બનાવવાનું કામ કરે છે. એટલા માટે કોરોનાથી બચવા માટે હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા વિટામિન-C ખાવાની સલાહ આપવામાં આવી રહી છે.

તેજપત્ર પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. આ સાથે જ શુગરની બીમારીઓમાં ઇન્સ્યુલિનની ઘટતી-વધતી માત્રાને પણ રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. તેને સૂપમાં પાઉડર, ચોખા અથવા પુલાવ અને દાળમાં તેજપત્ર અથવા સ્મોલ પીસના સ્વરૂપે વપરાશમાં લઇ શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here