સુશાંત પાસે કેટલા કરોડની એફડી હતી, ને કયા કારણોસર તેને તોડી દેવાઇ, EDની તપાસમાં થયો મોટો ખુલાસો

0
0

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત મોત મામલે મની લૉન્ડ્રિંગની તપાસ કરી રહેલી ઇડીએ તપાસ દરમિયાન કેટલીક ખાસ વાતોનો ખુલાસો કર્યો છે, જેમાં ઇડીને જાણવા મળ્યુ છે કે બહુ ઓછા સમયમાં સુશાંત સિંહ રાજપૂતની કોરોડ રૂપિયાની એફડીને તોડી દેવામાં આવી હતી. ઇડીની તપાસ દરમિયાન સુશાતના ખાતામાંથી બે દિવસની અંદર સાડા ચાર કરોડ રૂપિયાની એફડી તોડવામાં આવી, એક એસે ફ્લેટનો હપ્તો ભરવામાં આવી રહ્યો હતો જેમાં તેની એક પૂર્વ ગર્લફ્રેન્ડ રહેતી હતી.

અત્યાર સુધી થયેલી તપાસ દરમિયાન હજુ પણ સુશાંતના ખાતામાં કરોડો રૂપિયા હોવાનુ જાણવા મળ્યુ છે. વળી, એ વાતની પણ જાણ થઇ છે કે ખાતામાંથી એક એવા ફ્લેટનો હપ્તો ભરવામાં આવતો હતો, જેમાં તેની એક પૂર્વ ગર્લફ્રેન્ડ રહેતી હતી. અત્યાર સુધી જે વાત કહેવામાં આવી છે તેમાં એ જાણવા મળ્યુ છે કે, સુશાંત તેની પહેલી ગર્લફ્રેન્ડ પર પણ ખર્ચ કરતો હતો, અને તેનો એક દિવસનો ખર્ચ ₹50000થી ઉપરનો હતો.

ઇડીએ અત્યાર સુધી મળેલી જાણકારીઓની સત્યતા તપાસી રહી છે, સુત્રો અનુસાર, આ ફ્લેટ સુશાંત સિંહ રાજપૂતના નામ પર જ હતો, અને જે બેન્ક ખાતામાંથી સુશાંત સિંહ રાજપૂત આનો હપ્તો ભરી રહ્યો હતો, તે ખાતામાં હજુ પણ લગભગ 35 લાખ રૂપિયાની રકમ બતાવવામા આવી રહી છે.

સુશાંત સિંહના ખાતામાંથી સાડા ચાર કરોડ રૂપિયાની એફડી વિશે પણ રિયાને ઇડીએ પુછપરછ કરી હતી, તેને પુછ્યુ કે આના વિશે જાણો છો, કે અચાનક બે દિવસમાં જ એફડી કેમ તોડી દેવામાં આવી, આના જવાબમાં રિયાએ કહ્યું કે તેને આના વિશે કંઇજ ખબર નથી, આના વિશે સુશાંત જ બતાવી શકે છે કે તેને આનુ શુ કરાવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here