સંસદનું ચોમાસુ સત્ર : લૉકડાઉન દરમિયાન ઘર પરત ફરતા સમયે કેટલા શ્રમિકોનાં મોત થયાં હતાં, એની તો સરકારને ખબર નથી

0
0

કોરોના મહામારીને લીધે માર્ચમાં શરૂ થયેલા લૉકડાઉન પછી લાખો મજૂરો રોજગાર છીનવાઈ જતાં પોતાના ઘરે પાછા ફરવા મજબૂર થયા હતા. ભૂખ્યા-તરસ્યા ઘરે પાછા ફરતા આ મજૂરોમાં સેંકડો અલગ-અલગ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. એ સમયે મજૂરોની આ પીડા પર કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે ભલે અનેક દિવસો સુધી રાજકીય ખેંચતાણ ચાલી હોય પણ હવે કેન્દ્ર સરકાર કહે છે કે તેને ખબર જ નથી કે લૉકડાઉન દરમિયાન ઘરે પાછા ફરતી વખતે કેટલા મજૂરો મૃત્યુ પામ્યા?

કોરોનાકાળમાં સંસદના પ્રથમ સત્રમાં જ સરકારે સ્વીકાર્યું કે તેની પાસે પ્રવાસી શ્રમિકોનાં મૃત્યુનો કોઈ આંકડો નથી. એટલું જ નહીં, લૉકડાઉન દરમિયાન કેટલા મજૂરોની રોજગારી છીનવાઈ? તેના પર પણ સરકારે કોઈ સર્વે નથી કરાવ્યો. સત્રના પ્રથમ દિવસે સાંસદોએ 230 અતારાંકિત પ્રશ્નો પૂછ્યા હતા, જેમાંથી 31 સવાલ શ્રમ તથા રોજગારમંત્રાલય સંબંધિત હતા. તેમાંથી 15 પ્રશ્ન કોરોનાકાળમાં રોજગારી છીનવાઈ જવા, પ્રવાસી શ્રમિકોની ઘરવાપસી દરમિયાન મૃત્યુ, બેરોજગારી દર સંબંધિત હતા. પુછાયું કે લૉકડાઉનના કારણે પોતાના મૂળ સ્થાને પરત ફરતી વખતે મજૂરોની જાનહાનિ થવાની રાજ્યવાર સંખ્યા કેટલી છે? તો સરકારે કહ્યું કે આવા કોઈ આંકડાનો ડેટા રખાતો નથી.

પણ જનતાને બધું યાદ છે

  • એનજીઓ સેવ લાઈફ ફાઉન્ડેશન અનુસાર 24 માર્ચથી 2 જૂન વચ્ચે 198 મજૂરો મૃત્યુ પામ્યાં.
  • 16 મેના રોજ યુપીના ઔરેયામાં અકસ્માતમાં 24નાં મોત થયાં.
  • 8 મેના રોજ મહારાષ્ટ્રમાં ટ્રેન નીચે કચડાતાં 16નાં મોત થયાં.
  • 14 મેના રોજ મધ્યપ્રદેશમાં અકસ્માતમાં 8નાં મોત થયાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here