Friday, April 18, 2025
Homeસેમિફાઇનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયાને કેટલી રકમ મળશે, જાણો
Array

સેમિફાઇનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયાને કેટલી રકમ મળશે, જાણો

- Advertisement -

ICC વર્લ્ડ કપ 2019ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ બહાર થઇ ગયેલી ટીમ ઇન્ડિયાને ICC ખાલી હાથે પાછી નહીં જવા દે. આ વર્લ્ડ કપમાં ICCની કુલ ઇનામી રકમ 1 કરોડ ડોલર એટલે કે 69.41 કરોડ રૂપિયા છે. ચેમ્પિયન ટીમને ICC તરફથી 40 લાખ ડોલર એટલે કે લગભગ 27.6 કરોડ રૂપિયાની ઇનામી રકમ મળશે. જ્યારે રનરઅપ ટીમને 20 લાખ ડોલર એટલે કે 13.80 કરોડ રૂપિયા મળશે.

પરંતુ ICC વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચીને હારી જનારી ટીમ માટે પણ ICCએ ઇનામી રકમ રાખી છે. આ ઇનામી રકમ છે. 8 લાખ ડોલર એટલે કે સેમિફાઇનલમાં પહોંચીને હારી જનારી બે ટીમોને 8 લાખ ડોલર એટલે કે 5.40 કરોડ રૂપિયા મળશે.                                                                                                                 જો કે ક્રિકેટ વર્લ્ડ કપની આ ઇનામી રકમ દુનિયાની બાકીની જેવી કે ટેનિસ, ફૂટબોલ અને ફોર્મ્યૂલા વનની આજુબાજુ પણ જોવા નથી મળતી. ફોર્મ્યૂલા વનની વાત કરીએ તો 2015મા જીતનારી મર્સિડિઝની ટીમને 10 કરોડ ડોલર ઇનામી રકમ તરીકે મળી હતી. ફૂટબોલની વાત કરીએ તો UEFA ચેમ્પિયન્સ લીગની વીનર ટીમને 7 કરોડ ડોલર ઇનામી રકમ મળે છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular