શું આવતાં મહિનાથી પ્રાઇમરી સ્કૂલ શરૂ કરવી કેટલી સુરક્ષિત છે?, AIIMSના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહી મોટી વાત

0
8

સીએન 24 સમાચાર ડેસ્કઃ કોરોનાકાળમાં સ્કૂલ ફરી ક્યારે શરૂ થશે તે અંગે દરેક વિધાર્થી અને વાલી મૂંઝવણમાં છે. સ્કૂલ ફરી શરૂ કરવા અંગે AIIMSના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ મોટી વાત કહી છે. ડૉક્ટર રણદી ગુલેરિયાએ કહ્યું છે કે, મને નથી લાગતું કે અમે સ્કૂલ શરૂ કરવાની સ્થિતિમાં છીએ. જ્યાં સુધી અમે કોઈ વિશેષ ક્ષેત્રમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો નથી જોતાં ત્યાં સુધી સ્કૂલ શરૂ કરવી જોઈએ નહીં. અમે દુનિયાના તે દેશનો અનુભવ જોયો છે જેમણે સ્કૂલ શરૂ કરી છે. ત્યાં કોરોના ફેલાયો અને ફરી સ્કૂલ બંધ કરવી પડી હતી. કેમ કે, તમે નાના બાળકો પાસે તે આશા રાખી શકો નહીં કે તે સતત માસ્ક પહેરી રાખે અને સ્કૂલમાં સામાજિક અંતર રાખે. એવામાં બાળક સંક્રમિત થઈ શકે છે. સંક્રમણ પોતાના ઘરમાં લઈ જઈ શકે છે. જેને લીધે વૃદ્ધ અને બીજા લોકોને પણ સંક્રમિત કરી શકે છે. એટલે આપણે સ્કૂલને ફરી શરૂ કરવા માટે રાહ જોવી પડશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here